શુક્રવાર . ૧૩

13 05 2016

ત્રીજ અને તેરસ આપણામાં પ્રખ્યાત છે. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો મૂહર્ત જોવું ન પડે. પેલી કાશી ડોશી

જીવતાં જીવ એવું મગજમાં ભરાવી ગઈ હતી કે ભુંસાતુ નહી. જ્યારે અમેરીકનો આપણાથી ઉંધા ! એમાંય જો

૧૩ તારિખે, શુક્રવાર હોય તો તોબા પોકારાવે. સવાર થઈ નથી અને ટી.વી. પર ચાલુ થઈ જાય.

આખા દિવસમાં જ્યાં પણ જઈએ ત્યાં, ‘રિમેમ્બર ટુ ડે ઈઝ ફ્રાઈડે ધ થર્ટીન”. રખે માનતા અમેરિકનો વહેમી નથી !

અરે, આપણા ગામડિયા લોકો કરતાં વધારે વહેમી છે. આજે એ જ રામાયણ. ઘરેથી નિકળતાં મોડું થઈ ગયું. તેમાં

પાછો વિક એન્ડનો ટ્રાફિક.બાકી હતું તે ‘૬૧૦ સાઉથ રિપેરિંગ’ માટે બંધ. ડી ટુર લઈને જવાનું હતું. જોબ પર

પહોંચી ૪૦ મિનિટ મોડી. સાંજના મિત્રની દીકરીની સગાઈમાં જવાનું હતું.

ઘરેથી નિકળતાં અલ્ટીમેટમ મળી ગયું હતું, ‘સાંજના વહેલી આવજે વિક્ટોરિયા જવાનું છે’. ૧૦૦ માઈલ દૂર. મુખ

પર ગભરાહટ કેવી રીતે છુપાવવો. મારી સાથે કામ કરનાર ડેબી બોલી, ‘રિલેક્સ, બ્રીધ ડીપલી એન્ડ  સ્ટર્ટ વર્ક’.

‘યા, યુ કેન સે ધેટ, ટુ ડે ઈઝ નોટ માય ડે’.

‘વાય’ ?

પછી તેને આખી રામાયણ સંભળાવી. જોરથી હસી પડી.

વૉટ ઈઝ ફની ?

આર યુ અમેરિકન ?

નો ! યા, આઈ એમ સિટિઝન’.

‘વાય ડુ યુ બિલિવ ઈન ઓલ ધિસ ન્યુસન્સ’?

આઈ ડોન્ટ’!

ડેબી મારી જોબ ઉપરની અને પછી પણ ખૂબ સુંદર મિત્ર છે.સાથે લન્ચમાં અને મુવી જોવા જતાં. એ પણ એકલી

અને હું પણ એકલી.અમારી જોડી સારી જામી હતી. મારી કામ કરવાની કળા અને કૌશલ્ય જોઈ તેને નવાઈ લાગતી.

અમે બન્ને એકબીજાને મદદ કરતાં.કુદરતી બને તેમ અમને બન્નેને મળતી સફળતા જોઈ બીજ લોકો ઈર્ષ્યા પણ કરતાં.

ખેર, એ વાત જવા દો.  સાંજના ઘરે સમયસર પહોંચાય તેવા કોઈ ચિન્હ જણાતાં ન હતાં.

ડેબીની ડેસ્ક પાસે જઈ ઉભી રહી !

‘નાઉ વૉટ’.

મારી સ્થિતિ સમજાવી.

‘યુ સિલી ગર્લ, કૉલ યોર ડૉટર ટુ ગો ફોર ફંકશન વિધાઉટ યુ”.

ખરેખર ! મારી હિમત ચાલતી ન હતી. સગાઈ મારા મિત્રની દીકરીની હતી પણ બહેનપણી તેની હતી. મારા મિત્રને

હું સમજાવી શકીશ.દીકરીને મોઢે કહેવાની હિમત ન હતી. ફોન ઉપર બિઝી છું કહી એક વાક્યમાં પતાવી દીધું.

ડેબી મારી હિમત જોઈ ખુશ થઈ ગઈ. કામ પરથી નિકળતાં રોજ કરતાં પણ મોડું થયું. અમે બન્ને એ “ફ્રાઈડૅ ધ

થરટીન્થ” ઉજવવાનો પ્લાન કરી હસતાં હસતાં ઓફિસના એલિવેટરમાં ‘૧૩મે’ માળેથી બસ સ્ટૉપ પર જવા રવાના

થયા !

Advertisements

Actions

Information

One response

14 05 2016
rekha Patel

My lucky day:)

Rekha Patel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: