સમાધાન !***

23 06 2016

temper

 

 

 

 

 

 

*************************************************

‘તને ના પાડી હતી’.

‘મને લાગ્યું તને ગમશે’?

‘મને પૂછ્યા વગર આવું કરે તો મને ન ગમે’!

‘આટલા વખતથી આપણે સાથે કામ કરીએ છીએ. આ મારો હક્ક બને છે’.

‘તારો કોઈ હક્ક બનતો નથી’.

‘મારી જાતિય જીંદગીમાં દખલ નહી ચલાવી શકું ‘.

‘આ કાંઈ એવો પ્રશ્ન નથી’.

‘તારા મત પ્રમાણે’.

‘જી’.

‘ચાલ હવે આ વાત છોડીશ’.

‘તું માફી નહી માગે ત્યાં સુધી નહી’.

માફી,  શામાટે?’

બસ વાત ત્યાં અટકી ગઈ. બન્ને જણાએ મોઢું ફેરવી ચાલવા માંડ્યું.

ખબર નહી વર્ષો જુની ઓળખાણ અને દોસ્તી પણ શામાટે વારે વારે વિવાદ !

ગુસ્સામાં બોલાયેલાં શબ્દોથી પ્રેમાનું દીલ ઘવાયું. અરે શબ્દો નહોતા ગમ્યા તો શાંત રહી પછી વાત કરવી હતી. આમ તડ ને ફડ કરવું શોભાસ્પદ નથી. પછી તે મિત્રો હોય કે એક સંસ્થામાં કામ કરતી વ્યક્તિઓ.

વર્ષોનો સુહાનો સંગાથ હતો. એકબીજાને હક્કથી કહી શકતાં. સમય આવ્યે ભૂલ બતાવી સુધારી લેતાં. તો આજે આમ કેમ ? જીવનમાં હમેશા સાવચેતી રાખવી. કોની ક્યારે, કમાન છટકે કહેવાય નહી ?  પ્રાચી આજે ખૂબ ગરમ હતી. એવી મીઠડી કે વાત ન પૂછો. બધા તેની હા માં હા પૂરે. જો ભૂલે ચૂકે એક શબ્દ આડો યા અવળો બોલાઈ ગયો તો તમારી ખેર નથી. આજે એની ઝપટમાં આવી ગઈ તેની ખાસ સહેલી પ્રેમા! પ્રાચી જેટલી પ્રેમાળ તેટલી જ પોતાનો કક્કો ખરો કરાવવાની આગ્રહી. આમ કહેવું કદાચ અતિશયોક્તિ પણ લાગે! સહુને એમ છે કે ,”હું કહું તેમ થવું જોઈએ”! એ સમયે ઉંડો શ્વાસ લેવાનો, જરા વિચારવાનું પછી નિર્ણય લેવાનો હોય!

પ્રેમાના માનવામાં ન આવ્યું કે આવી રીતે પ્રાચી બોલી શકે ? ખેર મોઢું બંધ રાખીને ઘરે ગઈ. અપમાનનો ઘુંટડો ગળી ગઈ.  આવતી કાલે કેટલો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. તેના દિમાગમાં બધું સ્પષ્ટ હતું. હવે છેલ્લી ઘડીએ જો પ્રાચી ન આવે તો તેણે પોતાના પતિ પ્રેરકને બધું સંભાળવાનું કહ્યું. પ્રેમા, નાટક અને કાર્યક્રમોની ‘મહારાણી’. તે જે પણ કાર્યક્રમ હાથ ધરે તે સફળતાને વરે ! કોઈને શંકા ન હોય. બધી ટિકિટો વેચાઈ જવાની ૧૦૦ ટકા ખાત્રી ! હવે કાલે શું થશે એ પ્રશ્ન   મનમાં ઘોળાતો હતો !

જ્યાં ‘અહં’ પ્રવેશ કરે છે ત્યાં ‘સ્વયં અને ત્વં’ને સ્થાન નથી. અહંનો વિશાળ પરિઘ આભને આંબવા મથે છે. પ્રેમા ખૂબ વિચલિત થઈ હતી. પૂર્ણ વિશ્વાસ અને બારિકાઈથી દરેક પાસાને નિહાળ્યા હતા. ઉપરથી નિષ્ફિકર જણાતી હતી પણ અંદરથી ડગી ગઈ હતી. ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. શહેરના મેયર, કાઉન્સિલ જનરલ. બધા છાપાંના તંત્રી અને ખબરપત્રીઓ તથા ટી.વી. ચેનલવાળા આવવાના હતાં. દિલમાં ઉમંગ અને હૈયામાં “થડકો’.

‘જેવા પડશે તેવા દેવાશે’. એક જીવતો જાગતો સહારો અને બીજો જન્મતાની સાથે માતાએ દુધમાં પાયેલો ભરોસો લઈને ગાડી ચલાવી ઘરે આવી. તેને કોઈ ભાન ન હતું કયા રસ્તે ઘરે આવી હતી. આજકાલની બધી ગાડીઓમાં જી.પી.એસ. હોવાને કારણે કાન અને આંખ તેમનું કાર્ય કરે જ્યારે દિમાગ તેનું ! અમેરિકાની બલિહારીથી વાકેફ હતી. કામ કરો, હાડકાં તોડો, જશ મળે તેની ખાત્રી નહી. અરે જશને બાજુએ મૂકો! મિત્રો તેમજ બીજી પ્રજા માથે માછલાં કેટલા ધોશે તેની ખબર નહી ?

ઘરે આવી પ્રેરકને સંબોધીને બોલી,

‘તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે  કાલના સમારંભનું સંચાલન કરજો’.

‘કેમ, પ્રાચીને શું થયું’?

‘તમે ન પૂછો તો નહી ચાલે’ ?

‘સારું, તું આજે ખૂબ વ્યસ્ત છે. તારા દિમાગમાં ખૂબ વિચારોનું ઘમસાણ ચાલે છે ! તને મારા પર ભરોસો છે ? હું બાગડોર સંભાળી લઈશ.’

‘તને ખૂબ ચાહું છું’.

‘તું મારા માટે મઝધારનો ખેવૈયા છે. એક પણ અક્ષર ફરિયાદનો નહી ઉચ્ચારું.’

સૂવા જતી હતી, તે પહેલાં પાછો પ્રાચીને ફૉન કર્યો’.

‘તને ના પાડી હતી. હું નથી આવવાની’.

પ્રેમા નારાજ થઈ. આખી રાત મટકું ન મારી શકી. પ્રેરકે વહેલાં ઉઠી ચા અને નાસ્તો તૈયાર કર્યા. પ્રેમા હસી પડી. ‘એક તું મળ્યો, ભલે ને સારી દુનિયા સાથ છોડે’. કહી પ્રેમથી તેને મીઠું હોઠ ઉપર ચુંબન આપ્યું.

ગેરેજમાંથી ગાડી બહાર કાઢી કહી રાતના તૈયાર કરેલા સરંજામ સાથે ‘આઈ.સી.સી.ના’ હૉલની બહાર ઉતરી. સામેથી ઠસ્સાદાર પ્રાચીને પર્સ  ઝુલાવતી, હસતી આવતી જોઈ  !

 

 

 

Advertisements

Actions

Information

2 responses

23 06 2016
Navin Banker

લખાણ સરસ છે. ગમ્યું. લખતા રહો.

નો હાર્ડ ફીલીંગ્સ.

નવીન બેન્કર

23 06 2016
pravinshastri

આખા બોલો કોઈ મિત્ર એક વાર કહે તો ખરો કે “નો હાર્ડ ફીલીંગ્સ” પણ પણ બિચારાના એ કહેવા પાછળ પણ માત્ર સૌજન્ય કે કોઈ લાચારી જ હોય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: