દશેરા ૨૦૧૬, ઓક્ટોબર

11 10 2016

dashera

 

 

 

 

******************************************************************************************************************

 

રામે રાવણને હણ્યો. આજે ભારતના જવાનોએ દુશ્મનોને હંફાવ્યા, માર્યા અને મર્યા. તેમને શત શત પ્રણામ.

આ વર્ષના દશેરાનો માહોલ દર વર્ષ કરતાં અલગ છે. આપણા પ્રજાજનો , નાગરિકોમાં પ્રસરેલી રાષ્ટ્રભાવના

ખરેખર રંગ લાવી છે.

જ્યારે ભારતમાતાને માથે આપત્તિ જણાઈ છે ત્યારે આપણે સહુ દેશબાંધવો સાથે મળીને તેનો જવાબ આપવા

તત્પર રહ્યા છીએ. આપણા વડાપ્રધાન અને તેમના સાથીઓ પર શંકા ન લાવતાં તેમને ઉમંગભેર સહકાર આપીશું.

અમીચંદો અને જયચંદોની તો પહેલાં પણ કમી ન હતી. તો આજે ક્યાંથી હોય? ખેર  ઘંઉમાં કાંકરા ન હોય તો

ઘંઉની કિમત કેમ સમજાય? સફરજનના ટોપલામાં થોડાં ગણ્યા ગાંઠ્યા સડૅલાં સફરજ્ન તો રહેવાનાં !

આ વર્ષના દશેરા, અનોખી રીતે ઉજવવાનું આપણે સહુએ નક્કી કરવાનું છે. સહુ પ્રથમ ચીનની બનાવટની

લાઈટો અને ફટાકડાંનો બહિષ્કાર.

ગદ્દારોની નવી ફિલ્મો થિયેટરમાં આવે ત્યારે જોવા નહી જવાની પ્રતિજ્ઞા, તેમને સબક શિખવાડવાનો ખૂબ

સહેલો અને સરળ કિમિયો છે. કરોડો રૂપિયાનું આંધણ થતું બચશે. એ પૈસામાંથી બને તો જવાનો જેમણે

જાન ન્યોછાવર કર્યા છે, તેમના કુટુંબીજનોની સાથે રહી તેમના દુખમાં ભાગ પડાવશું.

ભારતના મહેનતુ વર્ગે બનાવેલાં કોડિયાથી ઘરનું આંગણું સુશોભિત કરવાનું.  જવાનોના કુટુંબીજનો માટે

બને તો મિઠાઈ અને પૈસા મોકલવાની તકલિફ લેવાની. યાદ રહે એ પૈસા ખોટી વ્યક્તિ યા સંસ્થાના હાથમાં

ન પહોંચી જાય.

રામે રાવણ હરાવ્યો, વિભિષણને રાજ્ય સોંપ્યું. આજના ‘૨૧મી સદીના રાવણને’ આપણા વીર જવાનોએ

બરાબર પાઠ ભણાવ્યો. જેમ રામના રાજ્યમાં ‘ધોબી’ એ સીતા માતાને પાછો વનવાસ અપાવ્યો. તેના કરતાં

પણ હલકું કૃત્ય આજના અમુક ભારતવાસીઓ કરી રહ્યા છે. ધોબી તો સામાન્ય માનવી હતો. લોકોનાં મેલાં

કપડાં સાફ કરતો હતો. આજના ભારતમાં ‘નટ’ તરિકેનું કાર્ય કરતાં તેનાથી પણ નીચી શ્રેણીનું કાર્ય કરી રહ્યાં

છે. ખેર,’ જ્યારે આફત આવે ત્યારે ચૂહા પોતાનું પોત પ્રકાશે’. જે દેશમાં જન્મ લીધો. જે દેશમાં રહી અબજો

રૂપિયા કમાયા , જે દેશની પ્રજાએ તેમને માન, મરતબો અને ઈજ્જત બક્ષ્યા તેની સામે બગાવત ! આનાથી

માનવ કેટલો નીચે જઈ શકે ? તેઓ માનવીના નામ પર ધબ્બા છે. માણસાઈની જેમનામાં બુંદ પણ નથી .

આપણને  સહુને ‘રામ’ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી દશેરાને ઉજવીશું. શહીદોની શહાદતને અંજલી

આપીશું. સબક શિખે નહિતર આવતા તોફાન સામે ટકી રહેવાની કોશિશ કરે યા જમીન દોસ્ત થાય.

સત્યનો વિજય નિશ્ચિત છે. અસત્યનો પરાજય એ જ તેની આખરી મંઝિલ છે. દશેરાને દિવસે અહંકારી

રાવણ હણાયો. તેના દસે મસ્તક રોળાયાં. તેથી તો કહેવાય છે કે,’ અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું

ન હતું, આ બધા કિસ ખેતકી મૂલી હૈ” !

રાજા રામથી રાવણ હાર્યો ,”તેનો ભાઈ તેની સાથે હતો.”આપણે પાડોશી રાવણને હરાવશું જો આપણા

સહુનો સૂર એક હશે. આપણે વડાપ્રધાન મોદીજીની સાથે હોઈશું. રાવણનો ભાઈ વિભિષણ ,રામ ભક્ત હતો.

એક ઘોરતો હતો. ચાલો ત્યારે કમર કસો. સહુ હથમાં હાથ મિલાવો. આજે દશેરાનો વિજય આપણો છે !

જ્યારે માતૃભૂમિનો સાદ સુણાય ત્યારે કોનું લોહી ઉકળી ન ઊઠે ? અમારા જેવો લાખો માતૃભૂમિથી હજારો

માઈલ દૂર છે. બનતું બધું કરી છૂટવા તત્પર છીએ. ભારતવાસીઓ કરતાં કહીશ એક કદમ આગળ, ‘અમારી

માતૃભૂમિ આપણું ભારત અને અમારી કર્મ ભૂમિ અમેરિકા”. બન્ને દેશ પ્રત્યે વફાદારી નિભાવવાની.

આ વર્ષના દશેરા હર્ષ અને સંતાપ બન્નેનું મિશ્રણ છે એમાં બે મત નથી. મિત્રો ઘણી વાત કરી, હવે બનતું કરવા

તત્પર થઈએ.

સહુનું ભલું થાય.

ભારતમાતાકી જય

જય હિંદ

 

 

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: