નવરાત્રી | ગાંધી બાપુ ૨૦૧૬

1 10 2016

navaratri

 

 

bapu

 

 

 

 

************************************************************************************************************************************************************************

કેવું સુંદર સુભગ મિલન. નવરાત્રીનો બીજો દિવસ અને ૨જી ઓક્ટોબર પૂજ્ય બાપુનો જન્મ દિવસ. માતાના સ્મરણ અને પૂજન દ્વારા જીવન પવિત્ર બને. બાપુના સ્મરણ અને તેમની જીંદગાની આપણને સહુને જીવન જીવવાનો રાહ બતાવે !

અંબામા, દુર્ગા મા, કાલિમા, સરસ્વતિ,, રાંદેલ ,યમુના મહારાણી, માતાના અનેક રૂપે આપણે દર્શન કરીએ છીએ. તેમને ભક્તિભાવથી પૂજીએ છીએ.   તેમની ગાથા ગાતાં આપણી જીહ્વા થાકતી નથી. નવરાત્રીના નવ દિવસ આ સહુની સ્થાપના અને ગુણગાન કરનારાં આપણે , ઘરની માતા તો સદા આપણી સાથે છે તેને ન વિસરીએ તો સારું, જે સાક્ષાત છે. જેના થકી તમે આ જગમાં અવતર્યા છો. તેની અવહેલના ન થાય એ જોવું અત્યંત જરૂરી છે. “નવરાત્રી આવે અને અંગ અંગમાં આનંદ ઉભરાય. રોજ નવા ચણિયાચોલી પહેરી ગરબે ઘુમવા જવાનું. સાજ સજવાના અને રાસની રમઝટ બોલાવવાની”.  ખાસ કરીને ગુજરાતમાં અને બંગાળમાં તેની ઉજવણી ખૂબ ધામધુમથી થાય છે. ગુજરાતમાં માતા દુર્ગા અને બંગાળમાં કાલિમાતા નવરાત્રીના નવ દિવસ પૂજાય છે. હિંદુઓનો આ  ખૂબ પવિત્ર તહેવાર છે. બન્ને પ્રાંતના રહેવાસીઓ એનો ઉત્સવ આનંદભેર મનાવે છે.

જો જો આ ભૂતકાળ ન બની જાય !  નથી લાગતું નવા જમાનાની દોડમાં આપણને શ્વાસ લેવાનો સમય નથી. દેખાદેખીની રામાયણમાં જીંદગી જીવવા માટે સમય ક્યાંથી કાઢવો?  હા, આજે ભારતના શહેરોમાં રહેનાર આવી દશામાં છે. દેશથી હજારો માઈલ દૂર રહી, આપણા તહેવારોની મજા તો અમેરિકામાં આવે. હજુ તો નવરાત્રી આવે એ પહેલાં રાસ, ગરબા શરૂ થઈ જાય. તે છેક શરદ પૂર્ણિમા સુધી. અંહીના રહેવાસીઓ પણ તેમાં જોડાય અને આનંદના ભાગિદાર બને. અંહી ઉમરનો કોઈ બાધ નથી.

આ વર્ષે નવરાત્રીની શુભ શરૂઆત અને પૂજ્ય ગાંધીબાપુનો જન્મ દિવસ આગળ પાછળ છે. નવરાત્રીમાં માતાની પૂજા કરતી વખતે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના વિચારોનું પણ સમર્થન કરીશું તો ઉમંગ અને આનંદ બેવડાશે. તમે દેશમાં હો કે પરદેશમાં, આ દિલ તો હમેશા ‘હિંદુસ્તાની’ રહેવાનું. કોઈ સારો પાળી શકાય તેવો સંકલ્પ કરીએ.

બાળપણ ખેલકૂદમાં ગયું. જુવાની કુટુંબની સરભરામાં. બારણે આવીને વિના આમંત્રણે ઘરમાં પ્રવેશી ગઈ પ્રૌઢાવસ્થા અને  જરા. હવે જે નફાનું જીવીએ છીએ તેને આનંદ અને અર્થ સભર બનાવીએ. નવરાત્રીના  ઉપવાસ જો થાય તો નહીતર ગરબા પ્રેમે ગાવાના. જે પણ મનની મુરાદ હોય તેને પૂરી કરવામાં કોની વાટ જોવાની છે? સારા કાર્ય તો ૩૬૫ દિવસમાં ક્યારેય પણ થઈ શકે. તેના માટે મૂહર્ત જોવાની જરૂર નથી. બસ બે હાથે ઉલેચો, કોઈની આંતરડી ઠારો. કાલની કોને  ખબર છે?

આવા સુંદર ટાણે એક વાત કહેવી અયોગ્ય નહી લાગે. આપણી આવતી પેઢીને સાચા અર્થમાં તહેવારોની મહત્વતા સમજાવવાનું કાર્ય ઘરના વડીલોએ કરવું પડશે. પછી ભલેને આપણે ભારતમાં રહેતાં હોઈએ કે દુનિયાના કોઈપણ ખૂણામાં. ૨૧મી સદીમાં બાળકોનો ઉછેર જરા ‘હટકેથી’ થતો નિહાળ્યો છે. તેજ બાળકો ભવિષ્યના સુંદર, સમજુ અને લાગણી સભર નાગરિક બને તે જોવાની જવાબદારી ઘરના વડીલ અને માતા તેમજ પિતાની છે.

મારી ‘મા’ હમેશા કહેતી ગુલાબનો છોડ વનમાં પણ ઉગે, બગિચામાં પણ ઉગે અને ઘરના કૂંડામાં પણ ! હવે તેનો તફાવત આપણે સહુ બરાબર જાણીએ છીએ. તમને કદાચ લાગશે આ ઢળતી ઉમરનો સાદ છે. ‘હા’., કહેવામાં જરા પણ લજવાતી નથી.

બાકી નવરાત્રીમાં માતાનું મહાત્મ્ય કરવાની છૂટ છે. આ દિવસો ખૂબ પવિત્ર અને આનંદથી ઉભરાતાં છે. અન્યનો ખ્યાલ કરી, તેમને સંગે લઈ, તેમની જરૂરિયાતો પૂરી કરીને અનેરો આનંદ પ્રાપ્ત કરવાની મઝા ઔર છે. આપણા તહેવારો , આપણી સંસ્કૃતિના વારસદાર, ખમીર અને ઉત્સાહ ટકાવવાની ફરજ આપણી બને છે. તે વિષે માહિતિ હોવી અગત્યની છે.

હવે તો આ “ગુગલ ડોક્ટર” આપણને ભાણું પિરસવા તૈયાર છે.


ક્રિયાઓ

Information

One response

1 10 2016
Anil Chavada

Happy navratri pravinabahen…
Navratri ni shubhechha…
Anil Chavada

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: