“હું ગૌરવવંતો ગુજરાતી”

13 09 2016

gujarat

 

 

 

 

 

 

*************************************************************************************************************************************************

હા, હું ગુજરાતણ જન્મી મુંબઈમાં મોટી થઈ, પરણી અને અમેરિકા આવી. સાચું પૂછો તો અમદાવાદ યા ગુજરાતમાં કોઈ કહી શકાય અથવા જેને ત્યાં રહી શકાય એવા એક પણ ગુજરાતીને ઓળખતી નથી.  કદાચ આમાં અતિશયોક્તિ લાગશે. હા, ગયે વર્ષે પહેલીવાર અમદાવાદ ગઈ, રહી અને મિત્રો પામી.

ખેર વાત આજે ગુજરાતીની છે. પછી તે ભાઈ હોય કે બહેન. આપણને સહુને ખબર છે ,જો આપણું કોઈ સહુથી વધારે અહિત કરી શકે એવું જો કોઈ હોય તો તે નજીકના સાગાં યા કુટુંબીજનો. કારણ ખુલ્લું છે, તેમને આપણી જીંદગીની રજેરજ ખબર છે. તેવી રીતે ગુજરાતીઓનું જો સહુથી કોઈ ખરાબ કરી શકે તેમ હોય તો તે ‘બીજો ગુજરાતી’ જ છે. તેમાં શંકાને સ્થાન નથી.

હૉટલમાં ચા મંગાવવાની આદત કોલેજ કાળથી છે. વિલ્સનમાં ભણતી ત્યારે ખાસ  ‘દરિયા વિહારમાં’ મસાલા ચાય પીવા જતાં. અને જો ખૂબ આનંદમાં હોઈએ ત્યારે ચર્ચગેટ પર “રેશમ ભવન ટી હાઉસમાં’ શું ભવ્ય રેસ્ટોરન્ટ હતી. આજે છે કે નહી તે ખબર નથી આ તો ૧૯૬૧ થી ૧૯૬૫ સુધીની વાત છે.

 

માખીવાળો ટૂચકો અત્યાર સુધીમાં ત્રણેક વાર વાંચ્યો છે પણ ભલા ભાઈ અડધી ચા મંગાવવાળાં અમદાવાદીઓ પણ આટલી હદ સુધી નીચે નથી ઉતર્યા. જો માખી ચાના કપમાં હોય તો નથી લાગતું એ ચા કોઈ પણ પી શકે ? ગુજરાતીઓ વેપારી છે. વેપલો એ  તેમનો “મોટો ગુણ ” છે. હા, ‘યેન કેન પ્રકારેણ કમાતાં અંગુઠા છાપ લોકો’, તેને બદનામ કરે છે. તેથી કાંઇ સમસ્ત ગુજરાતી પ્રજાને દોષ ન દેવાય. હસતાં મોઢા જેવો જેનો દેખાવ છે, ‘એ ગુજરાત હિંદનો’ ખૂબ સુંદર પ્રાંત છે.  ગુજરાતણ જ્યારે ગુજરાતી સાડી પહેરીને ગરબે ઘુમતી હોય ત્યારે તો ઈંદ્રની અપ્સરા પણ ઝાંખી પડી જાય, ખરું પૂછો તો ભારત દેશના કોઈ પણ પ્રાંતની સ્ત્રી તેના પ્રદેશને આગવી રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે.

‘પૈસો” કોને વહાલો નથી ? પૈસો સર્વસ્વ નથી, પણ જીવનની સહુથી અગત્યની જો કોઈ પણ ચીજ હોય તો તે પૈસો છે એમાં બે મત પણ નથી. જેને અંગ્રેજી ગળથૂથીમાં મળ્યું હોય એવા લોકોને બાદ કરતાં જેઓ આપમેળે આગળ આવી શિખ્યા હોય અને ભૂલ કરે તો તેમાં વાંધો શો છે? તમને ખબર છે, અમેરિકનો આપણા પર ફિદા છે કે,’ તમારી ભાષા ઈંગ્લીશ નથી છતાં તમે આવું સુંદર બોલી સામેવાળાને સમજાવી શકો છો”? વાત વાતમાં અંગ્રેજી શબ્દો ઘુસાડી બન્ને ભાષાનો કચરો કરવો એ અભણ કરતાં ભણેલાં વધુ કરે છે.

નવા નવા માસિક શરૂ કરશે ગુજરાતીમાં અને નામ હશે ઈંગ્લીશમાં. કેમ તેની સાથે વાંધો નથી લેતાં ?  ચિત્રલેખા, ઝગમગ, સંદેશ, જન્મભૂમી નામો યાદ છે? હવે ફિલિંગ્સ અને બ્રેઈન ગેમ રખાય છે.  ગુજરાતીઓ કોઈ પણ જાતનું ખાણું બનાવી શકે છે એ તેમને વરેલી કળા છે. તમે નહી માનો, અમેરિકનો, મેક્સીકનો અરે ચાઈનિઝ પણ હવે આપણા મસાલાવાળું ખાતાં થઈ ગયા છે,

હજુ ગઈ રાતની જ વાત છે, મારી અમેરિકન બહેનપણીની ભાણેજ મારી સાથે ફેસ ટાઈમ કરીને એક વર્ષના બાળકને શું ખવડાવી શકાય તે પૂછતી હતી. જ્યારે તેને મગની દાળ સુપ બનાવીને પિવડાવવાનું કહ્યું તો ખુશ થઈ ગઈ. મગને પણ ચડાવીને સુપની જેમ પિવડાવવાનું કહ્યું તો થેન્ક્યુ નો વરસાદ વરસાવ્યો. આપણામાં રહેલી આવડત વિષે ગર્વ અનુભવો. કહેવાય છે” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. હા, જો તમે તમારી જાતને નીચી સાબિત કરશો તો તેમાં તમારો વાંક છે. જે છો તે ઉન્નત મસ્તકે સ્વિકારો.

તમે નહી માનો, આપણા જ બાળકો પોતાના માતા અને પિતાની મશ્કરી કરતાં જોયા છે. તેઓ ભૂલી જાય છે ખાલી ગજવે અમેરિકા આવેલા માતા અને પિતાએ તેમને ભણાવ્યા. અગવડ સહન કરી. કુપન વાપરી તમને આજે આ સ્થળે પહોંચાડ્યા છે. તેમનો ઉપકાર માનો. તેમને ઈજ્જત અને આદર આપો. તમે તમારા પરિવાર સાથે જલસા કરો છો, તેના પાયામાં તેમની મહેનત અને પસીનાની કમાઇ છે. બાકી ભણ્યા એટલે આ દેશમાં પૈસા કમાવા એ તો ડાબા હાથનો ખેલ છે. એ પૈસાથી કેટલા જીવોનો ઉદ્ધાર કરો છો એ અગત્યનું છે.

જે ગુજરાતીઓ ગૌરવભેર જીવતાં નથી તેમને માટે કસરત પાનના ગલ્લાં સુધી અને ફટફટિયા પર ચાર જણાની સવારી. તેમને શિક્ષણ શું મળ્યું છે. તેમની દોટ અને પહોંચ કેટલી. આ તો પેલાં ડોશીમાં જેવું થયું.

“મારા ચંપકને ત્યાં હંસા અને ચંપકની ચકલી જુદી”.  ડોશીમા જન્મ ધરીને રાજપીપળાની બહાર ગયા ન હતાં. તેમનો દીકરો પરદેશ ગયો, માને બોલાવી. માને એચ અને સી અક્ષર વાંચતાં ક્યાંકથી આવડ્યું  હતું.  ગુજરાતીઓની ઠેકડી ન ઉડાડો. જેમની માતાને કોઈ જાતનું શિક્ષણ નથી મળ્યું, જેમના પિતા પૈસા કમાવામાં મશગુલ એમના બાળકોને આપમેળે આગળ આવતાં કોઈ રોકી ન શકે.

તમે નહી માનો આપણા બાળકો હવે અમેરિકનોને પરણે છે. જે સાવ સામાન્ય બનાવો છે. નોંધનિય તો એ છે કે તેમના બાળકો પણ થેપલાં , છુંદો અને ઢોકળા પ્રેમથી ખાય છે. તમે કહો એટલાની શરત લગાવું જો કોઈ પણ ચાઈનિઝ, અમેરિકન કે બ્રિટિશર એમ કહે, તમારા સમોસા અને બટાટાવડા અમને નથી ભાવતાં તો તમે કહો એ હારી જવા તૈયાર છું

યાદ રહે ગાંધીજી આફ્રિકા ગયા ત્યારે તેમને આશરો આપનાર ગુજરાતી હતા. પૂજ્ય ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ અરે ભૂતકાળ ભૂલી જાવ. આપણા સહુના લાડીલા વડા પ્રધાન પણ ગુજરાતી છે !

ચાલો ત્યારે જમણા હાથમાં પાણી લો અને કનૈયા સમક્ષ પણ લો ,’ આજથી ગુજરાતીઓની ફિરકી લેવી બંધ.”

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

13 09 2016
Ami Milan Gandhi

જયહિંદ જયહિંદ 😃
Ami Gandhi

13 09 2016
Purnima Bipin Gandhi

I think all Gujarati/Indian deserve credit for all the success. Rich or poor, educated or uneducated all have same obligation toward each other.

What we think about other people is our perception and not what they actually think or do. It is hard to get into someone else’s head.

Just a thought.

Love purni

Purnima

14 09 2016
Harnish Jani

બહુ સરસ લેખ લખાયો છે. ઘણી વાતો કવર કરી છે. આપને ખબર છે કે ૨૩ લાખની ભારતીય સેનામાં હજારથી ઓછા ગુજરાતી છે.

Harnish Jani

15 09 2016
pravina Avinash

આપનો જવાબ જાણીને નવાઇ લાગી. અંતે વિચાર્યું “આપણે ગુજરાતીઓ વેપાર કરી

જાણીએ. આપણે નથી રજપૂત કે શીખ, જેને કારણે લશ્કરમાં ઓછાં હોય તેની નવાઈ નથી

લાગતી.”

પ્રવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: