ईषावास्य उपनिषद श्लोकः १, २, ३

7 08 2016

 

OM

 

 

 

 

 

************************************************************************************************************************************************

संपूर्ण   जिवन दर्शन

*****************

१.

हरिः ॐ ईशावास्यम ईदं सर्वं

यत  किं  च  जगत्यां जगत ।

तेन   त्यक्तेन   भुन्जीथा

मा गृधः कस्य  स्विद धनम ॥

*********

હરિઃ ૐ જગતમાં જે કંઈ જીવન છે

તે આ બધું ઈશ્વરે વસાવેલું છે,

તેથી તેને નામે ત્યાગ કરી

તું યથાપ્રાપ્ત ભોગવતો જા,

કોઈના પણ ધન વિષે, વાસના રાખીશ મા.

******

આ અખિલ વિશ્વમાં જે થોડો ભાગ જગત તરિકે જણાય છે તે હમેશા ગતિશીલ છે. તે હમેશા બદલાતું રહે છે. તે સ્થિર નથી સદા ફરે છે. તેને જોઈ શકાતું નથી. હમેશા વિકસે છે. આ આખા જગતનું નિર્માણ ભગવાન વડે  તેની મરજીથી વસેલું છે. જેમાં સર્જનહારનો પણ નિવાસ છે. સઘળે ઠેકાણે જળચર, વનચર અને ભૂચર પર  તેની સત્તા છે. તે વ્યાપક છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી વખતે તે નાશવંત છે, એમ યાદ રાખવું જરૂરી છે. દરેક વસ્તુનો વિનિમય કરવો પણ ત્યાગ સાથે. અરે જે ઘરમાં રહીએ છીએ તે પણ એક દિવસ છોડવાનું છે. આ પાર્થિવ શરીર પણ સાથ નહી આપે.   આ જગત મારું નથી પણ બધાનું છે. જગત પાસેથી જે મળે છે , તે  જગતને પાછા આપતા રહેવું જોઈએ. ભોગવવું પણ ત્યાગીને ! એકલા એકલા વસ્તુ ભોગવવામાં મઝા નથી. જે ત્યાગીને ભોગવે છે એણે જ સાચું સુખ ભોગવ્યું કહેવાય.

***********************************************************************************************************************************************

२.

कुर्वन एव इह कर्माणि

जिजीविषेत शतं समाः

एवं त्वयि न अन्यथा इतः अस्ति

न कर्मं लिप्यते नरे

**************************

ઈહ લોકમાં કર્મ કરતાં કરતાં જ

સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવી.

તારે દેહધારીને માટે આ જ માર્ગ છે.

આથી જુદો માર્ગ નથી.

માણસને કર્મ વળગતું નથી

ફળની વાસના વળગે છે.

************************

આ જગતમાં માણસ સો વર્ષ જીવે ખરો એ વેદમાં મંત્ર છે. કિંતુ કર્મ કરતા કરતા જીવે, ઓશિયાળા થઈને નહી. સો વર્ષ કેવી રીતે જીવવું ? ત્યાગીને ભોગવ. જગતને કંઈક ઉપયોગી થવાય એ રીતે જીવવું. પરિગ્રહ કરીને નહી. સમાજને અર્પણ કરીને સો વર્ષ જીવવું. કર્મ કર પણ ફળની વાસના વગર. તે કર્મ તને ચોંટશે નહિ. આ જગત ઈશનું છે માનીને કર્મ કર કોઈ પણ જાતના ફળની એષણા રાખ્યા વગર. માનવમાં ચેતના  છે. કામ જડ છે. વાસના હશે તો ચોંટશે. તું જે કંઈ કરે તે સમાજને માટે કરે છે. એમ માનીને કર્મ કરીશ તો એ કર્મ તને ચોંટશે નહિ.

***********************************************************************************************************

३.

असुर्याः नाम ते लोकाः

अन्धेन तमसा आवृताः ।

तान ते प्र इत्य अभिगच्छन्ति

ये के न आत्महन जनाः ॥

*********************

આત્મજ્ઞાનની સાથે દુશ્મનાવટ રાખનાર,

જે કોઈ આત્મઘાતકી લોકો છે

તે દેહ પડ્યા પછી,

ગાઢ અંધકારથી ઘેરાયેલી

આસુરી કહેવાયેલી યોનીઓ તરફ વળે છે.

************************

આત્મઘાતી એટલે આત્મહત્યા કરનાર નહી પણ જે આત્માનું કહ્યું નથી માનતો, તેનો સાદ નથી સુણતો તે. જે માત્ર શરીરનું કહ્યું માને છે એ આત્મઘાતી. આત્મા શરીરમાં છે. પણ તેના કાર્યકર્તા મન, બુ્દ્ધિ, અહંકાર અને ચિત્ત  જો સ્વચ્છંદ પણે વર્તે અને એનું સાંભળી વર્તન કરીએ તે આત્મઘાતી કહેવાય. કોઈક વીરલા એવા મળશે જે શરીરનું નહી આત્માનો અવાજ સાંભળે છે.

અસુ એટલે પ્રાણ, જે માત્ર તેની રક્ષા કરે તે અસુર. પોતાની જાતને જ પ્રાધાન્ય આપે. દુનિયની પરવા ન કરે. સ્વ સિવાય અન્યને ન ગણકારે તેવી વ્યક્તિઓનું જ્ઞાન ગાઢ અંધકારથી છવાયેલું રહે છે. જેમના મન ઉપર ઈંન્દ્રિયોનું અધિપત્ય છવાયેલું હોય છે. જેમની ઈન્દ્રિયો બળવાન છે. ન કરવાના કામ કરે છે. ‘ત્યાગીને ભોગવ’ એ જેમને સમજાતું નથી.એવા લોકો મર્યા પછી અસુર લોકમાં જાય છે.

Advertisements

ક્રિયાઓ

Information

One response

9 08 2016
મૌલિક રામી "વિચાર"

Wow…it’s really nice ..💐

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: