અશાંત શાંતિ

5 07 2016

 

અશાંત શાંતિ
*************

peace

 

 

 

 

 

*********************************************************************************************************************

” આજે જવાનું છે અને તું હજી તૈયાર નથી ” !

અરે, તૈયાર થતી હતી ત્યાં ફૉન આવ્યો”.

‘મારે કદાચ જવાનું ટાળવું પડશે”.

બેસો તમને માંડીને વાત કરું. જવાનું હતું લગ્નમાં પણ અચાનક આકાંક્ષાની મમ્મી ટેબલ ઉપરથી પડી અને હેમરેજ થઈ ગયું. હવે મારે તેને ત્યાં જવાનું છે. આકાંક્ષા મમ્મી પાસે જશે. મારે માટે અનિકેતને સમજાવવો એટલે આભના તારા નીચે લાવવા.  અનિકેત અને હું બાળકોના ગયા પછી એકલા હતાં. તેમના ગયા પછી આમ જોઈએ તો ઘરમાં શાંતિ હતી.  અનિકેત ખૂબ ઓછું બોલતા. પણ તેમના પ્રેમની હુંફ મળતી. તેમનો ઓછા બોલો સ્વભાવ પહેલેથી જાણતી . જ્યારે  પણ બોલે ત્યારે તેમના બોલમાં પ્રેમ વરતાય. બાળકો વગરનું ઘર સુનું ગણાય. છતાં પણ તેમની હાજરી ,તેમની સાથે વિતાવેલાં મધુરા વર્ષોની યાદ સદા ઘરમાં ગુંજતા જણાય. તેમના ઉછેર દરમ્યાન આખા ઘરમાં કોલાહલ અને મારી વ્યસ્તતા ! એક એક મધુરી પળ માણી હતી. આમ પણ કામનો કદી મને થાક લાગ્યો નથી. બન્ને બાળકો નજીકમાં રહેતાં હતાં. જ્યારે જરૂર પડૅ ત્યારે અમી પહોંચી જતી. દિવસ દરમ્યાન અનિકેત આવે પણ રાતના ઘર ભેગા થઈ જાય.

દીકરીને બની શકે તેવી બધી કળામાં પ્રવીણતા મળે તેનું ખાસ ધ્યાન રાખતી. એનું મુખ્ય કારણ આજે મને મારી આધેડ વયમાં શું કરવું એ પ્રશ્ન પજવતો નથી. મને મારી વહાલી મમ્મીએ કોઈ પણ દિવસ ‘ના’ શબ્દ સંભળાવ્યો નથી. જે કરવું હતું તે મુક્ત મને કરવા દીધું છે. એક શરતે, ‘ઘરનું કામકાજ આવડવું જોઈએ’. આ એ જમાનો હતો જ્યારે ઘરમાં ફોન સુદ્ધાં ન હતા.  મારી દીકરીએ બધી સવલતો સાથે ઘર કામમાં પણ નિપુણતા કેળવી. દીકરો ભણી ગણીને મોટો ડૉક્ટર થયો. ઘરમાં નોકર ચાકરની છૂટ. મારી એકની એક લાડલી વહુ, આકાંક્ષા સાસરીમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. માતા અને પિતાની ખૂબ વહાલી છતાં કદી ગુમાન કે સ્વાર્થનો લેશ છાંટો પણ તેનામાં જડે નહી. પિતા સદ્ધર હતાં. કદી તેમના ઘરનો રૂવાબ કે અહંકારી આચરણ મારા દીકરાને પરણ્યા પછી આચર્યું નથી !

‘બેટા, હું રહેવા આવું છું, તું મમ્મી પાસે જવાની તૈયારી કર. ‘ એકવાર મને ઘર સોંપ્યું પછી તું નિશ્ચિંત રહેજે’. બાળકો મારી સાથે ઘુલમિલ ગયા હતાં. નેની હોવા છતાં દાદીમાન સોડમાં ભરાય. ખબર હતી દાદી ખૂબ પ્રેમ કરે છે.

નાની બેગ ભરીને આવી પહોંચી. અનિકેત કદાપિ રહેવા ન આવે તેમને પોતાના પલંગ સિવાય કશે શાંતિથી ઉંઘ ન આવે. અસિમ  ડોક્તોટર એટલે સ્વાભાવિક  પોતાના કામકાજમાં વ્યસ્ત હોય. મમ્મી આવી હતી તેથી તેને શાંતિ હતી. બાળપણમાં માણેલો મમ્મીનો પ્રેમ તે કેવી રીતે ભૂલી શકે?  આકાંક્ષાએ આવી ને તે દોરી વધારે મજબૂતાઈથી બાંધી હતી. બાપમા ઘરની વાતો અને રીતરિવાજ પિયર્માં છોડીને આવી હતી !સવારના પહોરમાં બાળકો સ્કૂલે જાય , તેમના ટિફિન તૈયાર કરવાના બધું  દાદીની નિગરાની હેઠળ થતું. પેલી નાની શિખા પણ દાદીને જોઈ હાથ પગ ઉલાળે. ભર્યું ભર્યું ઘર અમીને ખૂબ વહાલું લાગ્યું તેને ૬૫ થવા આવ્યા હતા. સ્ફૂર્તિ અને ઉમંગ જોઈ કોઈને એમ થાય કદાચ ૫૦ની હશે !

આજે અસિમ હૉસ્પિટલમાંથી મોડો આવવાનો હતો. ત્રણ બાળકોની વચ્ચે મારો દિવસ ખૂબ ઝડપથી પસાર થતો. આજે મારે બાળકોની શાળામાં ‘ગ્રાન્ડ પેરન્ટસ ડે”માં જવાનું હતું. “ઓજસ અને અવની’ જોડિયા હતાં. ડિબેટમાં બન્ને ભાઈ બહેન જીત્યા. ટિચરે ખુશ થઈને ઈનામ આપતી વખતે દાદીને સ્ટેજ પર બોલાવ્યા. હરખાતી અમી ગઈ. જ્યારે બે શબ્દ બોલવાનું કહ્યું ત્યારે બાળકોની પ્રગતિ માતા અને પિતાના સંસ્કારને આભારી છે. કહી આકાંક્ષા અને અસિમના વખાણ કર્યા. ઓજસ અને અવની બન્ને વચમાં સાથે ટપકી પડ્યા , ‘દાદી પપ્પા માટે તમે અને મમ્મી માટે તમારી લાગણી પણ દાદ માગી લે તેવાં છે’.

આખો સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો. ફોટોગ્રાફરે બાળકોના ફોટા દાદી સાથે પાડ્યા. જેટલી શાંતિ આકાંક્ષા પાસેથી મળતી હતી તેના કરતાં અનેકગણી ઉપાધી તુલના, અમીને આપતી.અમી અને અનિકેતે અસીમ અને તુલનાનો ઉછેર ખૂબ જતનથી કર્યો હતો. ઘણી વખત તેને થતું અસીમ અને તુલનાના ઉછેરમાં ક્યાં ગેરસમજ કે ભેદ થયો ? બધી રીતે યોગ્ય બને તેવી કાળજી કરી હતી. દીકરી એક દિવસ સાસરીમાં સમાતી નથી. દર અઠવાડીયે કોઈ ન કોઈ બહાના હેઠળ તિમિર સાથે ઝઘડો કરીને ઘરે આવી જ હોય. અનિકેત પણ સમજાવે ત્યારે પપ્પાને લાડ કરી બધું સમજી ગઈ હોય તેમ હા પાડે. તિમિર ખૂબ લાગણી પ્રધાન હતો. તુલના તેના માબાપની ઈજ્જત ન કરે તે સહન કરી શકતો નહી. એને કારણે કદી સાસરે પણ જતો નહી. જે તુલનાને ગમતું નહી. તુલના, તિમિરને ખૂબ ચાહઈ હતી. તેને એવું નક્કી કર્યું હતું કે આ ઘર તેનું છે. તેને જે મન પસંદ હશે તે કરશે. આવા વિચારોનું મૂળ કારણ હતું ‘હિંદી સિનેમા’. ગાંડી કોઈ દિવસ વિચાર ન કરતી એ કચકડાની દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે આસમાન અને જમીનનો ફરક છે !

તિમિર તેના મનમાં ભરાયેલું આ ભુસું કાઢવા નિષ્ફળ નિવડ્યો. જેને કારણે માતા અને પિતાથી અલગ પોતાનો સંસાર શરૂ કર્યો. તેના અને તુલના વચ્ચે કૉલેજ કાળ દરમ્યાન પ્રણય પાંગર્યો હતો .

‘તું ,મારા માતા અને પિતાની ઈજ્જત કર , પછી બધું થાળે પડશે’. તિમિર પોતાના મનોભાવ દર્શાવતો.

તુલનાને તે મંઝુર હતું નહી. અમી અને અનિકેત એક પણ અક્ષર બોલ્યા વગર દીકરીને સમજાવવાની કોશિશ કરતાં. અમીની જીંદગી લોલક જેવી હતી. છતાં શાંતિ પૂર્વક બધી રીતે સાચવી લેતી. આકાંક્ષા પાછી આવી તેના મમ્મીને સારું હતું. અમી ઘરે જવા નિકળી, ઘરે પહોંચી ત્યારે ત્યારે દરવાજામાં તુલના બહેન બેગ લઈને ઉભા હતા. આજે જરા ઝઘડો મસાલેદાર થયો હતો. તુલનાએ પિત્તો ગુમાવ્યો અને બેગ ભરીને નિકળી પડી. અનિકેત બ્રિજ રમવા ગયા હતા. અમી એક પણ અક્ષર બોલી નહી. ન આવ, ન આદર , ન કોઈ પ્રશ્ન !

તુલનાને ખૂબ ખોટું લાગ્યું. મમ્મી તરફથી આવો ઠંડો વ્યવહાર તે કલ્પી ન શકી.  હવે શું કરવું ? પપ્પા તો ઘરમાં હતા નહી. બારણામાં પથ્થરની મૂર્તિની માફક ખોડાઈ ગઈ. તેનું દિમાગ કામ કરતું ન હતું. સવારના ઝઘડાનું મૂળ કારણ પોતે હતી તે જાણતી હતી. તિમિર મનાવવા પણ આવે તેવા કોઈ ચિન્હ તેને લાગતાં ન હતા. મનોમન તિમિરને યાદ કરી રહી. અધુરામાં પુરું આજે તેમના લગ્નની પાંચમી વર્ષગાંઠ હતી. તિમિરે રજા લીધી હતી. સાંજે ‘નટરાજમાં’ ડીનર ટેબલ પણ નક્કી કર્યું હતું. આજ બાબત પર તડાફડી થઈ અને તુલના બહને ઘર છોડ્યું હતું.

અમી બારણું ખોલી ઘરમાં દાખલ થઈ. સાંજના ચાર વાગ્યા હતાં. બસ હવે અનિકેત આવવા જ જોઇએ. ગેસ ઉપર ચાનું પાણી ઉકળવા મૂકી ફ્રિજમાંથી આદુ કાઢવા જતી હતી ત્યાં,

” અરે જો તો  અમી,તિમિર આવ્યા છે’. અનિકેત અને તિમિર સાથે ઘરમાં પ્રવેશી રહ્યા હતાં.

તુલના ચમકી અને અમીને તો  અનિકેતના શબ્દ ઉપર વિશ્વાસ જ ન હતો. આખરે તુલનાને અંદર આવવા ઈશારો કર્યો કે જમાઈબાબુ દેખતાં ખરાબ ન લાગે.

‘ચાલ, તુલના ટેક્સી ઉભી છે. આજે લગ્નની વર્ષગાંઠને કારણે મમ્મી અને પપ્પાના આશિર્વાદ લઈ લે લોનાવાલા જવાનું છે”. બોલી તિમિર ઘરની બહાર નિકળી ગયો. તુલના લોહચુંબકની જેમ તેની પાછળ ખેંચાઈને દરવાજાની બહાર નિકળી ગઈ. નટરાજને હિસાબે ઘરમાં યુદ્ધ થયું હતું એટલે શાણા તિમિરે આખો કાર્યક્રમ બદલી નાખ્યો હતો.

તુલના એક પણ અક્ષર બોલ્યા વગર મમ્મી અને પપ્પાને પગે લાગી નિકળી ગઈ. ગેસ ઉપર ચાનું પાણી ઉકળી રહ્યું હતું તે બધું બળી ગયું અને  તપેલી બળવાની ગંધ આવી તેથી અમિ રસોડામાં દોડતી ગઈ’.*****

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

6 07 2016
vibhuti

nice story

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: