છૂપો રૂસ્તમ***

31 05 2016

secret

 

 

 

 

 

 

 

 

 

*************************************************************************

‘આજે  હું મોડી આવીશ’.

‘ કેમ આજે વળી પાછું શું છે’?

‘આજે મિટિંગમાં બધું નક્કી કરવાનું છે’.

‘બસ હવે આવતા રવીવારે થવાના ભવ્ય કાર્યક્રમ માટૅનાં છેલ્લા નિર્ણયો લેવાના છે’.

‘અરે, પણ તું તો રવીવારે તારા મેડિકલ સેમિનારમાં જવાનો છે’.

‘હા, ડાર્લિંગ’. કહી મોઢા પર મધુરું મુસ્કાન ફરકાવતો પરમ ચા પીને ઉભો થયો.

પારો નારાજ થઈ, નિરાશાની વાદળી તેના મુખ પર પ્રસરી ગઈ. રવીવારના કાર્યક્રમનો સમગ્ર દોર તેના હાથમાં હતો. તેનો પતિ ગેરહાજર રહે તે માન્ય ન હતું. બીજો કોઈ ઈલાજ પણ ન હતો. સ્ત્રી મંડળમાં તે સેક્રેટરી હતી. પ્રમુખ તેની ખાસ સહેલી એટલે તેને માથે બેવડી જવાબદારી રહેતી. બાળકો કૉલેજમાં હતા. જેને કારણે ઘરમાં ખાસ કામ રહેતું નહી. પરમ તેના ક્ષેત્રમાં ખૂબ નામ કમાયો હતો. પરમ અને પારોનું કાર્યક્ષેત્ર એકદમ ભિન્ન હતું.  જેમ લોહચુંબકના વિરૂદ્ધ પરિબળો એકબીજાને આકર્ષે તે નિયમ અંહી બરાબર લાગુ પડતો. પ્રેમની સીમા ન હતી એ જ્રેટલું સાચું હતું તેટલું બન્ને સાથે સમાજમાં ક્યાં સાથે દેખા ન દે એ સત્ય હતું !

ચાલો સાથે દેખા ન દે એ મંજૂર, પણ તેના કાર્યમાં પ્રોત્સાહન જરૂર આપે. પારો તેથી તો તેના કાર્ય માટે મશહૂર હતી. તેના વિષે આવતાં લેખ અને ફોટા જોઈ પરમ પોરસાતો. બહુ ખુશ હોય ત્યારે આલિંગન કે ચુંબન આપવામાં ઉદારતા દર્શાવતો. છેલ્લ બે દિવસથી પારોના દર્શન પણ થયા ન હતાં. પરમ આવે ત્યારે એ ઘરમાં ન હોય. રાતના મોડેથી આવે. પરમ વહેલી સવારે જાય ત્યારે તેની ઉંઘમાં ખલેલ ન પહોંચે તેમ તૈયાર થઈ હૉસ્પિટલ જવા નિકળી જતો.

આજે તેનું આવી બન્યું. પારો એ ફૉન જોડ્યો.

‘ડૉક્ટર સર્જરીમાં છે’. નર્સે જવાબ આપ્યો. એક પછી એક આજે તેને ચાર ઑપરેશન કરવાનાં હતાં. ફૉન કરવાનો સમય મળે તો કરે ને? ત્યાં સુધીમાં પારોના બીજા બે ફૉન આવી ગયા. પરમને મનમાં થયું, ‘આજે ઘરે જઈશ તો ખેર નથી. વળી કેલેન્ડરમાં જોયું તો જણાયું ,’આજે મેમ સાહેબા રાતના ઘરે નહી હોય’. હજુ તો વિચાર કરે છે ત્યાં પાછો ફૉન આવ્યો. કપડાં બદલી ચાને ન્યાય આપવા બેઠો હતો.

‘આજે ઘરે આવવાનું છે’?

‘કેમ તો ક્યાં જવાનો’.

‘મેરિયાટમાં’.

‘કેમ’?

‘મેં ઘરનું તાળું બદલ્યું છે. નોકરોને ચેતવણી આપી છે, સાહેબ આવે તો બારણું નહી ખોલવાનું’.

‘કેમ, મારો કાંઈ વાંક ગુનો’?

તું મને પૂછે છે. કેટલી વાર કહ્યું છે, તુ હૉસ્પિટલ જવા નિકળે ત્યારે મને ઉઠાડવાની.’

‘હા, મેમ સાહેબા કાન પકડું છું. ભૂલ થઈ ગઈ. જોઈએ તો ફાંસી આપ પણ કાળાપાણીની સજા ન કર’.

પારો હસી પડી. પરમે કપ નીચે મૂકીને જોરથી ફૉનને કીસ કરી. જે પારોને પહોંચી ગઈ.

કાર્યક્રમને દિવસે પરમે ચા બનાવી . બંને જણાએ સાથે બેસીને ચા પીધી.  તેને ગુડલક કહી ગાડી સુધી વળાવી આવ્યો. પછી તૈયાર થઈ ખંડાલા જવા નિકળ્યો. જ્યાં આખા દિવસનો સેમિનાર હતો. સાંજના સાડા પાંચે બધું પુરું થયું. હવે શોશ્યલી બધાને મળી ડીનર લેવાનું હતું. મનમાં કંઈક નક્કી કરી ઉભો થયો. સેમિનારનો દોર વાઈસ પ્રેસિડન્ટને સોંપી ગાડીમાં બેઠો.

પારો નો કાર્યક્રમ સાત વાગે શરૂ થવાનો હતો. સીધો ક્રૉફર્ડ માર્કેટ તેના મનગમતાં  ફૂલવાળાની દુકાને જઈ મોટો સરસ પારોની પસંદના ફુલોનો ગુલદસ્તો ઉભા રહી બનાવડાવ્યો. પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. ડાબી બાજુ એક સિટ ખાલી જોઈ બેસી ગયો. પારોને તો સ્વપને પણ ખ્યાલ ન હતો. પરમ આવશે ! તેના મનની ઈચ્છા જરૂર હતી.

પ્રોગ્રામ પૂરો થવા આવ્યો. બધા સંચાલકોનું અભિવાદન થતું હતું. તેમના કાર્યની પ્રશંશા થતી હતી. અચાનક પારોની સામે આવી ગુલદસ્તો ધર્યો*******

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

31 05 2016
Vijay Shah

saras

Vijay D shah

31 05 2016
P.K.Davda

બહુ સરસ.

31 05 2016
pravinshastri

ટુંકી વાર્તાઓ લખવાનું તમારી પાસે જ શીખવું પડશે. માનું છું કે આ પણ “માઈક્રોફોક્ષન” જ કહેવાતી હશે ખરું ને?
થોડા શબ્દોમાં તો ઘણી વાતો રજુ કરવી એ સહેલું ન થી જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: