માન્યમાં ન આવ્યું

8 07 2016

surprise

 

 

 

 

 

 

 

*********************************************************************************************************************************************************************

અલકાની દીકરી અનુષ્કા.  આજે અનુષ્કા ખૂબ ઈંતજારી પૂર્વક ઘડિયાળ સામે એકી ટશે નિરખી રહી. બસ હવે કલાકની વાર છે . તેની દીકરી માનુ નાનીમા પાસે પહોંચવાની. અનુષ્કા ભલે અમેરિકામાં જન્મી હતી, મોટી થઈ અને પરણીને મુંબઈ આવી. અમેરિકામાં બાળપણ અને યૌવન પસાર કર્યું. ભારત ફરવા આવી હતી ત્યારે કુલુ મનાલીમાં તેને અનિકેતની ઓળખાણ થઈ. પહેલી નજરનો પ્યાર અને બે દિવાના ક્યારે પાગલ પ્રેમી બન્યા તે ખ્યાલ પણ ન આવ્યો. પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યું. તેમની મરજી અનુસાર ગોવામાં લગ્ન કર્યા. અનુષ્કા, અનિકેતના જીવનમાં અને મુંબઈની રંગરેલિયામાં રંગાઈ ગઈ. અનિકેતને ફરિયાદ કરવનો મોકો ન આપતી. અનુષ્કા જાણતી હતી મુંબઈની જીંદગી વિશે. નાનપણમાં દાદી પાસે આવતી ત્યારે પાછાં અમેરિકા જવાનું નામ ન લેતી. દાદી અને દાદાનું ઘર પ્રમાણમાં અમેરિકા કરતાં નાનું હતું. તેમનો પ્રેમ અને વર્તન તેને ખૂબ ગમતાં.

એક વાત ગૌરવથી કહીશ અમેરિકામાં જન્મેલી ભારતિય છોકરીઓ ભલે સ્વતંત્ર હશે પણ તેમની વિચાર શક્તિ અદભૂત હોય છે. તેઓ જીંદગીના બધા પાસા નિહાળી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. હા ઘણા બાળકો છકેલાં પણ હોય છે. તેનું કારણ માતા અને પિતા પોતાની કરિયરમાં ગળાડૂબ અને શની તેમજ રવીની રજામાં મિત્રો ! સારા અને સંસ્કારી ઘરોમાં બાળકો પાછળ પુરતું ધ્યાન આપી તેમને જીવનનાં મૂલ્ય શિખવે છે. જેમ નાનપણમાં માતા પિતાની આમન્યા રાખી પોતાનું વ્યક્તિત્વ જાળવે છે. તેમ મોટા થયા પછી પોતાનો ઘરસંસાર વિચારીને ચલાવે છે.

અનિકેત જાણતો હતો અનુષ્કા અમેરિકાની પેદાશ છે. ખૂબ સમજીને માગે ત્યારે પોતાનો અભિપ્રાય આપે. પ્રેમમાં દાદાગીરી નહી સમજણ અને આચરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બન્ને આજકાલના ‘છૂટાછેડા’ના વાયરાથી પરિચિત હતાં. આ તેમનો સમજણ ભરેલી ઉમરનો પ્રેમ હતો. તેનો પાયો મજબૂત કરવા બન્ને આતુર હતાં.

મુંબઈમાં હેંગિગ ગાર્ડન પર સરસ મજા્નું તેમનું ઘર હતું. અનિકેત પપ્પાની ફેક્ટરી પર અને અનુષ્કા પોતાના આર્કિટેક્ટના ધંધામા નિપુણતા મેળવી ચૂકી હતી. જ્યારે માનુ નાનીમા પાસે અમેરિકા જઈ રહી હતી ત્યારે તેને ,’યાદ આવ્યું મારી મમ્મી હું જ્યાં સુધી ભારત ન પહોંચું ત્યાં સુધી અપવાસ કરતી !’ અચાનક આજે તેણે પણ માનુ માટે એવું કર્યું. ‘મા તે મા’ તે અમેરિકામાં હોય ,ભારતમા કે પછી સોળમી સદીની.અલકાએ જેવી માનુનું પ્લેન લેન્ડ થયું સાંભળ્યું એટલે તરત જ અનુષ્કાને ફોન કર્યો,’માનુ હેમખેમ આવી ગઈ છે’. અનુષ્કા અને અનિકેત હાશ અનુભવી ચાની લિજ્જત માણવા બેઠાં.

અલકા એરપોર્ટ આવવા નિકળી ગઈ હતી. દીકરીની દીકરી આવી રહી હતી. આલોકને તો પોતાનું ક્લિનિક હતું ગયા વગર છૂટકો ન હતો. ધમાલમાં અલકાને ચા કે કોફી પિવાનું યાદ ન આવ્યું. ઘરેથી ફોન કરીને નિકળી હતી પ્લેન સમયસર આવવાનું હતું. અંતરમાં ઉમંગ લઈને નિકળી. મુંબઈથી માનુ આવવાની હતી એટલે મનમાં વિચાર્યું લાવને ગાડી પાર્ક કરી દંઉ. વિચાર અમલમાં મૂકવા ગઈ ત્યારે પાર્કિંગ કરતાં નાકે દમ આવ્યો. છેક ઉપલા માળે ખાલી સ્પૉટ મળ્યો. સેલ ફોનમાં બધી વિગત બરાબર લખી. અલકા જાણતી હતી કે પાછાં આવતા યાદ નહી રહે ગાડી ક્યાં પાર્ક કરી છે ! અલકાને એરપોર્ટ પર ખાસ આવવું પડતું નહી.

ઉમર તેની જુવાન પણ નહી અને ઘરડી પણ નહી તેવી હતી. આમ બહાદૂર પણ અમુક વસ્તુ કાયમ આલોક કરતો હોય એટલે તેને  કરવાની ગમે નહી . સહુ પ્રથમ તો એરપોર્ટ પર ગાડી પાર્ક કરવાનું. સહુથી અઘરું અને ખરાબ કામ. આજે કોઈ બીજો ઈલાજ ન હતો. ગાડી પાર્ક કરી. નીચે ઉતરવાનુ, લિફ્ટ શોધતાં બીજી પાંચ મિનિટ. માંડ માંડ ટર્મિનલ પર પહોંચી ત્યારે ખબર પડી હ્યુસ્ટનનું હવામાન ખરાબ છે પ્લેન ડલાસ તરફ લઈ ગયા હતાં. આમને આમ બીજા બે કલાક નિકળી ગયા. ઇમિગ્રેશનમાં માનુ ભારતમાં જન્મી હતી તેથી લાંબી કતારમાં ઉભી રહી. ખૂબ થાકી ગઈ હતી.

મનમાં વિચારી રહી નાનીમાને કેટલી બધી તકલિફ આપી રહી છું. કોઈ ઈલાજ ન હતો. ઈમિગ્રેશનમાંથી પતાવી બેગેજ ક્લેઈમના એરિયામાં આવી. આટલું મોટું પ્લેન તેમાં પાછું હાઉસફુલ સામાન આવતાં નાકે દમ આવ્યો એક બેગ આવી . બીજી બેગ દેખાતી ન હતી. માનુએ તપાસ કરી. બીજી બેગ આ પ્લેનમાં ચડાવી શક્યા ન હતાં. કે પછી કોઈ ગડમથલ થઈ હતી. તપાસ કરતાં જણાયું કે આની પછીની ફ્લાઈટમાં આવશે. જે બે કલાક પછી હતી. માનુ વિચારી રહી ,પાછું કાલ પર ક્યાં ઠેલવું. આરામથી બેઠી. બીજે દિવસે બેગ વહેલી મોડી આવે, કોઈએ ઘરે ખાસ રહેવું પડે. નાનીની ચિંતા થતી હતી પણ બીજો રસ્તો દેખાયો નહી.

બહાર નાનીને જણાવે પણ કેવી રીતે. અલકા ખૂબ ફિકર કરતી હતી. અંદર શું ચાલી રહ્યું છે તેના વિષે અજાણ ! માનુનો ફોન અમેરિકા ચાલે તેવો ન હતો. અંહી માટે બીજો ફોન તૈયાર રાખ્યો હતો. બહાર નાની અને અંદર માનુ બન્ને બેઠાં બેઠાં ચિંતા કરી રહ્યા હતા. અંતે તપસ્યા ફળી. બીજી ફ્લાઈટમાં બેગ આવી. બે કલાક બેઠી હતી ત્યારે અંદર ફરતં તેની નજર “સ્ટાર બક્સ” પર પડી હતી. બેગ અને સામાન કાર્ટમાં ભરતાં પહેલાં સ્ટાર બક્સમાંથી નાની માટે ‘ચાય લાટે’ લીધાં. તેને ખબર હતી નાનીને ‘સ્ટાર બક્સની ચાય લાટે’ ખૂબ ભાવે છે.

સામાન લઈને આવતી માનુને નાની નિરખી રહી. ત્યાં તેની નજર પડી, માનુ ‘સ્ટાર બક્સની ચાય લાટે’વાળો હાથ ઉંચો કરી ફરકાવી રહી હતી *********

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: