*************************************************************************************************
ह्रदयनी साधना अने आत्मज्ञान
*************************
१२,
अंधम तमः प्रविशन्ति ये
असंभूतिम उपासते।
ततः भूयः इव ते तमः
ये उ संभूत्याम रताः ॥
**
જે નિરોધમાં ડૂબી ગયા
તે અંધારામાં પેઠા
જેઓ વિકાસમાં રમી ગયા
તે જાણે તેથી પણ વધારે
ઉંડા અંધારામાં ઠા.
** અસંભૂતિમ અને સંભૂતિમ એનો અર્થ વિનોબાજીએ નિરોધ અને વિકાસ કર્યો છે.
******************
જે કેવળ શરીરની ઉપાસના કરે છે એ માણસ પણ ગાઢ અંધકારમાં જાય છે.જે સંભૂતિ-આત્માની ઉપાસના કરે છે અને શરીર સામું જોતો નથી એ પણ ગાઢ અંધકારમાં જાય છે. વિનોબાજી કહે છે દોડતો ઘોડો સારો પણ તેને લગામ જોઈએ.
આત્માને સારા વિચારો તો આવે પણ તેનો અમલ આત્માને ખપમાં આવનાર શરીર તરફ ધ્યાન ન આપીએ તો ભારે દુંઃખ થાય છે. જે વ્યક્તિની ઉપાસના કરે છે એ અંધકારમાં પડે છે. જે સમાજની ઉપાસના કરે છે તે વધુ અંધકારમાં પડ્યા છે.
***********************************************************************************************************************
१३.
अन्यत एव आहुः संभवात
अन्यत आहुः असंभवात ।
इति शुश्रुम धीराणाम
ये नः तत विचचिक्षरे ॥
**
આત્મતત્વ વિકાસથી જુદું જ કહ્યું છે
અને નિરોધથી જુદું કહ્યું છે.
જેમણે અમને તેનું દર્શન કરાવ્યું
તે ધીર પુરૂષો પાસેથી
અમે એવું સાંભળ્યું છે.
*
એકે સમાજની અને બીજાએ વ્યક્તિની ઉપાસના પર ભાર મૂક્યો છે. આ બન્નેનું શું ફળ છે એ જાણીએ છીએ.ધીર પુરૂષો પાસેથી એ સાંભળ્યું છે. એમણે ઝીણવટથી બધું ખોલી ખોલીને એનો ભાવ અમને બતાવ્યો છે.
******************************************************************************************************************
१४.
संभूतिम च विनाशम च
यः तत वेद उभयम सह ।
विनाशेन मृत्युम तीर्त्वा
संभूत्या अमृतम अश्नुते ॥
—
વિકાસ અને નિરોધ એ બન્ને સાથે
જે તે આત્મતત્વને જાણે છે
તે તે આત્મતત્વને આધારે નિરોધ થકી મૃત્યુ તરી
વિકાસ થકી અમૃતને પહોંચે છે.
**
જે સંભૂતિ= આત્માને અને અસંભૂતિ=શરીર બન્નેને સાથે જ જાણે છે. તે શરીરથી મોતને ઓળંગી જાય છે.આપત્તિઓને તરી જાય છે. આત્માને અમૃતત્વને પામે છે. બંનેનો ધર્મ બરાબર જાણી લો. શરીરથી જેટલાં કામ થાય તેટલાં કરી લો. શરીર રહે ત્યાં સુધી કામ લેવાનું છે.
no comment
Panna Fee,
Enjoyed reading your posts on Ishavasya Upanishad and Rakshabandhan.