હેપી ફાધર્સ ડે

18 06 2016

 

father

 

 

 

 

 

 

***********************************************************************************

 

 

આજના દિવસે મને મારા, મારા પતિના અને મારા બાળકોના પિતાની યાદ આવે એ સ્વાભાવિક છે. નાનપણથી મસ્તીખોર હોવાને કારણે નવરાત્રીના ગરબામાં કહેતી ” માત્ર માતાના ગરબા ગાવ છો, કોઈ પિતાના ગવડાવોને”.

મારા પિતાને ખૂબ વહાલી હતી. મારા પતિના પિતાને મળવાનું સદભાગ્ય મને મળ્યું ન હતું. પરિચય માત્ર પતિ દ્વારા સાંભળ્યો હતો. મારા બાળકોના પિતા ને ખૂબ માણ્યા હતા. તેથી તો આજે પણ તેમની ગેરહાજરીમાં તેમને પ્રેમાળ પત્ર લખી મનની આરઝુ પૂરી કરું છું.

જેમ બાળકની જીંદગીમાં ‘માતા’ અગત્યનું સ્થાન  પામી ચૂકી છે, તેમ પિતા પણ સમાન સ્તરે છે. તેઓ બાળકને જન્મ ન આપી શકે તે કુદરતનો અફર નિયમ છે. કિંતુ તેમના પ્રેમાળ સહકાર વગર બાળકનો જન્મ સંભવિત નથી તે પણ  સનાતન સત્ય છે. આજના મંગલ દિવસે સહુ પિતાને ખૂબ પ્યાર, પ્રણામ અને આદર. જગત પિતાને વંદન.

બાળપણના મધુર સ્મરણો ચક્ષુ સમક્ષ ઉભરાઈ આવે. ખાનગી વાત કહું ! બાળપણમાં જ્યારે મારા મોટાઈ બહારગામ જાય ત્યારે દરવાજામાં ઉભા રહેવાનું.

“દાપુ આપતા જાવ”.

એટલે પૈસા પછી જે પણ આપે તે વાપરવાની મઝા પડૅ.

હવે લગ્ન પછી મેં પૂછ્યું,’મોટાઈ આમ ઉભા રહેવાય? ” વહાલથી કહે, ‘હા બેટા હમેશા’.

હાથ લંબાવી મેં કહ્યું,’ દા્પુ આપતા જાવ’.

જો કે આવા સંજોગ ઓછા બનતાં પણ ફાયદો એ હતો કે લગ્ન પછી રકમ મોટી મળતી. જે મને બહુ ગમતું. મારા મોટાઈ સાથેના તો લખું એટલા પ્રસંગો ઓછાં છે. મમ્મી હમેશા કાંઈ પણ કામ કઢાવવાનું હોય તો મને કહેશે,

“જા તારા બાપાને કહે’.

મને એક પણ પ્રસંગ એવો યાદ નથી મારા મોટાઈએ મને ના પાડી હોય. હા, એક છે. કદાપી રહેવાની ટ્રીપમાં જવા દેતાં નહી.  બી.એ.ના વર્ષમાં તેમની રજા લઈને “ઈલોરા અજંટા” એન.સી.સી.ના કેંપ માં જઈને મારી મનોકામના પૂરી કરી. મોટાઈ તમને ખૂબ યાદ કરું છું પ્રેમ અને આદર હમેશા દિલમાં ભરાયેલા છે.

પતિના પિતાજી ,મારા પૂ. સસરાજી વિષે જરા પણ અનુભવ નથી. હા, એક વાત યાદ છે. તેમને ગાંઠિયા ખૂબ ભાવે. હમેશા અવિનાશને મોકલે. તે દોડતાં દોડતાં જાય કારણકે,’ બાલુના પેંડા’ની જેમ અડધા ખાઈને કાકાને આપે. અવિનાશ તેમના પિતાને ‘કાકા’ કહેતાં.

મારા બાળકોના પિતાની વાત કરવા બેસીશ તો તમને ઉંઘ આવશે. ખૂબ રસપ્રદ કહાનીઓ છે. બાળકોને જે પ્યાર આપ્યો છે તે અનહદ છે. આજે ૨૧ વર્ષે પણ પપ્પાની વાતો કરતાં થાકતા નથી. અવિ તમે ભલે ભરજુવાનીમાં ગયા પણ પરિવારના સહુના અંતરમાં તમે ધબકો છો. આજે તમારા વગર” ફુલવાડી સિંચિત થઈ છે’. સુગંધ ચારે દિશામાં પ્રસરી રહી છે. તમારા આશિર્વાદ અમારી સહુની સંગે છે. તમે બાળકોને વઢતા તો પણ તમારી પાસે આવતાં. તેમને સમજાવવાની તમારી શૈલી મને ખૂબ ગમતી. જેનો મારામાં સદંતર અભાવ છે.

“HAPPY FATHER’S DAY”

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

19 06 2016
Nayana Y Mehta

Pravina ,
Fine wishes . Same to your children and mine too. Though their father is in heaven , he is watching over and guiding them each second of their lives . They were the best father and husband.
God bless , GM, JKN,

19 06 2016
Hansa Mehta

Great memories!
Hansa.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: