૭૦, સ્વાતંત્ર દિવસ. આપણી માતૃભૂમિ

15 08 2016

G

 

 

 

 

*****************************************************************************************************************************************************

 

મિત્રો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭, દરેક ભારતિયના હ્રદયે કોતરાયેલી છે. આખરે અંગ્રેજોને ભારતમાંથી ગાંસડા, પોટલાં લઈને તગડી મૂક્યા. કેટલા નવજુવાનોએ પ્રાણના બલિદાન આપ્યા. ઘરડાં, બચ્ચા, સ્ત્રીઓ કોઈએ પાછું વળીને જોયું નહી. જો આજે આપણે તે સહુને દિલથી વંદન કરી યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ. માત્ર મહાન માણસોને યાદ કરીએ અને તરવરિયાં જુવાનો જેવાંકે ભગત સિંહ જેવા અનેક જુવાનોને અંજલિ પ્રેમેથી આપીએ. સહુની કુરબાની અતુલ્ય છે.

ચાલો તો સાથે બોલીએ

જયહિંદ

નારા લગાવીએ.

જયહિંદ

માત્ર બોલીને બેસી નથી રહેવાનું આપણા વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની હાકલમાં સાથ આપીએ. યાદ છે ને . “એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના”.  કોંગ્રેસથી માંડ પીછો છૂટ્યો છે. પેલી ‘ઈટાલિયન વેઈટ્રેસ” હવે કાયમને માટે રજા પર ઉતરી ગઈ છે. તેનો નકામો દીકરો અને વડેરાની બૈરીને ખાસ આરામની જરૂર છે. ઘણા પૈસા ઘર ભેગા કર્યા છે . તેમને કહીએ “ઊડાવો અને જીવો” અમારી છાલ છોડો.

ચાલો ત્યારે કામની વાત કરીએ. ‘૭૦ વર્ષનો આઝાદીનો સુનહરો અનુભવ હવે કામે લગાડીએ. દેશને ભ્રષ્ટાચાર વગરનો બનાવીએ. આપણા સર્વે ભાઈ. બહેનો, વડીલો , બાળકો ચેનથી રોટલા ભેગા થાય તે જોવાનો સમય પાકી ગયો છે. દરેક બાળકને શિક્ષણની ઉમદા તક સાંપડે. દરેક જુવાનને તેની આવડત મુજબ કામધંધો મળી રહે.  દરેક સ્ત્રી અને દીકરીઓની આમન્યા જાળવીએ. યાદ રહે આપણા સહુના ઘરોમાં મા તેમજ દીકરી છે.

દિલહીમાં કેજરીવાલની સાન ઠેકાણે લાવવાનો કોઈ કિમિયો હોય તો જણાવશો. આપણી તાકાતનો પરચો બતાવીએ. ખૂબ સુફિયાણી વાતોમાં સમય ગુમાવવાનો નથી. આપણું બૌદ્ધિક ધન ખૂબ વિકસ્યું છે. આપણી સૂતેલી ચેતેનાને જગાડી કામે લગાડીએ. પળની કિમત જાણો ! ભારતિયો આખા વિશ્વાઅં જ્યાં જ્યાં સ્થયી થયા છે ત્યાં તેમણે દેશનું નામ રોશન કર્યું છે. આપણા દેશવાસીઓ માતૃભૂમિથી દૂર દૂર દુનિયાભરમાં પ્રસરેલા છે. તેમના દિલોમાં દેશભક્તિની ચિનગારી ઉત્પન્ન કરીએ. ભલે તમે પરદેશ ખેડ્યો હોય, તમારી ફરજ બને છે. માતૃભૂમિનું ૠણ અદા કરવાનો સમય પાકી ગયો છે. મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ વધારે અણમોલ છે.

આજના દિવસે મનોમન દૃઢ નિશ્ચય કરી કામે વળગીએ.” આઝાદી દિવસ”ની શુભ કામના. ત્રિરંગાની આન, બાન અને શાન વધારવી એ આપણું કર્તવ્ય બને છે.

જયહિંદ જયહિંદ બોલો સાથ

હથોંમેં હાથ મિલાઓ આજ

ત્રિરંગા હૈ હમારે દેશકી શાન

વીર જવાનોને દિઆ બલિદાન

કિતને  નેતા હુએ કુરબાન

યાદ કરો બાપુકી બતાઈ બાત

ભારત હમારા વિશ્વમેં  પ્રખ્યાત

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

15 08 2016
Vinod R. Patel

ગવાય છે વર્ષોથી સ્વાતંત્ર્ય દિવસનાં ગાન
પણ એક પ્રશ્નનો જવાબ હજુ બાકી રહે છે,
શું ખરેખર બધા સ્વતંત્ર થયા છે ખરા ?
સ્વતંત્રતાનાં ફળ બધે પહોંચ્યાં છે ખરાં ?

15 08 2016
pravinash

Fruits have reached everywhere. Some places they are not ripe. Other they are rotten. .

15 08 2016
Satish Parikh

સ્વતંત્રતા નુ આબેહુબ ચિત્ર. હાર્દિક અભિનંદન પ્રવીણાબેન.
શું ખરેખર બધા સ્વતંત્ર થયા છે ખરા ? તમે સ્વતંત્રતા કેવી રીતે મુલવવા માંગો છો તેની પર બધો આધાર છે. આપણી પણ સ્વતંત્ર થયા પછી ની કોઇ ફરજ ખરી કે નહી? આજે કેટ્લા લોકો મોદી ને સારી રીતે રજ કરવા દે છે? સ્વતંત્રતા નુ પણ એવુ જ છે. બલિદાન આપેલા લડવેયા ઓ ની કોઇ ને પડી નથી. બાંગો પોકારી ને ના ચાલે.

17 08 2016
Mukund Gandhi

Jai Hind.

Mukund Gandhi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: