ભૂલો

5 08 2016

forget

 

 

 

 

 

 

******************************************************************************************************************************************************

આજે સુમન પથારીમાંથી ઉઠી પણ ઉઠવાનું મન થતું ન હતું. રોજ સવારે ઉઠે ત્યારે સ્ફૂર્તિ હોય જ્યારે આજે ખૂબ થાક અને કંટાળો લાગતો હતો. કારણ તો તેને પણ ખબર ન હતી. પથારીમાંથી ઉઠ્યા વગર છૂટકો ન હતો. બાળકોને તૈયાર કરી શાળામાં મૂકવા જવાનું હતું. જવાનું હતું માત્ર બસ સ્ટોપ સુધી પણ તૈયાર તો થવું પડે ને ! સુંદરને પણ બપોરે લંચ માટે ખાવાનું બનાવીને આપવાનું હતું. સુંદરને દરરોજ તાજું ખાવાનું જોઈએ. પેલા શરદ અને અજયની માફક રાતનું વધેલું ખાવાનું તેને ન ફાવે.

રોજના નિયમ પ્રમાણે બધાને વળાવ્યા. બાળકો ને બસ સ્ટોપ પર મૂકી આવી, સુંદરનું ટિફિન ભરી તૈયાર કર્યું. બધા ગયા પછી સુમન ખાટલામાં આડી પડી. મુસિબતોથી, દુખથી,દર્દથી, અવહેલનાથી, અસત્યથી, નિંદાથી યા શરમથી નહીં. ભૂતાવળ સમ ભૂતકાળથી સદા ચેતતા રહેવું. ભૂતકાળ ભૂલ્યા તો સુખી નહીતર તમારું જીવન બનશે અસહ્ય. યાદ કરી તેને વાગોળવાનો કોઈ અર્થ નથી.હા જો કદાચ ભૂતકાળ રંગીન હોય તો તેમાં રચ્યાપચ્યા રહેવાથી પણ શો લાભ? એમાંય જો ગમગીન હોય તો તે આવનાર સુખનાં માર્ગમાં રોડાં નાખવા શક્તિમાન બને છે. મન તો મર્કટ છે. તેને અંકુશમાં  રાખવું અતિ દુર્લભ છે.જ્યારે જ્યારે મન કાબૂમાં ન રહે ત્યારે તેને પાછા વાળવાનો પ્રયત્ન ચાલુ રાખવો. મન ને નથી નડતી કોઈ સીમા યા બંધન. મન હંમેશા તેની મરજી મુજબ જ વિચારે છે. મનફાવે ત્યાં વિહાર કરે છે.

સુમનને થયું, આજે આટલા વર્ષો પછી રાતના સ્વપનામાં શામાટે ભૂતકાળના એ વિકટ પ્રસંગે આવી મનને વિહ્વળ બનાવ્યું. કોલેજના સમયનો પ્રેમી પેલો સુરેશ વચન આપીને ફરી ગયો હતો. સારા નસિબે સુમન તેને તન સમર્પિત કરવાના પાપાચારથી બચી ગઈ હતી. પિતાજીએ કોલેજ પૂરી ન કરવા દીધી અને સારું મૂ્ર્હત જોઈ સુંદર સાથે પરણાવી દીધી. ્પરણ્યા પછીના બે વર્ષ સુમને ખૂબ ગાંડા કાઢ્યા હતાં. સુંદર સ્વભાવે નરમ અને મધ્યમ વર્ગનો હોવાથી બહુ હો હા ન મચાવી. બે વર્ષ પછી બધું થાળે પડ્યું તેનું મુખ્ય કારણ હતું , સુમન બે જીવી થઈ હતી.  સાસુમાની ઉદારતા અને શાણપણને કારણે સુમનનો સંસાર સચવાઈ ગયો. સુંદરના જીવનમાં પાસા સવળા પડ્યા અને બે પાંદડે થયો.

મનુષ્ય, દરેક વ્યક્તિ જનમ પામતાંની સાથે બને છે. માનવ, તેણે પ્રયત્નોથી પૂરવાર થવું પડે છે.મનુષ્યને તેનાં ગુણધર્મો વારંવાર સહજ કાર્યો કરવા પ્રેરે છે. કાર્યદક્ષતા તેણે કેળવવી પડે છે. ભૂતકાળ ભૂલવામાંજ તેની મહાનતા છૂપાયેલી છે. તે તો તેના જીવનનો ઈતિહાસ છે. ભવિષ્યકાળમાં શું બનશે તે લાખ પ્રયત્નો કરવાં છતાં પણ તે પામી શકવાનો નથી. તો પછી પ્રભુ વર્તમાનકાળમાં જે પણ અર્પે તેનો હસતે મુખડે સ્વિકાર કરતાં શામાટે ખચકાય છે. સુવર્ણમય વર્તમાન જ ભવ્ય ભવિષ્યમાં ફેરવાશે. ભૂતકાળની ભૂતાવળમાં ભરમાઈ વર્તમાન ડહોળવું તે નરી મૂર્ખતા છે. ઝળહળતાં ભવિષ્યનાં  પાયામાં સંગીન વર્તમાન સિમેન્ટનું કાર્ય કરશે.

ભૂતકાળનાં અઘટિત બનાવો ભૂલો. ભૂતકાળ ભૂલવા માટે સર્જાયો છે. તેમાં રાચવા માટે નહીં. ભૂતકાળનાં અણસમજ અંધકારથી ભાગો. ભૂતકાળની સોનેરી ક્ષણો ભૂલવા મથશો તો પણ નહીં ભૂલાય. વર્તમાનમાં જીવો, ભવિષ્ય સંવારો. સુમનના દિમાગમાંથી વિચારો પીછો છોડતાં ન હતા. કામવાળી બાઈ આવી.

‘અરે બહેન, હજુ તમે નાહ્યા નથી ? આજના કપડાં હવે કાલે ધોઈશ’.

‘અરે, તું ઝાડુ કાઢ અને ચાના વાસણ ધોઈશ ત્યાં સુધીમાં હું નાહી લઈશ’. કહી સુમન બાથરૂમમાં ભરાઈ ગઈ.

વળી પાછાં વિચારોએ મન પર કબજો જમાવ્યો. તેની સમજમાં ન આવ્યું, આજે આમ કેમ ? કારણ શોધવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી. વિચાર કર્યો ચાલ આજે સિનેમા જોવા જાંઉ. એક બે સહેલીને ફોન કર્યા પણ કોઈને સમય ન હતો. મગજના વિચારોને બીજી દિશામાં વાળવા હતા એટલે એકલી ગઈ. ‘બેંડ, બાજા અને બારાત’ એકદમ હળવું પિક્ચર હતું. જોઈને બહાર આવી ત્યાં સામેથી સુંદરને આવતાં જોયો. બન્ને એકબીજાને જોઈ ચમક્યા.

‘આજે ઓફિસમં કામ ન હતું તેથી થયું ચાલ સિનેમામાં બેસી જાંઉ’.

‘મને પણ સવારથી બેચેની લાગતી હતી, કશું ગમતું ન હ્તું. આ સિનેમા હળવો છે એટલે એકલી આવીને બેઠી’.

બન્ને જણા જાણતા હતાં કે વાત જુદી છે, આ તો માત્ર બહાનું હતું. સિનેમામાંથી છૂટીને ભૂખ લાગી હતી એટલે સીધાં ‘ક્રિમ સેંટરમાં’ છોલે ભટૂરે ખાવા પહોંચી ગયા. પ્રેમ પૂર્વક જમ્યા અને પછી મુછ્છડ ભૈયાની કુલફી ખાવા ગયા. બાળકોની ચિંતા હતી નહી. શાળાએથી સીધાં ક્લાસની બહેનપણીની વર્ષગાંઠ નિમિત્તે જવાના હતાં. રાતના બન્ને જણા સાથે ડિનર લેવા પહોંચી ગયા.

સુંદર, સુમનને બરાબર જાણતો હતો. કુલ્ફી ખાતી વખતે પ્રેમ પૂર્વક તેણે સુમનને નજીક ખેંચી,’ સાચું બોલજે. આજે સવારથી તને જોંઉ છું. જે હોય તે મને નહી કહે, તો કોને કહીશ’?

સુમન લગભગ રડી પડી,’ મને રાતના સ્વપનાએ હેરાન કરી છે. ખબર નહી ભૂતકાળની ભૂલ કેમ આજે સતાવે છે’?

‘અરે  ગાંડી, હું છું ને . તું શું કામ ગભારાય છે’. ભૂતકાળ ભૂલવાનો હોય. આપણો વર્તમાન જો. તને ક્યાંય ઉણપ દેખાતી હોય તો બતાવ, તારો ગુલામ હાજર છે’.

સુમનને ખૂબ સારું લાગ્યું. સુંદરની સોડમાં વધુ ભરાઈ.

‘તમે કેમ એકલા આવ્યા’?

‘તારા મનની વાત જાણવા હું તારી પાછળ ભમતો હતો. આજે નોકરી પર ગયો જ ન હતો’.

સુમન સોડમાં વધુ ભરાઈ———-.

Advertisements

Actions

Information

One response

9 08 2016
latakanuga

ખુબ સુંદર વાર્તા. ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: