“ગુજરાતી સાહિત્ય સરિતા” ૧૬૫મી બેઠકનો અહેવાલ ઉપપ્રમુખ***પ્રવીણા અવિનાશ

14 06 2016

હ્યુસ્ટનની”ગુજરાતી સાહિત્ય સરિતા”ની ૧૬૫મી બેઠકનો અહેવાલ **પ્રવીણા અવિનાશ

***********************************************************************

પ્રતિકૂળ હવામાનને કારણે જ્યારે ભારતના  શ્રી. ભાગ્યેશ જહા મુખ્ય મહેમાન હોય ત્યારે કેટલા જણા આવશે એ પ્રશ્ન મનને મુંઝવી રહ્યો હતો. પ્રમાણમાં યથા સમયે  ‘ઑસ્ટીન પાર્ક’ના સભાગ્રહમાં મોટા ભાગના બધા સભ્યો હાજર હતાં.  ત્યાં ‘ગુણવંતી ગુજરાત’ના શ્રી અજીત પટેલની સાથે મોંઘ્રેરા મહેમાનને પધારતા જોયા.

પ્રમુખ ઈંદીરાબહેને આજની સભામાં આવવા માટે સહુનો આભાર માન્યો. મુ. અશોકભાઈને પુષ્પ ગુચ્છ અર્પણ કરવા બોલાવ્યા. ત્યારે પછી મુ. મુકુંદગાંધીએ ગ્રિષ્મ ઋતુમાં શાલ અર્પણ કરી {ઓઢાડી} તેમનું બહુમાન કર્યું. ખુબ સુંદર રીતે આ કાર્ય પુરું થયું. શ્રીમતી ભાવના બહેને સરસ્વતિ વંદના કરી

શ્રી કમલેશ લુલાને, શ્રી ભાગ્યેશ જહાની ઓળખાણ આપવા માટે આમંત્રણ આપ્યું. ખુબ સૌમ્ય અને હસમુખા આપણા ‘નાસા’ના વૈજ્ઞાનિક કમલેશભાઈએ સુંદર પરિચય આપ્યો.

‘સંસ્કૃત જેમની દાદી છે’

‘ગુજરાતી જેમની માતા છે’.

‘હિન્દી જેમની માસી  છે’

‘અંગ્રેજી જેમની પાડોશણ છે’.

પરિચય આપવાની કમલેશ લુલાની આગવી શૈલી છે. શ્રી ભાગ્યેશ જહા વિષેના શરૂઆતના શબ્દો શ્રોતાજનોએ ખૂબ વખાણ્યા.’ પોતાને વ્યાકરણમાં વ્યાધિ છે’, કહી સહુને મનોરંજન પુરું પાડ્યું. ‘શ્રી ભાગ્યેશ જહાનો પરિચય આપવો એટલે સૂર્ય સામે દીવો ધરવો’! તેમના કેટલાય પુસ્તકોનું  વિમોચન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદી બહેનના હસ્તે થયું છે એમ જણાવી  તેમની ગરિમા જાળવી. શ્રી ભાગ્યેશ જહા સાથેની પોતાની જૂની ઓળખાણ તાજી કરતાં ગૌરવ અનુભવ્યું. વડોદરાના વતની ને ‘બેસ્ટ કલેક્ટર’નો એવૉર્ડ મળ્યો હતો એ પ્રસંગની સહુને જાણ કરી  શ્રી ભાગ્યેશ જહાના હાથમાં સભાનો દોર સોંપ્યો.

આદરણિય મોંઘેરા મહેમાને સંસ્કૃત ભાષામાં શરૂઆત કરી’ એવા સૂદર અને સરળ શબ્દો સંસ્કૃતના હતાં કે કોઈને એમ ન લાગું અમને સમઝ પડતી નથી.  કમપ્યુટર ઉપરના સુંદર શ્લોક્થી સહુને પ્રભાવિત કર્યા. ્કાવ્યોના રસાસ્વાદથી તેમના કાવ્યનો પરિચય કરાવ્યો. વિધવિધ ક્ષેત્રે તેમણે કરેલા કાર્યોથી  અને મેળવેલી સિદ્ધિઓથી સહુને વાકેફ કર્યા.તેમની કર્મશીલતા ખરેખર ખૂબ પ્રેરણાદાઈ રહી. “હું જ મારી એકલી સરકાર છું’.  જેમાં તેમની પ્રતિભા છતી થાય છે. ‘કવિતાની જનેતા વેદના ‘ એ સત્ય છતું કર્યું.

પ્રેમ પ્રદર્શિત કરી પોતાનું પ્રેમાળ હૈયું સહુની સમક્ષ ખોલ્યું. ઝરણાં તેમની પ્રિય પત્નીનું નામ છે. ” ઝરણા બની પહાડ ઓગળતાં રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા.” શબ્દે શબ્દમાં પ્રેમની અનુભૂતિ છતી થાય છે. “તમે આવજો કહ્યું ને અમે થાકી ગયા”. થાક પણ કેવો લાગે માત્ર શબ્દના અહેસાસથી ! જળની પ્રવાહિતા, ” તમે અંહીથી ન જાઓ તો સારું રહે, આ જળને વહેવાનું કાંઇ કારણ રહે’. તેમના ભાવ, સાદા શબ્દોનું ઉંડાણ સઘળું દર્શાવવાની તેમની કળા દાદ માગી લે તેવી છે.

એમની રચના,  “અમે તો એક્ટીવીસ્ટો ‘ સહુએ ખૂબ આતુરતાપૂર્વક માણી. છ મહિના વૉશિંગ્ટનમાં રહ્યા ત્યારે તેમનો પુનઃજન્મ થયો તે કહેતા ગર્વ અનુભવ્યો. પહેલો જન્મ માતાની કૂખે, બીજો જનોઈ પ્રસ્સંગે, ત્રીજો ‘રિટાયર્ડ’ થયા ત્યારે અને ચોથો વૉશિંગ્ટનમાં. તેમની રજૂઆત કરવાની શૈલી, વૈવિધ્ય, વૉશિંગ્ટનના ટોપાએ અને કેનેડીને શ્વાસમાં અનુભવ્યા. ‘ભગવદ ગીતા” વિષે ઉંડો અભ્યાસ આદર્યો. તેમના રમુજી સ્વભાવને છતો કર્યો.’ કૃષ્ણ અને ગીતા’ના  ઉંડા અભ્યાસી છે. ‘હું મહેસાણાનો છું ( મૈં શાણા).’ પેલા યુ ગાન્ડાના છે.’ શબ્દોની રમૂજ સહુને ગમી. વૉશિંગ્ટનની મેટ્રોની સર્વિસને “મેટ્રો નામનું ગાડું’ કહી આપણા ભારતના ગામડાને યાદ કયા. ગ્રામિણ વિસ્તારના લોકોની ભાષા, પહેરવેષ, વાણી, વર્તન અને ખોરાક બધાનો ઉલ્લેખ કરી પોતાના બાળપણને સ્મર્યું.

૧૯૯૨માં ‘શ્રી ઉશનશના’ હસ્તે તેમના પહેલા કાવ્ય સંગ્રહનું વિમોચન થયું.

‘પરિવાર’ ઉપરના કાવ્યો એ સહુને લાગણીમાં તરબોળ કર્યા. દીકરીના બાપના હૈયાનો ચિતાર રજૂ કરી  વાતાવરણ ભાવવિભોર બની ગયું.  તેમની કૃતિ,” મેં તો ઝેરનો કટોરો સહેજ પીધોને અંગ અંગ મીરા ફૂટી”. તેમની કલમનો કસબ શ્રોતાજન આફ્રિન થઈ ગયા.પૂજ્ય પિતાના અવસાન સમયે થયેલી વેદનાનો ચિતાર સહુના હૈયાને હલાવી ગયો. ‘પિતા કેંદ્રિત મારું વ્યક્તિત્વ છે ‘,કહેતાં તેમના મુખ પર પિતા માટેની લાગણીઓ રમી રહી. ભાત લઈને જતી ગ્રામિણ સ્ત્રીનું ચિત્ર સહુને ભારતના ગામડામાં ઘસડિ ગયું. “કેમ છો ડિયોર, હમજ્યાને મારા ડિયોર” ગ્રામિણ ભાષામાંથી ટપકતું  વહાલ અને તળપદી શબ્દોનો ઉપયોગ સોહામણો લાગ્યો. પતિ અને પત્નીના વહેવારમાં “નામથી” સંબોધન ન હતું છતાં પ્રેમની નિર્મળ ગંગા વએતી કરી સહુને પોતાના બાળપણના દિવસો યાદ કરાવ્યા. હાજર હતાં એ સર્વેને ખબર હતી તેમના માતા પિતા કઈ રીતે સંબોધન કરતા હતાં.

‘એસ એમ એસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં મળવાનું રાખો’. એક પછી એક તેમની રચનાઓ સાંભળવાનો લહાવો સહુએ માણ્યો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે ૧૦ વર્ષ કાર્ય કરવાનો મોકો મળ્યો હતો. તેમની વાણીમાંથી નિકળતા અનુભવોની ગંગામાં સહુ તણાતા રહ્યા. રિટાયર્ડ થયા પછી ‘સાહિત અકાદમીના અધ્યક્ષ બન્યા’.

અત્યારે  મહાભારતની “ગાંધારી,” સો પુત્રોની માતા વિષે ઉંડો અભ્યાસ કરી  કશુંક નવીન પ્રસ્તુત કરવાની પેરવીમાં છે. તેમને ઘણું બધું કરવાની તમન્ના છે. તેમની પ્રતિભામ કાર્યકુશળતા અને વિદ્વત્તા તેમની સાથે ભાથામાં છે. દરેકના મુખ પર આજના કાર્યક્રમની સફળતાના ચિન્હો સ્પષ્ટ જણાતા હતાં.

પ્રવીણા અવિનાશે ૧૭મીના “ગુણવંતી ગુજરાતના” કાર્યક્રમમાં આવવાનું સહુ મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપ્યું. મહાગ્રંથમાં જેમનો સમાવેશ છે તે સહુને ‘નિઃશુલ્ક” ટિકિટ આપવાની જાહેરાત કરી. સહુનું સનમાન કરવાના છે તે જણાવ્યું.   શ્રી ભાગ્યેશ જહા, કાજલ ઓઝા અને જય વસાવડાને માણવાનું એલાન કર્યું. સહુના સહકારની આશા વ્યક્ત કરી. હ્યુસ્ટનના “ગુજરાતી સાહિત્ય સરિતા”ને કારણે આ મહાગ્રંથનું સર્જન થયું તેનો નમ્ર સ્વીકાર કર્યો.

શ્રી સતીષ પરીખે આભાર વિધી કરી. સમુહમાં શ્રી ભાગ્યેશ જહા સાથે તસ્વીર ખેંચાવી.  મજાનો નસ્તો કરી સહુ છૂ્ટા પડ્યા,

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

16 06 2016
Chhaya Sachdev

Superb ,Saras

17 06 2016
Jyoti Shah

Excellent..

Jyoti Shah

17 06 2016
Sunil V mehta

Nice Job

Sunil Mehta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: