ભેજાનું વાઢકાપ

26 03 2016

brain

 

 

*************************************************************************************************************************

આપણા શરીરના બધા અંગો, બીજાના ઉધાર સારી હાલતના લઈ બદલી શકાય છે. અરે મરેલા વ્યક્તિ પણ તેમના અંગોના દાન કરી જીવિત વ્યક્તિને સહાય કરી ધબકી શકે છે. એક આ ભેજું, જેને મગજ કહીએ તે કોઈનું બીજાને આપી શકાતું નથી ! મારું વિજ્ઞાન અને તે પણ ૨૧મી સદીનું ,તે વિષે જ્ઞાન ખૂબ નહિવત કહી શકાય તેવું છે. જો કોઈ હોશિયાર ડોક્ટરે ભેજાનું ઓપરેશન કરી બીજામાં મૂક્યું હોય અને તમે જાણતા હો તો મને જરૂરથી જણાવશો.
આજે આ વિષય પસંદ કર્યો તેની પાછળ રસપ્રદ કારણ છે. અમેરિકામાં ટી.વી. ચાલુ કરીએ અને ગોળીબારથી મૃત્યુ થયાના સમાચાર ન આવે તો નવાઈ લાગે.   જાણે એ સમાચાર રસમય ન હોય? મિત્રો એ સમાચાર કરૂણ છે, હ્રદય દ્રાવક છે.તમે પણ સંમત થશો ! જે વ્યક્તિ પોતાનું સ્વજન ગુમાવે છે એના સ્થાને સ્વને મૂકી અનુભવ લઈ જો જો. બાકી સમાચાર સાંભળીને ચેનલ બદલી એ માનવી ન કરી શકે!

હમણાં ભારત ગઈ હતી. રોજ સમાચારમાં બળાત્કાર, સ્ત્રીનું અગ્નિદાહન કે રાજકારણીઓની મારામારી ન હોય તો દિવસ શરૂ ન થાય. વિચાર કરો, કહેવાય છે કે માનવ જીવન અણમોલ છે. દોહ્યલું છે. તો શું આ આપણે યોગ્ય કરી રહ્યા છીએ ? એટલે આ ‘ભેજામાં’ ભગવાને બુદ્ધિ કેટલી અને ‘ભુસુ’ કેટલું ભર્યું છે તેની તપાસ કરવી છે ! જુઓ કહાની રસપ્રદ છે. વાંચવી ચાલુ રાખજો. સાથે સાથે તમારા ભેજાનું પણ નિરિક્ષણ કરતાં રહેશો તો ગમ્મત આવશે!

સહુ પહેલા આપણે ‘રાહુલ ગાંધી’નું ભેજુ તપાસીએ. સાચું કહેજો દેખાવમાં હટ્ટો કટ્ટો છે પણ તેના હાથમાં દૂધની બાટલી શોભે. ભારતની કોંગ્રેસની ધુરા નહી !
તેની મા ,’સોનિયા ગાંધી’, કહેવાતાં કોંગ્રેસના ધુરંધરોને એક ‘વેઈટ્રેસ’ કેવી રીતે નચાવી શકે છે તેનો જીવતો જાગતો નમૂનો !પછી આવે આપણો ‘કિંગ ખાન’ ,ખાના, પીના, રહના, ચમન કરના, પૈસે લુંટના ભારતકા ઔર વફાદારી *****? આ એક ખાન નહી બધા ખાન ! હવે જ્યારે તેમની વાત નિકળી છે તો સાથે સાથે કહી દંઉ ‘મુ—-, કદી લડાઈ કરતાં થાક્યા છે? મહમદ ગઝની ભારત પર કેટલી વાર ચડી આવ્યો હતો ? તૈમુર લંગ, શું કર્યું ઈતિહાસમાં જગજાહેર છે. બાબર, ૧૫૨૬માં ઈબ્રાહિમ લોદી સામે પાણિપતનું યુદ્ધ જીતી કેટલાં વર્ષો સુધી મોગલ સામ્રાજ્ય સ્થાપી રાજ કર્યું. બસ તેમના લોહીમાં અને ભેજામાં હિંદુઓ પ્રત્યે વેર સિવાય કાંઈ ભર્યું છે ખરું ? આતંકવાદના ઓળા આખા વિશ્વને ઘેરી વળ્યા છે. હા, કોઈ પણ દેશનું રાજકારણ ખરડાયા વગરનું નથી. કિંતુ દરેક દેશ  રાજકારણની આવી ગંદી રમત નથી ઈચ્છતું.

ભેજુ તો ટેડ ક્રુઝ અને ડૉનાલ્ડ ટ્રમ્પનું પણ ખોલીને જોવામાં માલ છે. રિપબ્લિકન પાર્ટીની પ્રેસિડેન્શ્યલ રેસમાં બન્ને જણા જે રીતે પેશ આવે છે તે ખૂબ રસપ્રદ છે, મઝા તો ત્યારે આવે જ્યારે ઈન્ટર્વ્યુ લેનાર સવાલ શું પૂછે અને તેમના ભેજામાંથી જવાબ શું નિકળે.

કોઈ પણ વ્યક્તિ જે ધર્મમાં માને તે સહુ પ્રત્યે આદર ભાવ છે. દરેકને સ્વતંત્રતા છે. સહુને પોતાના માતા, પિતા, બાળકો અને પત્ની યા પતિ ખૂબ વહાલાં હોય. ભલેને તે મુસલમાન હોય, હિંદુ હોય યા શીખ કે ઈસાઈ! તો પછી આ દંગા, ફસાદને કાપાકાપી શાને માટે. ગોળીઓથી માણસોને ઉડાડવા, બોંબ ફોડી આતંક ફેલાવવો.’ નિર્દય હ્રદયનો માનવી તું નથી’. ઉશ્કેરાટ અને ખોટી સંગતનો તું પ્યાદું બની આવું અધમ કૃત્ય કરી રહ્યો છે. તને કઠપુતળીની જેમ નચાવનાર એશો આરામ કરે છે! જરા સમજ. તારા ભેજાને વાપર !

ભેજાનું વાઢકાપ ધારીએ એટલું સરળ નથી. નાના બાળકનું ભેજું ખૂબ સુંદર અને નિર્દોષ હશે. સ્ત્રીનું અને છોકરીના ભેજામાં ઘણો બધો સળવળાટ જણાશે. છોકરી ઉમંગોથી ઉછળતી, સ્વપનોમાં રાચતી હોય. જ્યારે સ્ત્રી, તોબા તોબા કાવાદાવામાંથી ઉંચી ન આવે. પતિને ભંભેરે, બાળકોને ઉશ્કેરે, માતાને વહાલ કરે. હવે આવા ભેજાં જો ફેરબદલીકરવાના હોય તો બિચારા ડોક્ટરની મને તો દયા આવે. હવે આ આતંકવાદીઓના ભેજાં તો દારૂગોળાથી ભરેલાં હોય. કદાચ ઓપરેશન ટેબલ પર ન ફૂટે તો સારું. મુસલમાનોના ભેજામાં ઝિહાદ અને હિંદુઓ પ્રત્યે કટ્ટર વિરોધ. હિંદુઓના ભેજામાં પ્રાર્થના, કથા અને સત્સંગનો ત્રિવેણી સંગમ વહેતો હોય. કોઈ વિદ્વાનનું ભેજું તો વળી ગડ ન બેસે એવું પણ હોય.
ભલું થજો હજુ ભેજાનું ‘ટ્રાન્સપ્લાન્ટ’ થાય એવું સાંભળ્યું નથી. અરે પેલા રાજકરણીઓના ભેજા તો ભૂલી જ ગઈ. નક્કી ભૂલભુલામણી જેવા હશે ? અંદર ગયા પછી બહાર નિકળવાનો માર્ગ બંધ !

આતંકવાદના ઓળા છેલ્લે પેરિસને અભડાવી આજે ‘બ્રસલ્સને’ અંધકારમાં લપેટી રહ્યા. કેટલા નિર્દોષના જાન ગયા ? કેટલી આંધાધુંધી પ્રસરી ગઈ ? આ મુસ્લિમોના ભેજાની વાઢકાપ કરી કોઇ માઈનો લાલ બતાવે કે અંદર શું ભર્યું છે. તેમાં ક્યાંય ‘ખુદા’ જણાય છે ? હા જલ્લાદ, દોઝખ કે ઝિહાદ આરામથી સળવળતા દેખાશે. ૨૦૦૮ના ડિસેમ્બરમાં ભારતના મુંબઈમાં તાજની દુર્ઘટના યાદ આવતા કંપારી છૂટે છે.
શું એમને ખબર છે એમને શુ જોઈએ છે? ‘આખી દુનિયા ‘મુસલમાન બને’! આ ક્યાં નો ન્યાય? તેમને કહોને તમે હિંદુ યા ખ્રિસ્તી બનો ? ગમશે ? ના ! તો પછી આ દુરાગ્રહ શાને ? સહુથી સહેલો રસ્તો છે ‘શિયા અને સુન્ની’ને લડાવવાનો. બન્ને મુસલિમો છે પણ બાપે માર્યા વેર છે ! આ બધું લખવાનો ઇરાદો બદ નથી. માત્ર તેમની આંખો ખોલવાનો છે. જે મારામાં તાકાત નથી. જીવનની   ઢળતી સંધ્યાએ કશું કરી શકવાની ક્ષમતા નથી. જે નજર સમક્ષ બની રહ્યું છે તે સહેવાતું નથી એટલે ઉભરો ઠાલવવાનો પ્રયત્ન છે.

 

જો ભેજાનો વાઢાકાપ શક્ય હોય તો “આઈસીસ” વાળાના ભેજામાં કોઈ બ્રાહ્મણનું ભેજું મૂકીએ. બિચારી કીડી મારતાં પણ શ્રીરામ બોલશે. મચ્છર મારી સૉરી કહેસ્શે. આતંક્વાદીઓને માળા ફેરવતાં કરી મૂકશે. દર રવીવારે ચર્ચમાં જશે. આ મારામારી, ખૂનામરકી અને ગોલીઓની ધણધણાટને બદલે ૐ ના નાદ સંભળાશે. સમસ્ત વિશ્વમાં શાંતિ પથરાયેલી જણાશે. પછી ભલેને ‘મહારાજો’ કથા કરી કરી લોકોને ઉપદેશ આપે. ગાયની પૂજા થશે. ઘરે ઘરે આરતીના ઘંટાનાદ સંભળાશે. વાતાવરણ કલુષિત નહી પવિત્ર બની ઝુમી ઉઠશે. બસ હવે આટલી રાહ જોવી રહી. વિજ્ઞાન પ્રગતિ કરે. પિસ્તોલ અને દારૂગોળૉ બનાવવાનું બંધ થશે. ભેજાની અદલબદલમાં દુનિયા હરિયાળીથી લહેરાતી જણાશે !

 

Advertisements

Actions

Information

One response

27 03 2016
Navin Banker

આવું કદી થવાનું નથી. વિનાશકાળે વિપરિત બુધ્ધિ. યધ્ધ અનિવાર્ય છે. રક્તપાત થતો જ રહેવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પને એકવાર ચાન્સ આપવા જેવો છે.

નવીન બેન્કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: