ईशावाश्य उपनिषद श्लोकः ४, ५

9 08 2016

 

 

 

OM

 

 

 

 

 

*************************************************************************************************************************************************************

आत्मानो महिमा  ४

*************

अनेजत एकम मनसः जवीयः

न एनत देवाःआप्नुवत पूर्वम अर्षत ।

तत धावत अन्यान अति एति तिष्ठत

तस्मिन अपः मातरिश्वा दधाति ॥

**********************

આ આત્મ તત્વ  એકનું એક

જરાય હલન ચલન ન કરનારું

પણ મનથીયે વધારે વેગવાળું છે.

દેવો તેને નથી આંબી શકતા.

પણ એણે માત્ર દેવોને ક્યારનાય આંબી લીધા છે,

દોડનારા બીજાઓને તે ઉભું રહીને પાછળ પાડી દે છે.,

પ્રકૃતિમાતાના ખોળામાં રમનારો પ્રાણ

તેની જ સત્તાને જોરે હલનચલન કરે છે.

********************************************

આ આત્મા કેવો છે.  તે એકજ છે.  સ્થિર, જરા પણ હલનચલન કરતો નથી.  તે કંપતો પણ નથી. છતાં તેનો વેગ મનથી પણ અધિક છે. જ્યાં જઈએ ત્યાં એ પહેલો હોય જ છે. એ સહુથી જૂનો છે દોડનારને પ્રેરણા તે આપે છે. ઈંદ્રિયો તેને પકડી શકતી નથી.તે સર્વ વ્યાપક છે.પ્રકૃતિ તેનો આશ્રય પામેલી છે. જે આખા વિશ્વને ધારણ કરે છે. જેમ માતાના ગર્ભમાં બાળક  હોય છે તેમ આત્મા કર્મનો સમૂહ લઈ માતાના ગર્ભમાં રહ્યો છે.

************************************************************************************************************************************************

 

आत्मानो महिमा ५

*************

तत एजति तत न एजति

तत दूरे तत उ अन्तिके

तत अंतर अस्य सर्वस्य

त उ सर्वस्य अस्य बाह्यत

***************************

તે હલનચલન કરે છે,

તે હલનચલન કરતો નથી,

તે દૂર છે અને તે નજીક છે.

તે આ બધાની અંદર અને

તે આ બધાની બહાર છે.

******************************************

(એજતિ = ચાલવું)

એ ચાલે છે પણ ખરો અને નથી પણ ચાલતો.તે કંપાવે છે પણ કાંપતો નથી.  તે દૂર પણ છે અને તે નજીક પણ છે. આ અત્મા આખી દુનિયાને નચાવે છે, કંપાવે છે પણ તે અલિપ્ત છે. પોતે કાંઇ કરતો નથી. તે દૂર છે અને આસે પણ છે.  તે બધાની અંદર અને બહાર છે. તે સર્વત્ર છે. સૂક્ષ્મદર્શીઓ, બુદ્ધિશાળીઓ તત્વજ્ઞાનીઓની પાસે છે  (  શ્રી કૃષણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે, તે બળતો નથી. બાળી શકાતો નથી. તે ભિંજાતો નથી, તેને ભિંજવી શકાય પણ નહી, તેને સૂકવી શકાય નહી.)

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: