૯/૧૧/૨૦૧૬ ભૂતકાળની ભૂતાવળ

11 09 2016

 

 

 

 

9-11

 

 

 

 

 

******************************************************************************************************************************************************

યાદ કરો એ ૨૦૦૧ની, ૧૧મી સપ્ટેમ્બરની સવારના ૯॥ વાગ્યાનો સુમાર.  હું બેંકમાં કામ કરતી હતી. અચાનક મારી રોજની કસ્ટમર આવી તેને ખબર હતી બેંકમાં અંદર ટી. વી. છે. ખૂબ ગભરાયેલી હતી. બોલવામાં પણ થોથવાઈ. તેની આવી હાલત જોઈને અમંગલના ભણકારા વાગ્યા હતાં. કિંતુ આવું ભયાનક તો સ્વપને પણ વિચાર્યું ન હતું.

‘ટર્નડ ધ ટી. વી. ઓન’ , જોરથી ચિલ્લાઈને મને કહી રહી.

‘વોટ હેપન્ડ’?

એવી ગભરાયેલી હતી કે વાત ન પૂછો . આજે આટલા વર્ષો પછી પણ એ દ્રશ્ય આંખોમાં ગંગા, જમુના લાવી શકે છે. ન્યૂયોર્કના એ ‘ટ્વીન ટાવર” નજર સમક્ષ ધરાશાયી થયા. અંદર કામ કરતાં માણસોની ભાગ દોડ. કેટલાંકે તો બારીમાંથી પડતું મૂક્યું. તેમની માનસિક પરિસ્થિતિની કલ્પના પણ અસહ્ય છે.  પ્લેનમાં મુસાફરી કરી રહેલાં સઘળાંની કરૂણ કથની. ્શું લખવું અને શું ના લખવું કાંઈ સમજણ પડતી નથી.

દોસ્તો ,જૂનો ઘા ખોતરીને તાજો નથી કરવો. તે વાતને આજે ૧૫ વર્ષના વહાણાં વાઈ ગયા. આજે ૧૬મી પુણ્ય તિથિ કહેવાય. સહુને યાદ કરી તેમને શ્રદ્ધાજંલી અર્પિત કરીએ. તેમનો પરિવાર કેટલી યાતના ભોગવતો હશે. આ તો જેના પગ નીચે પાણીનો રેલો આવે તેને  ખબર પડે.

આતંકવાદ ના ઓછાયા થોડા નરમ પડ્યા છે. નાબૂદ નથી થયા. કિરતારની સહાય માગીએ કે આ આ ઝનુનીઓને સદબુદ્ધિ આપે. દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય. દરેકને જીવવાનો સરખો અધિકાર છે.  ધર્મ કે ચામડીના રંગથી માનવીની લાગણીઓ બદલાતી નથી.

ખેર, આપણે સહાનુભૂતિ તો પ્રદર્શિત કરી શકીએ. આતંકવાદના ઓળા સમગ્ર વિશ્વમાં ફેલાયા છે. કોને ખબર એ ‘ઘનચક્કરો’ને શું જોઈએ છે.  આ દિવસ અમેરિકાના ઈતિહાસમાં “કાળા અક્ષરે” લખાયો છે. હે પ્રભુ આજના દિવસે એ ઘા ફરી તાજો જો મારા જેવાને થતો હોય તો એના પર ગુજરી હશે તેમની હાલત કેવી હશે ?

ઈતિહાસ ગવાહ છે

આતંકવાદની દેન છે

નિર્દોષો માટે જીવલેણ છે

નિવારણની યોજના કોયડો છે.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

11 09 2016
અક્ષયપાત્ર/Axaypatra

We are praying with you for those who suffer !

11 09 2016
Harnish Jani

ધન્યવાદ. ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: