ઝેરના પારખાં***2

20 06 2016

envy

 

 

 

 

 

 

***********************************************************************************************************************************************

ઝેર મહમદ બેગડાએ તો પચાવ્યું હતું

આ વ્યક્તિ તો ઝેરથી છલોછલ ઉભરાય છે.

કોઈ પણ વ્યક્તિને જીવનમાં બધી બાજુથી ઝેર મળતું હોય તો તેનો ઈલાજ શો ?

તેની જબાન ઝેર, તેનું વર્તન ઝેર, તેને બધા ધિક્કારે. તેને પ્રેમ પણ ઝેર મિશ્રિત મળે.

દરેક ને તે ઝેરીલી આંખથી જુએ

તે સહુની તરફ ઝેરી્લું વર્તન દાખવે

તેનામાં ભારોભાર ઝેર ભરેલું જણાય

ઝેર એ વ્યક્તિની રગરગમાં ફરતું હોય

તેની ઝેરીલી નજરમાં સહુ માટે ઝેર ટપકતું હોય

આ જીવન ઝેર થઈ ગયું.

આટલું બધું ઝેર કોઈ વ્યક્તિમાં   કેવી રીતે ભરાયું હશે!

શું એ વ્યક્તિ આટલી બધી ખરાબ છે ?

શું એના જીવનમાં ઝેર સિવાય બીજું કાંઈ જ નથી ? ઝેર સદા નિતરે !

જેમ ઝેરના પારખાં ન હોય. તેમ કોઈ પણ વ્યક્તિ આટલી બધી ઝેરથી ભરેલી હોય તે શું શક્ય છે ? ઝેર અને અમૃત એ સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વ્યક્તિ  સમય, સ્થળ, સંજોગ અને પદાર્થને કઈ રીતે નિહાળે છે તે એની નજર અને વિચાર પર આધાર રાખે છે. એમાં જેને જુએ છે એ વ્યક્તિ નિર્દોષ છે ! દોષ હમેશા નિહાળનારના નયનોની કમાલ છે.  અરે કાળિય નાગે પણ કૃષ્ણને છોડી મૂક્યો હતો. પોતાના સહકુટુંબ સાથે જમનાનો ધરો છોડી જતો રહ્યો. જેથી જમના નદીનું  પાણી કલુષિત ન થાય. કોઈ પણ વ્યક્તિની દૃષ્ટી જ્યારે અન્યનું સારું નથી જોઈ શકતી ત્યારે તે,’યેન કેન પ્રકારેણ’ બીજાને હેરાન કરે છે. તેમાં દ્વેષ અને ઇર્ષ્યા મહત્વનો ભાગ ભજવે છે.

તે સમયે તે સારા નરસાનું ભાન ભૂલી પોતાનો કક્કો ખરો કરવા મચી પડે છે. તે સમયે ધ્યાન બહાર જાય છે  કે,’આમાં સામાવાળાનું નહી હું મને પોતાને હાની પહોંચાડી રહ્યો છું, યા રહી છું.’ બીજી વ્યક્તિને સમજવા તે વ્યક્તિના પગરખાંમાં પોતાના પગ નાખવા પડે ! બાકી ખાલી ચણૉ વાગે ઘણો તેવા હાલ થાય. હકિકતમાં તમે ડૉક્ટર હો યા વકિલ પણ જો તમારામાં બુદ્ધીનું સમત્વ ન હોય તો આંખમાં ઉતરેલાં ઝેરનું તમે ભદ્દું પ્રદર્શન કરો છો. તે સમયે તમે વિસારે પાડો છો કે આચરણ યોગ્ય છે કે નહી. કોઈની ભંભેરણી પણ તેમાં બાધા નાખે છે. તેથી તો કહેવાય છે, “મૂર્ખાઓ સાથે વાદવિવાદ ન કરવો. તેઓ સામેવાળી વ્યક્તિને પોતાને ધોરણે ઘસડી લાવી પછી તેમની કુશળતા બતાવી તેમને હરાવે છે’. બને ત્યાં સુધી શાંતિ રાખી સહકારની આશા રાખવી.

ઝેર કાતિલ પણ હોઈ શકે અને ધીમું પણ અસર કરે. જેવું કે સિગરેટ પીવી, અનહદ દારૂ ઢીંચવો યા ઈર્ષ્યાની આગમાં જલવું.  જ્યારે માનવી માટે બધા રસ્તા બંધ હોય છે ત્યારે આ આસાન રસ્તો ખોલી પોતાની મનોકામના સંતોષે છે. જે અયોગ્ય માર્ગ છે. જ્યારે તેની નિંદર ઉડશે ત્યારે સમજાશે. કદાચ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય તો નવાઈ ન પામશો. વેરઝેર અને પ્રેમ વચ્ચે ખૂબ સૂક્ષ્મ રેખા છે. ક્યારે તે પાટલી બદલે તે કળવું મુશ્કેલ છે. ખેર જેમ પ્રેમની કિમત અણમોલ છે. તેમ ઈર્ષ્યા અને વેરઝેર પ્રગતિના પથદર્શક છે. બસ હિંમતભેર ડગ ભરી પ્રયાણ જારી રાખવું. સફળતાના ચરણ ચૂમવા તે પાયાનો પથ્થર બને છે.

વેરઝેર જેટલાં ઓછા તેટલાં સ્વાસ્થ્ય માટે લાભદાયી.  તેમાં ભલે લાભ ઓછાં હોય પણ યાદ, રહે હાનીકોઈ કાળે થવાની નથી!

 

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: