‘તફાવત’

20 09 2016

 

car

 

heart

 

 

 

 

 

 

****************************************************************************************************************************************************

મોટર   મિકેનિક  પંકજના હાથમાં જાદુ હતો. ભલભલી ગાડીઓ ઠીક કરવામાં પાવરધો. બીજા મિકેનિક કરતાં તેનો પગાર ઘણો વધારે હતો. છતાં તેને સંતોષ ન થતો. પોતાની જાતને ગાડીનો પ્રખ્યાત ડોક્ટર માનતો હતો. જો કે તેમાં જરા પણ અતિશયોક્તિ ન હતી. કોઈ પણ ગાડી હોય ફોર્ડ ફિયાસ્ટા કે પછી  બી.એમ.ડબલ્યુ તેને ગાડીમાં શું તકલિફ છે તે પારખવામાં અથવા તેની મરમ્મત કરવામાં વાર ન લાગતી. ગમે  તેટલી હોંશિયારી હોય પણ કમાણી કાયમ બે આંગળ ઓછી પડતી. ઘરમાં બે બાળકો નાના હોવાથી તેની પત્ની કામ ન કરતી. પત્ની તેમજ બાળકોને ખૂબ પ્યાર કરતો. તેમની બધી જરૂરિયાતો દિલથી પૂરી કરતો.

એક વખત તેના મિત્રના સસરા આવ્યા. તેઓ હ્યુસ્ટનના પ્રખ્યાત ‘કાર્ડિયોલોજીસ્ટ’ હતા. તેમની બી.એમ. ડબલ્યુના કામ માટે જો ડીલર પાસે જાય તો ૨થી ૩ હજાર ડોલર થવાનો ભય હતો. પંકજ પાસે લગભગ ૯૦૦ ડૉલરમાં કામ થઈ ગયું.  ખુશ થઈ ડો. બિલિમોરાએ તેને ૫૦૦ ડોલર બક્ષિસ આપી.

કામ કર્યા પછી સાધારણ વાતચીત કરવા બેઠાં. બન્ને જણા સાથે કોફી અને ડોનટની મોજ માણી રહ્યા હતાં. પંકજના મોઢા પર ખાસ ખુશી ન જણાઈ.

‘ડો. બોલ્યા,’તું ખુશ નથી ભાઈ’. બન્ને ગુજરાતી હતા.

‘ડો. સાહેબ હું ખુશ તો છું, પણ એક વાત મારા ભેજામાં નથી ઉતરતી. ‘

ડો. ઘરે જતાં હતાં એટલે વાત કરવાનો સમય હતો. ‘કહી જો, મારાથી જવાબ અપાશે તો તને આપીશ’.

‘ઓ.કે. તમે હાર્ટના ડો. છો. હું ગાડીના હાર્ટનો ડો. છું . ડુ યુ એગ્રી ?’

બિલિમોરા પાસે આનો એક જ જવાબ હતો .’હા’.’

હવે પંકજ મુંઝાયો.

‘અરે બોલ ચિંતા ન કર’.

‘તો પછી મારી ને તમારી ઈન્કમમાં આટલો બધો તફાવત શાને’?

બિલિમોરા અવાચક થઈ ગયા. આવો સણસણતો સવાલ આવશે, તેનો અંદાઝ ન હતો. વાત તો તેની સાચી હતી. પણ આખરે ડો. હતા. એક મિનિટ વિચારીને બોલ્યા, બરાબર સાંભળજે, તને તારી મેળે ઉત્તર મળી જશે.

“હું જ્યારે હાર્ટ રિપેર કરું છું ત્યારે “ગાડી” ઓન હોય છે. ડોક્ટરનો પેશન્ટ જીવતો હોય છે. હા એ એનેસ્થેસિયાની અસર નીચે હોય તે સ્વાભાવિક છે.  તું જ્યારે રિપેર કરે છે ત્યારે “ગાડી ડેડ” હોય છે’. ચાલતી બંધ થઈ જાય પછી લોકો તારી પાસે રિપેર કરાવવા આવે છે. તું તેને જીવતદાન આપે છે.

સમજુ કો ઈશારા કાફી.મોટર મિકેનિક પંકજ અવાચક થઈ ગયો. તેને લાગ્યું ડો બિલિમોરાની વાતમાં સનાતન સત્ય છુપાયેલું છે. તેના હાથમાં કસબ છે. એ વાતનો ડો. બિલિમોરાએ સ્વિકાર કર્યો. અને તેને ૫૦૦ ડોલર એક્સટ્રા આપ્યા.

જ્યારે પણ આપણે વિચાર કરીએ છીએ કે ,’મારામાં અને અન્ય વ્યક્તિમાં ‘ તફાવત ક્યાં છે તે આપણને સ્વાર્થના ચશ્માથી નથી જણાતું. જો જરાક એક પળ થોભી વિચારીશું તો એ તફાવત સ્પષ્ટ નજર સમક્ષ તરી આવશે યાદ છે બિરબલ અને અકબરની એ મજાની વાર્તા. અકબરના હજામને બિરબલની ઈર્ષ્યા થઈ. તેણે બાદશાહના કાન ભંભેર્યા. બાદશાહે તેની સાન ઠેકાણે લાવવા એક કામ સોંપ્યું જેને માટે તેણે દસ ધક્કા ખાધાં. બિરબલે એ જ કામ એક ફેરામાં કરી બતાવ્યું. ત્યારથી એ હજામની બોબડી બંધ થઈ ગઈ.

મારી એક મિત્ર હમેશા ફરિયાદ કરતી. ‘હું વર્ષો જૂની છું આ કંપનીમાં પણ મને મેનેજરની પોસ્ટ કદી મળતી નથી’.  તેનું કારણ તેને ખબર ન હતી પણ ઓફિસમાં જાહેરમાં ચર્ચાતી, એ એકબીજાની વાત હમેશા મીઠું મરચું ઉમેરીને કરતી. હવે બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે?

‘તફાવત’ એ ખૂબ  ન્યાયી શબ્દ છે. હકિકતમાં એ તફાવત છે જ નહી. એને કદાચ ‘ન્યાયી’ કહી શકાય. હમેશા જે ને જે પણ મળે છે તે એના કર્મના અનુસાર પ્રાપ્ત થતું હોય છે. નરસિંહ મહેતાએ કેટલું સુંદર જણાવ્યું છે, ” જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે”.

તફાવતને જો ન્યાય આપીએ તો એમ કહી શકાય , મારો ભાઈ નાનો છે અમારા બન્નેની ઉમરમાં તફાવત છે. તેને કારણે મારી જવાબદારી વધારે હોય તે સ્વાભાવિક છે. જો તેને ‘હકારત્મકતા’ને ત્રાજવે તોળીશું તો સાચો ઉત્તર પ્રાપ્ત થશે. બાકી નકારત્મકતા અને અફસોસનું સામ્રાજ્ય છવાઈ જશે.

તફાવત નરી આંખે જણાય છે. તેની પાછળનું રહસ્ય છતું થાય પછી તે આપોઆપ સરી જાય છે. જ્યારે પણ આંખ સમક્ષ તફાવત જણાય ત્યારે ઉંડો શ્વાસ લઈ પરિસ્થિતિની છણાવટ કરવી. આ તફાવત સામાજીક સ્તરે, આર્થિક સ્તરે, રાજકિય સ્તરે કે પછી સંબંધોમાં પણ કેમ ન હોય?  ભેદ આપોઆપ ઉકલી જશે.

અસ્તુ

 

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

20 09 2016
Bhavana Patel

Dear friend Pravina,
Really nice!! Post on Sharddh and Car/ Cardiologist.
Enjoyed and passed it on to people interested in these thind=gs.
​Bhavana S. Patel

20 09 2016
pravinash

Thanks Bhavana. Long time not seen

jay shree krishna

pravinash

20 09 2016
સુરેશ

सबसे बडी चूप ।

20 09 2016
jugalkishor

સરસ !

20 09 2016
નીતા કોટેચા

gr888 🙂

21 09 2016
Mukund Gandhi

લેખ સરસ છે. વળતર યોગ્ય આવડત અને જ્ઞાન મુજબ હોય.
પરંતુ કેપીટાલીસ્ટ સમાજની વ્યવસ્થા થોડી અલગ છે.અહીં પૈસાની પેદાશની ફોર્મ્યુલાથી આવક નક્કી થાય છે.
દા.તઃ યુનીવર્સીટીના પ્રેસીડેન્ટ ફૂટબોલની ટીમના કોચને નોકરી આપે અને તેના અભ્યાસના વર્ષો ગમે
તેટલા ઓછા હશે છતાં તેનો પગાર એ પ્રેસીડન્ટ કરતા પણ વધું અપાય છે.
બેઇઝબોલ, ફૂટબોલ અને રેસલીંગના સફળ ખેલાડીઓ ભલભલા સર્જનો કરતા વધું કમાય છે.
કંપનીના એક્ઝેક્યુટીવ ઓફીસરો પોતાના કાર્ય માટે કરોડો અને આબજોની રકમ પોતા માટે પગારમાં લઈ શકે છે જેનો
ખરો જશ તેની નીચે રીસર્ચ કરતા વૈજ્ઞાનિક અને એક્ષ્પર્ટોનો હોય છે.

તમે જૂદા જૂદા વિષયો પર લેખ લખો છો તે બદલ તમને ધન્યવાદ.

મુકુંદ

22 09 2016
Smita A. Shah

Story is good .

…..Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: