શ્રી મહાપ્રભુજી

5 05 2016

શ્રી મહાપ્રભુજીએ મારગ ચિંધ્યો વાટડી મેં સ્વિકારી
પુષ્ટિમારગથી પ્રિતડી બાંધી  જીવન નાવ  હંકારી

શ્રી કૃષ્ણ શરણં મમનો મંત્ર રહી ઉચ્ચારી
અષ્ટાક્ષરનો જાપ જપતાં આંતરડી મેં ઠારી

તુલસી માળા કંઠે દીધી નિર્ગુણ બ્ર્હ્મ સાકારે
ભવસાગરને પાર કરવા પ્રગટ્યા ભૂતલ આપ

અંધારા ઉલેચી વલ્લભે પ્રકાશ દીધો પ્રસારી
પ્રેરણા દીધી હાથ ઝાલ્યો કૂચ રહી છે જારી

વલ્લભની સેવામાં હરપળ દીનતા દિલમાં ધારી
વલ્લભની વાણી મીઠી સુણવી લાગે પ્યારી

વૈષ્ણવ ઉપર કૃપા કરીને વિનતી લો સ્વિકારી
અંત સમયે પ્રાણ ત્યજું તારા નામની બલિહારી


ક્રિયાઓ

Information

5 responses

5 05 2016
chaman

તુલસી માળા કંઠે દીધી નિર્ગુણ બ્ર્હ્મ સાકારે
ભવસાગરને પાર કરવા પ્રગટ્યા ભૂતલ આપ

આ પંક્તિઓમાં બીજી પંકતિઓની જેમ પ્રાસ કેમ નથી? એ હોય તો સુંદર બને. ભાવ સારો છે.

5 05 2016
Pravina Avinash

Thanks for comment. I will rewrite them. Jay Shree Krishna

5 05 2016
Pragnaji

khub sars pravinaben

5 05 2016
Navin Banker

ખુબ સરસ. પણ નો કોમેન્ટ્સ.

6 05 2016
Devika Dhruva

સહેજ સહેજ ફેરફાર કરી ફરી લખશો તો વધુ લયબધ્ધ થશે.
ચિમનભાઈની વાત સાચી છે.
દા.ત.
તુલસી માળા કંઠે દીધી નિર્ગુણ બ્રહ્મ અવિનાશે
ભવસાગરને પાર ઉતરવા પ્રગટ્યાં એ સાકારે.
અંધકારને ભેદી વીંધી, વલ્લભ તેજ પ્રસારી
પ્રેરણા દીધી, હાથને ઝાલી, કૂચ રહી છે ન્યારી.

આવું કંઈક વિચારી જુઓ…મઠારી જુઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: