૧લી મે. ( ૨૦૧૬)

1 05 2016

gujarat

 

 

 

 

 

 

**************************************************************************************************************************************************

 

૧લી મે. ( ૨૦૧૬)

ગુજરાતી હોવાને નાતે ગુજરત દિવસનું મહત્વ લાગે. મુંબઈમાં જન્મી તેથી મહારાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય
એ સ્વાભાવિક છે. તે છતાં સહુ પ્રથમ હું ભારતિય છું. છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકામાં તેથી અમેરિકન
છું. હવે કૃષ્ણ ભગવાનની જેમ નંદબાબા, યશોદામૈયા, દેવકી, વાસુદેવ બધા છે, કોને વહાલાં ગણીએ
કોને પરાયા?

**
તેમ છતાં આજે દિલમાં ઉમંગ છે, હૈયે હરખ છે. ભારતમાતાના પનોતા પુત્રએ ગુજરાતની ધરતી પર
પહેલો શ્વાસ લીધો. દેશના વડાપ્રધાનના પદને સોહાવી રહ્યો છે. એ ભલે જડ હોય પણ લાંચિયો નથી.
કોઈ સગાં વહાલાંને પદવી પર બેસાડી ભારત માતાની ખુલ્લે આમ લુંટ ચલાવતો નથી. બાકી વિચાર
કરો અબજોની સંખ્યાના માણસોને એક સુત્રે બાંધવા એ કોઈ નાની સુની વાત નથી ! કોંગ્રેસે આટલાં
વર્ષો શું કર્યું ? છેલ છબીલા ગુજરાતીને કામ કરવા દો. એનાં કામમાં રોડાં ન નાખો.

**
ગુજરાતીની તાકાતથી કોણ અજાણ્યું છે? તેની કાર્ય કરવાની ઢબ અને કૌશલ્ય બન્નેની ઈતિહાસ ગવાહી
આપે છે. કહેવાય છે,”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ! લખનારે કલમ અને
સ્યાહીની કમાલ શબ્દો મારફત પ્રસ્તુત કરી. ‘ગૌરવવંતો ગુજરાત દિવસ’ જય જય ગરવી ગુજરાતના
ગાણા સંભળાવે છે.

**

ગુજરાતીઓના રાસ અને ગરબાએ તો આખી દુનિયામાં ધુમ મચાવી દીધી તે ખૂબ આનંદ સહિત
ગૌરવની વાત છે. ગુજરાત તારી દિવાળી અને હોળી બેનમૂન છે. ઘરે ઘરે સાથિયા, દિવડા અને હોળીના
અપવાસ. ગુજરાત દિવસની ભવ્યતાનું ચાલો ઉમળકાભેર સ્વાગત કરીએ.

**
ગુજરાતીએ ધરતીના વિશાળ પટ પર ફેલાઈ ભારતમાતાના નામ સાથે ગુજરાતની અસ્મિતાનું સચોટતા
પૂર્વક ચિત્રણ કર્યું છે. ભારતના દરેક રાજ્યની વિશિષ્ટતા છે.ખાણીપીણી,પોષાક,રિતરિવાજ,આધુનિકતાની
ઉજાણી યા તહેવારની ઉજવણી. દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓની બોલબાલા. વ્યાપાર અને ધંધાની કુનેહમાં
તેને કોઈ આંબી ન શકે ! ૨૧મી સદીમાં કમપ્યુટર અને ભણતર બન્નેમાં તેનો નંબર અવ્વલ !

**
આજના ‘ગુજરાત દિવસ’ની સહુને શુભ ‘ગુજરાતી’ કામના. તમારી આકાંક્ષા ફળે. તમારા ધ્યેયને હાંસિલ
કરવામાં સરળતા સાંપડે ! દેશની ઉન્નતિ અને પ્રગતિ કૂદકે અને ભૂસકે વધે! આપણે સહુ તેમાં કમર કસી
પોતાનો ફાળો નોંધાવીએ !

**
” ગુજરાત હિંદનો છે એક ભાગ જયહિંદ, જયહિંદ બોલો સાથ” !

Advertisements

ક્રિયાઓ

Information

One response

3 05 2016
vibhuti

thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: