ગણેશ ચતુર્થીની વધાઈ **૨૦૧૬

5 09 2016

 

 

 

 

 

 

ganesh

 

************************************************************************************************************

ગણપતિ બાપા મોરિયા

અડધું લાડુ ચોરિયા.

જો મને કોઈ અડધી ચા પીવાનું કહે તો, જવાબ આપું,’ પિવડાવવી હોય તો આખો કપ આપો. અડધામાં શું મઝા આવે’?  તો પછી આપણા ગણપતિ બાપાને આખો લાડુનો થાળ ધરાવો, અડધુ લાડુ ચોરિયા’ કહીએ  એમાં શું ભલિવાર વળે. વાજતે ગાજતે ગણપતિ બાપા આવી રહ્યા છે. તૈયારી કરો. આપણે ભારતિય આપણી સાથે આખે આખું ભારત અંહી તાણી લાવ્યા છીએ. અમેરિકાના વસવાટે નસિબ સારાં કહો, ” આ દિલ તો હિંદુસ્તાની રાખ્યું છે”.

મઝા તો શું છે, ભારતમાં હતાં ત્યારે આપણે રહ્યા ગુજ્જુ, ગુજરાતિ તહેવારો ઉજવીએ. દક્ષિણ ભારત અને પૂર્વ કે ઉત્તર ભારતના તહેવારોની જાણ પણ ન હતી. અંહી આપણે ભારતિય છીએ તેનું ગૌરવ ધરાવીએ છીએ. મિત્ર મંડળમાં અમેરિકનો પણ હોય અને ભારતના જુદા જુદા પ્રાંતના પણ મિત્રો હોય. હવે તેમનો તહેવાર આવે એટલે આપણને મિત્ર તરિકે આમંત્રણ હોય. જઈએ, આનંદ ભેર ઉજવી પકવાન અને ભાતભાતની વાનગીઓની  મોઝ માણી ઘરે પાછાં આવીએ.

‘ગણપતિ’ એ એક એવા ભગવાન છે કે ભારતને ખૂણે ખૂણેથી સઘળી વ્યક્તિઓને તેમનામાં અપાર શ્રદ્ધા છે . અરે , હવે તો અમેરિકનો ને પણ તેમનામાં શ્રદ્ધા ધરાવતાં જોયા છે. ‘ચીન’ ની તો વાત જ શું કરવી, બજારમાં બારે માસ   મળતી ગણપતિની મૂર્તીઓ બનાવવામાં પહેલે નંબરે છે. હરએક શુભ કાર્યની શરૂઆત ‘ગણપતિની સ્થાપના અને પૂજનથી શ્રદ્ધાપૂર્વક કરી એ તો સફળતા મળે એમાં બે મત નથી.’

બાળપણનો એક પ્રસંગ યાદ આવી ગયો. ગણપતિ મહોત્સવ ચાલતો હતો. ગણપતિની આગળ લગાવેલો ભોગ જોઈ કોના મોઢામાં પાણી ન આવે ? એમાંય જો બાળકો હોય તો ! એકી ટશે તેની સામે જોઈ રહે. બાળકોને આરતી અથવા ગણપતિ કરતાં સહુથી વધારે રસ હોય સામે મૂકેલાં ભોજનના થાળમાં.  ક્યારે પ્રસાદ બધાને મળે ને પેટમાં પધરાવીએ.આરતી ખૂબ લાંબી ચાલી. પ્રસાદ વેચવાના સમયે બાળકો ટોળે મળી વિંટળાઈ વળ્યા. અમારા ઘર તરફથી પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો એટલે મને જોવાની અને પ્રસાદ સહુને પ્રેમથી આપવાની મઝા આવી.

અચાનક મારું ધ્યાન અમારી કામવાળીના બાળક પર ગયું. તેની આંખોના ભાવ જોઈ હૈયું હાલી ગયું. ભીડને ચીરતી હાથમાં પ્રસાદનો થાળ લઈ મેં એ તરફ ચાલલવાનું શરૂ કર્યું. મારી મમ્મી બૂમ પાડતી રહી. એ નાની પાંચ વર્ષની બાલકી અને તેનો ચાર વર્ષનો ભાઈ મને જોઈ ખુશ થયા.

‘બન્ને જણા બેસી જાવ’. પેટ ભરાય તેટલો પ્રસાદ આપ્યો. આજુબાજુ તેમના મિત્રો પણ હતાં. બધાંને પ્રેમથી બેસાડી પેટ ભરાય તેટલો પ્રસાદ આપી ખાલી થાળ લઈ પાછી પૂજા સ્થળે આવી. પ્રસાદના તો થાળ ભરેલા હતાં. મારી મમ્મી અને મોટાઈ મને જોઈ ખુશ થયા. મારું આપ્રકારે કરેલું આચરણ તેઓ આનંદ વિભોર થઈ નિરખી રહ્યાં હતાં.

‘બેટા, આજે આપણે ત્યાં ગણેશ ઉત્સવ સુંદર રીતે ઉજવાયો’. કહી મને વહાલ કર્યું.

ફરી પાછાં ગણપતિબાપા તેમની સવારી લઈને આવી પહોંચ્યા છે. તેમનું ઉદર ખૂબ વિશાળ છે. વાહન નાનું, ઉંદર. આ બધાં પ્રતોકોનો અર્થ હવે આપણે ખૂબ ઉંડાણ પૂર્વજ સમજી તેને આચરણમાં ઉતારવાનું છે. તેમનું નાક જુઓ, હાથીનું. તેમનું ભાલ કેટલું તેજસ્વી. આજે તો ગણપતિબાપાની વર્ષગાંઠ છે. તેમનું સામ્રાજ્ય બારે માસ , ૩૬૫ દિવસ પ્રવર્તે છે. વિઘ્નહર્તા શ્રીગણેશને ભાવપૂર્વક વંદન કરીએ.

મુંબઈમાં આવેલું ‘સિદ્ધિવિનાયક’ જે ગણેશજીનું મંદિર, ખૂબ સુંદર સ્થળ છે. મનોકામના પૂર્ણ કરે એવો સ્વાર્થી સંકલ્પ કદી ન કરશો. તેમને ખબર છે દરેક ભક્તને શેની જરૂર છે. તેમનામાં રહેલાં ગુણોનું અનુકરણ એ સાચા અર્થમાં ‘ગણેશચતુર્થીનો’ ઉત્સવ ઉજવ્યા બરાબર છે. એક સાથે બોલો,”શ્રી ગણેશાય નમઃ”

***************************

वक्रतुंड  महाकाय  सूर्यकोटि  समप्रभ

निर्विघ्नं  कुरू मे देव शुभकार्येषु सर्वदा

Advertisements

Actions

Information

2 responses

5 09 2016
Purvi Malkan

Bahu j sundar yaad ….Aapnu nanpan aankho ma sajiv Thai gayu.
Show original message

5 09 2016
મૌલિક રામી "વિચાર"

મનોકામના પૂર્ણ કરે એવો સ્વાર્થી સંકલ્પ કદી ન કરશો. તેમને ખબર છે દરેક ભક્તને શેની જરૂર છે.

Perfect…. _/\_

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: