શ્રદ્ધાનું બીજું નામ શ્રાદ્ધ

17 09 2016

memory

 

 

 

 

 

 

*****************************************************************************************************************

આમ તો વિછડેલાં પ્રિયજનો કદી અંતરપટમાંથી ભુંસાતા નથી. વડીલોના આશિર્વાદ તો સદા વરસતા જ હોય છે. ખબર નહી કેમ શ્રાદ્ધના દિવસો આવે અને હ્રદય એક ધબકારો ચૂકી જાય છે. હિંદુ ધર્મની આ તો વિશિષ્ટતા છે. દરેક વ્યક્તિ, પ્રસંગ યા પૌરાણિક વિષયોનું સુંદર સંકલન આખા વર્ષ દરમ્યાન સાંકળી લેવામાં આવે છે.

આજની પ્રજા આ અદભૂત સત્યથી અજાણી છે. એમાં તેમનો વાંક નથી. એમનામાં સિંચન કરનાર માતા અને પિતા પણ આ બધાથી પરિચિત નથી. ‘કહેવાય છે, કુવામાં હોય તો હવાડામાં આવે’. ૨૧મી સદી ખૂબ પ્રગતિ અને નવી નવી શોધખૉળ કરી.  જૂનું વિસારે પાડવામાં  નુક્શાન આપણને જ છે.

આજે અમેરિકામાં “માય એન્સેસ્ટ્રી’ બહુ પ્રચલિત બન્યું છે. આજની પ્રજાને તેમના મૂળ ક્યાં છે તે જાણવામાં ખૂબ રસ છે. આપણા દેશમાં આ પ્રથા સદીઓથી ચાલી આવી છે. જો કદાચ તમે પણ ન જાણતા હો તો તેનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.

આપણે ત્યાં દરેક ધર્મના લોકોને જાત્રાએ જવાની પ્રથા છે. દાખલા તરિકે અમારા કુટુંબમાં શ્રી કૃષ્ણના દર્શન માટે ‘ગોકુળ’ જવાની પ્રથા છે. હવે ગોકુળમાં દરેક કુટુંબને પોતાનો ‘ગોર મહારાજ ‘હોય. જે તેમના યજમાનની આગતા સ્વાગતા કરે. તેમની રહેવાની વ્યવસ્થામાં સહાય કરે. તેમની સથે રહે તેટલા દિવસ સાથ આપે. જવાના સમયે યજમાન તેમને યથાશક્તિ તેમની જરૂરિયાતોને લક્ષમાં લઈ મદદ ( દક્ષિણા) કરે. આ પ્રથા બાપદાદાના સમયથી ચાલી આવતી હોય. તે ગોર મહારાજના કુટુંબમાં પણ આ પ્રથાનો સિલસિલો ચાલુ હોય.

જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે ગોકુળ ગઈ, અમારા ગોરનું નામ રણછોડજી, ખાતાવહી લઈને આવ્યા. મને કહે ‘બેટી કુછ સુનના ચાહતી હો’?

મેં હા પાડી, મારા દાદાના દાદા અને તેમના દાદા અને તેમના દાદા. કેટલી પેઢી સુધીના નામ વાંચી સંભળાવ્યા. મને સાંભળવાની મઝા આવી. મિત્રો આજે આ પ્રસંગ લખી કુટુંબના સર્વ વડિલોને પ્રણામ પાઠવવાનો ઈરાદો છે.

બાકી શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખીને પુણ્ય કમાવું નથી. હા, બની શકે તો કોઈ જરૂરત મંદની આંતરડી ઠારી શકીએ તો તેના અંતરની દુઆ મળે ખરી. સ્વાર્થ માટે નહી પણ તેને જે સંતોષ થયો અને એને ખુશીનું પ્રદાન થાય.  બાકી આવા સારા કાર્ય કરવા માટે કોઈ ચોઘડિયા કે દિવસની જરૂરત હોતી નથી. તેને માટે તો ૨૪/૭નો સમય અનુકૂળ છે.

પૂનમથી અમાસ સુધીના દિવસોમાં કોઈનું કોઈ આ જીવે ગુમાવ્યું છે. સહુને પ્રેમ પૂર્વક પ્રણામ. તેઓ જ્યાં પણ ,જે પણ અવસ્થામાં હોય તેમને સુખ પ્રાપ્ત થાય. બાકી આત્મા કદી મરતો નથી, કદી પાણી તેને  ભિંજવી શક્તો નથી યા અગ્નિ તેને બાળી શકતો નથી.

ૐ શાંતિઃ  શાંતિઃ  શાંતિઃ

Advertisements

Actions

Information

2 responses

19 09 2016
Fulvati Shah

nice Article

Fulvati M Shah

20 09 2016
Ramesh Patel

Touching inner feelings.

Ramesh Patel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: