રામ (2016)

 

 

*********************************************************

 

‘રામ નવમી’ની સહુને શુભ કામના. ‘મર્યાદા પુરૂષોત્તમ’ રામનું નામ સમગ્ર

અસ્તિત્વમાં શાંતિ અને ઋજુતાનો સંચાર કરે છે. “રામ” બે શબ્દમાં સુખ અને

શાંતિનો સમાવેશ છે. મર્યાદા પુરૂષોત્તમ રામ એક આદર્શ પુરૂષ છે.આજે

રામનવમીના મંગળ દિવસે સહુને શુભ કામના. સત્યનો વિજય, અસત્ય અને

અહંકારીનો વિનાશ. દાસ્ય ભાવના, પતિવ્રતા, માતા અને પિતાની આજ્ઞાનું

પાલન. બંધુઓ વચ્ચેના પ્યારની ગાથા ગાતું રામાયણ એ હિંદુ સંસ્કૃતિની ગાથા

ગાતું અજોડ પુસ્તક.  ‘રામ’ ,રામાયણ, સીતા, રાવણ અને કૈકેયી સઘળાં શ્રદ્ધાના

વિષય છે. તેમાં વાદ વિવાદને સ્થાન  નથી. આપણી સંસ્કૃતિ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ

અને દૃઢતાના પાયા પર અવિચલ ટકી રહી છે.

વાલ્મિકીજીનું રામાયણ વાંચો કે તુલસીદાસજીનું સમગ્ર સૃષ્ટિનું ભાન વિસરી

તેમાં એકાકાર થઈ જવાય. એ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્ણ છે. ‘રામ નામ સત્ય હૈ.’

રામના આદર્શ, સીતાની પતિવ્રતા , લક્ષ્મણની બંધુભક્તિ, રાવણનો દુરાગ્રહ,

ઉર્મિલાનો વિરહ, હનુમાનની દાસ્ય ભક્તિ અને વિભિષણની અનન્યતા સઘળાં

તુલસીદાસજીએ ખૂબ અદભૂત રીતે રામાયણમાં ચરિતાર્થ કર્યા છે.

૨૧મી સદીમાં આ વાત સમજાવવી જરા દુષ્કર જણાય છે. ૨૧મી સદીનો

માનવ ગંગાના પવિત્ર જળમાં પણ વહી શકે છે. જ્યાં ગંગામાં ગટરના પાણી

ભળે ત્યાં પવિત્રતા ક્યાં દૃષ્ટિગોચર થવાની. બધી જ વસ્તુનું નિરાકરણ તેને

વાઢકાપ દ્વારા કરવાની આદત પડી ગઈ છે. ધાર્મિક પુસ્તકોમાં શંકા અને

કમપ્યુટરનો આશરો ! ભૂલી જાય છે કે “કમપ્યુટર”માં વાત લખનાર એક

સામાન્ય માણસ છે. જ્યારે ધાર્મિક ગ્રંથો, પુરાણોતો સદીઓ પુરાના છે.

કમપ્યુટરમાં લખનારવ્યક્તિ કેટલી યોગ્ય કે અયોગ્ય છે તેનું પરિમાણ શું?

” રઘુકુલ રીત  સદા  ચલી આઈ જાન જાય અરૂ વચન ન જાઈ”.

જ્યાં બોલ્યા પછી હરએક વ્યક્તિ પોતાનું મંતવ્ય બદલી શકવાનો અધિકારી

છે. એવા આજના  ૨૧મી સદીના કાળમાં, પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી

રામ દશરથના (પિતા) બોલ ઉપર રાજપાટ છોડીને નિકળી ગયા. કોઈ

પણ પ્રતિ પ્રશ્ન કર્યા વગર.

‘રામ ને વનમાં જવાનું દશરથે કહ્યું હતું’. સીતા શામાટે ગઈ ? નહી કે તે

પતિવ્રતા નારી હતી! સીતાએ વિચાર્યું  ” ત્રણ ત્રણ સાસુ સાથેરહેવાં કરતાં

વલ્કલ અને વનવાસ સારાં?’

જ્યાં બાપની મિલકતમાં ભાગ પાડતાં ભાઈઓ અદાલતના દરવાજા વિના

સંકોચે  ખટખટાવે છે. ત્યાં “લક્ષ્મણ નવી પરણેતર ઉર્મિલાને મૂકી મોટાભાઈ

સાથે વનમાં ગયો !”

રાવણ સીતાનું હરણ કરી ગયો, હરણની સીતા ક્યારે થઈ તેનો કોઈ ઉલ્લેખ

નથી! રાવણ લઈ ગયો તેને આંગળી સુદ્ધાં અડકાડી ન હતી તો સીતા અપવિત્ર

કેવી રીતે થઈ?’

રામ નામના ઉચ્ચારણમાં ખૂબ શાંતિ પામવી સહેલ છે. રામમાં અંધ શ્રદ્ધા નહી

શ્રધ્ધા માનવને તારે છે. પત્નીનું હરણ કરવા છતાં રામ શાંતિદૂત હનુમાન મોકલે

છે. ક્યાં આજે પિસ્તોલથી વાત કરતો માનવ અને ક્યાં ધીર ગંભિર રામ !

ધોબી જે સમાજમાં અદનો આદમી ગણાય તેના એક વાક્ય પર ‘બેજીવી પત્ની

સીતાનો ત્યાગ’. હજુ વનવાસની હાડમારી અને રાવણની અશોક વાટિકાના વાસ

દરમ્યાન પડેલી અગણિત મુશ્કેલીઓનો શ્વાસ પણ હેઠો બેઠો ન હતો ત્યાં ઋષિના

આશ્રમમાં વસવાટ. જે સમયે તેને પતિ તથા સુખ સુવિધાની ખાસ જરૂર હતી ?’

‘અશ્વમેધ યજ્ઞ’ વખતે  સુવર્ણની સીતા બનાવી બાજુમાં બેસાડી પત્ની પરના

પ્યારનો દંભ. હકિકતમાં જીવતી જાગતી સીતા ‘કણ્વઋષિના આશ્રમમાં બાળકો

સહિત હયાત હતી.’ આડબર નહી તો બીજું શું ?

મનમાં વિહવળતા છે. જેમ શરીરના રક્ત કણમાં, સફેદ કણ અને લાલ કણ વહી

રહ્યાં છે. તેમ મારાં અંગ અંગમાં “રામ અને કૃષ્ણ ” પ્રત્યે ભક્તિ અને આદર વહી રહ્યાં

છે. ભક્તિ અને શ્રદ્ધા વગરનાને કોઈપણ વિચાર ગળે ઉતારી શકાય નહી.

‘રામ’ બે અક્ષરનું સરળ, શાંતિ અર્પનાર ભગવદ નામ.

 

3 thoughts on “રામ (2016)

  1. મારા મનમાં આ કહેવાતી મહાનતાની વાતો ઉતરતી નથી. પિતાના વચન ખાતર રાજપાટનો ત્યાગ..સીતાજીને હનુમાન દ્વારા લઈ આવવાની શક્યતા હોવાં છતાં, યુધ્ધ કરીને નિર્દોષ સૈનિકો, રાક્ષસો અને વાનરોના મોત કરાવવાની શી જરૂર હતી ? અને..સીતાજીનો ત્યાગ એ તો એકદમ અક્ષમ્ય ઘ્રુણિત કૃત્ય હતું રામનું ! છતાં યે આપણે તેમને ભગવાન ભગવાન કરીને પૂજવાના ? રામાયણ એ એક સરસ મજા આવે એવી નવલકથા જરૂર છે પણ ધર્મગ્રંથ મને નથી લાગતો. આપણે અંધશ્રધ્ધાળુઓ પુરાણની રોચક નવલક્થાઓને ધર્મગ્રંથો કરીને ટાપોટા પાડીએ છીએ.
    મને ખબર છે કે તમને અને તમારા જેવા ધાર્મિક લોકોને આ વાત નથી ગમવાની. પણ હું તો જે માનું છું એ બિન્દાસપણે જાહેર કરી દઉં છું.

    નવીન બેન્કર

Leave a reply to Raksha Patel જવાબ રદ કરો