અહંકાર

ego

 

 

 

 

 

*************************************************************************************

 

 

અહંકારનો હુંકાર તું મનમાંથી કાઢ
મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ

**
અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
રૂંધશે વિકાસ તારો કરશે રકાસ

**          અહંકારનો—-
અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર

**     અહંકારનો—–
દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર

**     અહંકારનો—–
અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
સરળ સ્વભાવે સોહે પ્રભુનો  સહવાસ

**  અહંકારનો

3 thoughts on “અહંકાર

  1. અહંકાર અને આત્મગૌરવ વચ્ચે પાતળી રેખા હોય કે બે વચ્ચે મોટો ગ્રે એરિયા હોય? અહ્મં બ્રહ્માસ્મિમાં અહંકાર ખરો? અન્યના અહંકારનો ધ્વંસકરનાર અંતે અહંકારી નથી બનતો? સરસ વિષય છેડ્યો છે.

Leave a reply to Neeta Kotecha જવાબ રદ કરો