ઈશાવસ્ય ઉપનિષદ શ્લોકઃ ६, ७, ८

11 08 2016

OM

 

 

 

 

 

******************************************************************************************************

आत्मज्ञ पुरुष

*********

यः तु सर्वाणि भूतानि

आत्मनि एव अनुपश्यति

सर्वभूतेषु च आत्मानम

ततः न विजुगुप्सते

***

જે નિરંતર આત્મામાં બધાં ભૂતોને

અને બધાં ભૂતોમાં આત્માને જુએ છે

તે પછી કોઈથી પણ અને

કશાથી પણ કંટાળતો નથી.

****************************************************************************************************

આત્મા હ્રદયમાં અંદર છે, બહાર છે. જે દૂર છે , નજીક પણ છે.ભક્તો અને વિદ્વાનો આત્માને સર્વ ભૂતોમાં જુએ છે. અવિદ્વાનો અને ભક્તો દરેક ભૂતમાં પોતાને જુએ છે. તેથી તેમને કોઈને માટે તિરસ્કાર થતો નથી.તેઓ સર્વમાં પરમાત્માને જુએ છે. સંસારિક દુઃખોને જોઈ અકળાતો નથી, ગુંચવાતો નથી કે કંટાળતો નથી. એ કોઈ દિવસ કોઈની નિંદા કે કુથલી કરતો નથી.

*****************************************************************************************************************************

यस्मिन सर्वाणि भुतानि

आत्मा एव अभुत बिजानात।

तत्र कः मोहः कः शोकः

एकत्वम  अनुपश्यत

***

જેની દૃષ્ટિથી, આત્મા જ બધા ભૂતો થયો

તે નિરંતર એકત્વ જોવાવાળા,

વિજ્ઞાની પુરૂષને પછી

મોહ કેવો અને શોક કેવો.

***********************************************************************************************************

જેમને જ્ઞાનપૂર્વક બધાં પ્રાણીઓ આત્મસ્વરૂપ બની ગયાં છે, તે આત્મજ્ઞાની પુરૂષોસર્વ ભૂતોમાં અને સર્વ પદાર્થોમાં પોતાનો આત્મા છે એમ સમજે છે.આવા લોકોને બધાં પ્રાણીઓ પોતાનાથી જુદા નથી લાગતાં. આવા અત્મજ્ઞનીને મોહ ક્યાંથી થાય ? શોક પણ તેમને હોઈ ન શકે. આત્મા નથી મરતો, માત્ર ખોળિયું બદલે છે. આવું જાણનારને એમાં કોઈ જાતનો મોહ કે શોક થતો નથી. સુંદર ઉદાહરણઃ રણમાં મૃગજળ થાય એમાં મૃગનો દોષ કે જળનો દોષ.

****************************************************************************************************************************************

सः पर्यगात शुक्रम अकायम अव्रणम

अस्नाविरम शुद्धम अपापविद्वम ।

कविः मनीषीः परिभूः स्वयंभूः

याथातथ्यतःअर्थान व्यदघात शाश्वतीभ्यः समाभ्यः ॥

*******************************************

पर्यगात = विस्तार

**************

તે તેજસ્વી, દેહરહિત, અને તેથી જ વ્રણાદિ દેહદોષોથી,

તેમજ સ્નાયુ આદિ દેહગુણોથી, સર્વથા અલિપ્ત, શુદ્ધ અને

પાપવેધમુક્ત એવા આત્મતત્વને ચારે બાજુથી આવરી લઈને બેઠો.

તે કવિ એટલે ક્રાન્તદર્શી, વશી વ્યાપક અને સ્વતંત્ર થયો. તેણે

શાશ્વતકાળ સુધી ટકવાવાળા બધા અર્થો યથાવત સાધી લીધા.

*************************************************************************************************************************************************

આમાં આત્માનો સવિસ્તાર છે. એનું શરીર અને ગુણ કેવા છે? એ બ્રહ્મ કેવો છે ? તે શુક્ર-્તેજસ્વી પ્રકાશવાળો છે. એને શરીર (અકાય) ના મળે છે. શરીર અને ઘાથી રહિત છે.સ્નાયિઓ અને નાડીઓથી રહિત છે. તે શુદ્ધ છે. તેથી પુણ્ય અને પાપથી વિંધાયેલો નથી મનુષ્યો પાપથી વિંટળાયેલા છે. તે કવિ એટલે દૃષ્ટા છે. ૠષિ એટલે પારદર્શી છે.અંતરનો ભાવ જાણી શકે. આંખોથી આપણે જોઈએ અને કવિ જુએ તેમાં તફાવત છે.

તે મનીષી ( મનથી ઉત્તમ ચિંતન કરનાર ) છે. તે પરિભૂઃ ( જ્ઞાની) છે.  તે સ્વયંભૂઃ ( પોતાની જાતે ઉત્પન્ન) થયેલો છે. તેને કોઈએ બનાવ્યો નથી. ( આત્માને)

આવો ઈશ્વર જગાએ જગાએ વ્યાપેલો છે.  આ સૃષ્ટિમાં જોઈતી બધી વસ્તુઓ તૈયાર રાખી છે.મનુષ્ય તેમજ પ્રાણીઓને જોઈતી બધી ચીજો બનાવીને તૈયાર રાખી છે.

 

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: