***********************************************************************************************
ઘર તમે કોને કહો છો ?
બે અક્ષરનું સાદુ નામ ‘ઘર’
“ચાલ ચા તૈયાર છે” એ અવાજ ઘુમે તે ‘ઘર’!
‘હની, આઈ એમ હોમ’ એ પ્રેમાળ સ્વર સાંભળાય તે ઘર !
ધરતીનો’ છેડો’ નહી શરૂઆત તે ‘ઘર’
જ્યાં માથે છત હોય અને ચાર દિવાલ તે ઘર.
અંદર પ્રવેશતાં જેની બેજાન વસ્તુઓ ડોલવા માંડે તે ઘર.
દિવાલો હસીને આવકારે તે ઘર.
‘ઘ’નિષ્ઠ પ્યારનો ‘ર’ત્નાકર એટલે ‘ઘર’.
કુટુંબની સઘળી વ્યક્તિઓ અવનવી વાતોથી ઘોંઘાટ કરે તે ઘર.
નાના મોટા વાદ વિવાદને અંતે એક સૂર નિકળે તે ઘર.
ગરમા ગરમ રસોઈ પિરસતી ‘મા’ યા ‘પત્ની’ હોય તે ઘર.
‘આ મને નથી ભાવતું છતાં ખાવું પડે તે ઘર’
‘ચાલો ચોપડા બેગમાં ભરો’ માનો આદેશ તે ઘર.
નિશાળેથી સીધું જ્યાં જવું ગમે તે ઘર.
નોકરીથી ક્યાય ન જતાં, માત્ર જ્યાં જવાનું મન થાય તે ઘર.
જ્યાં જઈએ આવકાર અને પ્રેમ જણાય તે ઘર.
ચોરસ ફૂટ ભલે થોડાં હોય હૈયું વિશાળ તે ઘર.
સડેલા મોઢે પકવાન કરતાં પ્રેમની ખીચડી મળે તે ઘર.
જ્યાં જઈએ ને હૈયું ‘હાશકારો’ પામે તે ઘર
ભભકાં કરતાં સાદગીથી સોહાતું “ઘર”.
ઝુંપડપટ્ટીમા, પેડર રૉડ કે અમેરિકાંમાં જ્યાં ‘શાંતિ ‘પ્રાપ્ત થાય તે “ઘર”.
‘ઘર’ પોતાનું હોય, ભાડે હોય કે પરાયુ હોય, “મધ્યાંતરમાં” રહેવાનું સ્થળ ‘ !!!!!!!!!!!
Wah very nice…