શ્રાવણ ૨૦૧૬

3 08 2016

shravan

 

 

 

 

 

 

*************************************************************************************************************************************************

શ્રાવણના સરવરિયા લાવે મધુરી યાદ તારી  સાંવરિયા

તહેવારોથી ઉભરાતો આવ્યો શ્રાવણ સુહાનો મહિનો

મહિનાઓમાં સહુથી સુહાનો લાગતો શ્રાવણનો મહિનો રૂમઝુમ કરતો આવી પહોંચ્યો. પવનનો રૂઆબ તો જુઓ. જંગલ, ઝાડી ચીરતો, નદીઓને સહેલાવતો, દરિયાને ગાંડો કરતો આ શ્રાવણ મહિનો આવી પહોંચ્યો. બિમારને સાજાં કરતો, વિરહીજનોનાં મિલન કરાવતો, પ્રેમીઓને ઘેલો કરતો આ શ્રાવણ મહિનો આવી પહોંચ્યો.

ભાઈ બહેનની પ્રિતને સજાવતો શ્રાવણ મહિનો આજે આવી પહોંચ્યો. ભાઈના જીવનની રક્ષા વાંછતી બહેની આજે ઠમકતી ભાઈ દ્વારે આવી પહોંચી. શ્રાવણ મહિનાની નાળિયેરી પૂર્ણિમાએ દરિયા દેવની પૂજા કરી.

નાગ પંચમીના દિ્વસે નાગરાજને રિઝવતી, દુધ પાતી નવલી નારી  આજે નિસરી.

રાંધણ છઠને દિવસે રસોડાની રાણી પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી. ઘરનાં સહુની મનોકામના પૂર્ણ કરવાં. મચી પડી.

શિતળામાતાને રિઝવવા ઘરની ગૃહિણી પ્રવૃત્ત બની.

ધર્મની સ્થાપના અને અધર્મને ફેલાતો અટકાવવા પેલો કુંવર કનૈયા નંદ જશોદાને ત્યાં નિરાંતે પારણામાં ઝુલી રહ્યો. ગોપ ગોપીઓ ઘેલાં થઈ, મહી માખણ લઈ જશોદા દ્વારે આવી પહોંચી. કંસના અત્યાચારનો  ઘડો ભરાઈ ગયો. પૂતના માસી કાનાને દૂધ પાવા ઉત્સુકતાથી રાહ જોઈ રહી.

શ્રાવણ વદ એકાદશીના દિવસે  શ્રીવલ્લભાચાર્યે બ્રહ્મસંબંધના દાન દઈ વૈષ્ણવોને અંગીકાર કર્યા. પુષ્ટિમાર્ગની સ્થાપના કરી અને “શ્રી કૃષ્ણ શરઃઅં મમ ” નો મંત્ર આપ્યો.

આવો રૂડો અને પવિત્ર શ્રાવણ માસ સહુને આનંદમય નિવડે.

આ પવિત્ર માસમાં અંતરની તપાસ કરીએ.

વાણી, વચન અને કર્મની શુદ્ધિ દ્વારા જીવનમાં ઉજાસ ફેલાવીએ.

ધન્ય ધન્ય શ્રાવણ માસ.

સહુની પૂરી કરે આશ.

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

4 08 2016
Vibhuti Shah

thanks for sharing

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: