*******************************************************************************************
જ્યારે મંદિરમાં દર્શનાર્થે જઈએ છીએ ત્યારે શું આપણે સમગ્ર અસ્તિત્વને લઈને જઈ છીએ. હા, તન જરૂર પગ વડે મંદિરમાં આવી પહોંચે છે. પણ આ અવળચંડુ મન ? કોને ખબર તેનું કોઈ ઠેકાણું હોતું નથી! પછી તે મંદિર હોય કે કોઈ પણ ધર્મનું સ્થળ. જેવા કે ગુરૂદ્વારા કે ચર્ચ. પ્રશ્ન ખૂબ સીધો સાદો છે કે ગહન તે આપણે નક્કી કરવાનું છે. શરીર સાથે મન પણ હોય તે આવશ્યક છે. હકિકત તે ન પણ હોય. મન કોઈના કાબૂમાં રહેતું નથી. તેને પાંખ નથી પણ ગગને વિહરે છે. પગ નથી પણ ગમે ત્યાં પહોંચી જાય છે. જોવા જઈએ તો તેને કોઈ વાહનની જરૂર નથી !
ભલેને મંદિરમાં હોઈએ કે ઘરમાં જીવન સાર્થક કરવાનાં આઠ માર્ગ જો અપનાવીએ તો ઘર મંદિર બને તેમાં શંકા નથી. ખૂબ વિચારને અંતે જણાયું સહુ પ્રથમ શ્રદ્ધા પછી તે ખુદમાં હોય, વ્યક્તિમાં કે ભગવાનમાં ખૂબ જરૂરી છે. જ્ઞાન કાજે યા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં શ્રદ્ધા અગત્યનો ભાગ ભજવે છે.
નૈતિકતા એ જીવનને સરળ તેમજ સાચો રસ્તો બતાવે છે. માણસ માત્રના જીવનમાં નૈતિકતા અગત્યનો ભાગ ભજવે છે. સંસારનું કોઈ પણ કાર્ય નૈતિકતાના ધારા ધોરણ મુજબ કરીએ તો સફળતા કદમ ચૂમતી આવશે તેમાં શંકાને સ્થાન નથી. હા, અનૈતિકતા કદાચ ટુંક સમય માટે ઝગમગાટથી આંજી દે પણ તેનો કરૂણ અંજામ ભોગવ્યા વગર છૂટકો નથી !
જ્ઞાની ભક્ત તો ભગવાનને પણ પ્યારો છે. જ્ઞાનની અમોઘ શક્તિ જગ જાહેર છે. જ્ઞાન એટલે પુસ્તકિયું પઠન નહી. જ્ઞાનની વ્યાખ્યા દરેક માટે અલગ હોઈ શકે. જ્ઞાન આપમેળે મેળવેલું હોય તો જીવન સોહી ઉઠે. ઉધાર જ્ઞાન સમય આવે દગો દેશે.
ઈંદ્રિયોનો સંયમ એ કઠિન પણ અગત્યનો છે. પછી એ આંખનો હોય ,જીભનો કે વાણીનો.ઈંદ્રિયોને સંયમમાં રાખવી એ સહજ નથી. ઋષિ મુનિઓ પણ તેમાંથી બાકાત નથી રહી શક્યા. સુંદર જોવું આંખને ગમે છે. સારા ભોજન, પકવાન, મિષ્ટાન નજર સામે જોઈને કોણ સંયમ રાખી શકે? ભલેને ડાયાબિટિસ થયો હોય ,રસગુલ્લા અને બાસુંદી જોઈ મન ચળી જાય. સ્પર્શેન્દ્રિયનો સંયમ લોઢાના ચણા ચાવવા જેવો અઘરો છે.
પ્રેમ એક એવી મફત વસ્તુ છે જે આપવાથી વધારે પ્રાપ્ત થાય છે. ‘મફત’ શબ્દ બહુ અગત્યનો છે. એક ફદિયુ પણ ખિસામાંથી કાઢવું પડતું નથી. તેમં કજૂસાઈ શામાટે ? સૂર્ય પ્રકાશની જેમ જીવનમાં તાજગી લાવે છે. કૉઇ પણ વ્યક્તિના મુખ પર સ્મિત રેલાવે છે. ત્યાં સુધી કે બિમાર વ્યક્તિ પણ દરદ ઘડીભર વિસરી જાય છે. બસ આપો, આપો ને આપો. પરિણામ મન પસંદ તેમાં શંકાને સ્થાન નહી.
ભાઈચારો સહુની સાથે હળી મળીને રહેવું એ તો મંગલ પ્રસંગ છે. કોઈ નાનું નથી કોઈ મોટું નથી. સર્જનહારની કમાલ જુઓ સહુને ઘડતાં એક સરખો સમય લાગે છે. હા, દરેકના રંગ, રૂપ અને પરિસ્થિતિ અલગ જરૂર હોય છે. કિંતુ હ્રદયના ભાવ અને અંતરની ઉર્મિ એક સરખી. લાગણી અને સ્વમાન સહુને હોય. સહુ પ્રત્યે આદર અને વિવેક પૂર્ણ વર્તન દુનિયાને તેની તાતી જરૂર છે.
સહ્રદયતા પૂર્વકનું આચરણ વેર ઝેર ખતમ કરશે. મારું , તારું, ધર્મના ભેદભાવ સઘળા વિલિન થશે. સહુને પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર છે. બળજબરી કે શિરજોરી વાહિયાત છે. હ્રદયની પાવનતા અને પ્રેમ માનવને માનવ બનાવવા પૂરતા છે.
દૃષ્ટી તેવી સૃષ્ટી . કાળા ચશ્મા પહેરશું તો જગતમાં બધે કાળું જણાશે. જેવી ભાવના અને નજર તેવું તમારું જગત. આ પૃથ્વી પર જીવન સદીઓથી છે. કુદરતના નિયમ પર કોઈનું શાસન ચાલતું નથી નિર્મળ દૃષ્ટી જગતમાં આનંદ ભરશે. મલિન દૃષ્ટી જગતને નરકાગાર બનાવશે. પરિણામ ભોગવ્યે છૂટકો .
જેવું આપશો તેવું પામશો. હમેશા સતકૃત્યથી જીવન મઘમઘી ઉઠશે. કદી ખામી જોવી તેના કરતાં સારું જોવાથી બે ફાયદા. ખામી ઢંકાઈ જશે. જીવન હર્યું ભર્યું બનશે. ચાવી આપણા હાથમાં છે. બસ તાળુ ખોલવાની રાહ જોવાની છે.
મનુષ્ય દેહ દુર્લભ છે. જીવન સાર્થક કરવું એ આપણા તાબામાં છે. નવરાશના સમયે વિચારવું રહ્યું. શું કરશું ? નાની નાની જગની વાતોમાં અટવાઈ આ અણમોલ સમય વૃથા ગુમાવવો કે પછી તેનો સદઉપયોગ કરવો. જીવનમાં કશું અટકતું નથી. આપણી હયાતિમાં પણ આ જગનો વ્યવહાર ચાલે છે. કાલે આપણે નહી હોઈએ તો પણ ચાલશે તેમાં મિનીમેખ નથી ! પંચ મહાભૂતમાંથી બનેલો આ પંચકોષનો દેહ જેમાં વિજ્ઞાનમય કોષ સમાએલો છે તેનો ઉપયોગ કરીએ.
Bhale bhagvan ne joya nathi pan koik to evi che k j bhramand chalave. Anaj pachave che kon ? Rat na kona bharose suivjaiye che k savare uthadse j . Samudra ma aatlu jal kyathi aaviyu ? Karm no hisab kevo same aavi ne ubho rahe che. Jindgi ma gana prashn che k jena uttar nathi. Me ek j vat sikhi che k pote aarsa same ubha rahi sako evi niti thi jivo. Jindgi shanti thi pasar thashe . Lekh khub j vicharta kari muke evo . Khub saras….
Upar second line ma shakti lakhvanu rahi gayu. Koik to evi shakti che k j …..
સરસ વિચારો. ગમ્યા. આવુ લખતા રહો એવી શુભેચ્છા.
પ્રેક્ષક બનીએ તો?