સગપણની ધાર.

20 10 2016

 

 

 

sharp

 

 

 

 

 

 

*************************************************************************

‘ધાર કઢાવો ચપ્પુની

કાતરની  ધાર કઢાવો. ”

‘તમારા ચપ્પુ અને કાતર નવા કરતાં સારું કામ આપશે’.

આવા વાક્યોની ધારદાર અસર થાય.

બારણાની સામે ખભે ઉંચકીને પોતાનો ધાર કાઢવાનો સંચો લઈને આવેલો ધાર કાઢવાવાળો  જોઈ મારી દીકરી ઘરમાં દોડી આવી.

”  મમ્મી મારી કાતર લાવ, સાવ બુઠ્ઠી છે’. ગઈ કાલે હસ્તકામ કરતી વખતે કાગળ પણ સીધો કપાતો ન હતો. પુઠું કાપવાનું તો મેં માંડવાળ કર્યું હતું.’ મારો દીકરો મમ્મી કહે એટલે એ પણ દાદીને મમ્મી કહેતી. જે મને ગમતું.’

મારી શિખા દોડતી આવી. હવે ચપ્પુ અને કાતરને ધાર કાઢવાની પ્રથા અદૃશ્ય થતી જાય છે. લોકો જુનાં થયેલાં ચપ્પુ અને કાતર ફેંકી નવા ચીની બનાવટના વાપરે છે. દેખાય સુંદર પણ કાન કે નાક પણ ન કપાય ! શિખા આવે ત્યારે ઘરમાં ચહકતું બુલબુલ ઘુમતું લાગે. તેની બધી વાત માનવાની મને ખૂબ મઝા આવે. તેથી તો શાળામાં રજા પડી નથી ને દાદી પાસે ચાલી આવે. મારા સારા નસિબે દીકરા વહુને ખબર હતી ,’મા શિખાને કાંઈક નવું શિખવાડશે”. શિખા બટક બોલી એટલી કે જ્યારે પાછી બેંગ્લોર જાય ત્યારે, ‘દાદા અને દાદીના નામની ટેપ આખો દિવસ વગાડે”.

ધાર કાઢવાવાળા કાકા મોટી ઉમરના હતાં. મોંઘવારીના જમાનામાં માત્ર પાંચ રૂપિયામાં ધાર કોણ કાઢી આપે ? શિખાએ કાકાને ઉભા રાખી મને પટાવવાનો ધંધો ચાલુ કર્યો.

ધીરેથી મેં પુછ્યું ,’કાકા આટલા સસ્તામાં કેમ ધાર કાઢી આપો છો’?

બહેન, આ લત્તામાં સાધારણ મધ્યમ વર્ગના માનવીઓ  વધુ રહે છે. તમારે ત્યાં વાંધો નથી. પણ હું બે ભાવ રાખતો નથી. તેમને ત્યાં નિયમિત આવું છું. બહુ પૈસા તેમને પોષાય નહી’.

સાચું કહું, તે કાકાની ઈમાનદારી મને જચી ગઈ. લોકો કહે છે આપણા દેશમાં બધા બેઈમાન છે. તે વાત સાચી નથી. બેઈમાની ,ગાડી અને બંગલાવાળાઓનાં ઘરમાં વસે છે. સહુથી વધારે આપણા રાજકર્તાઓને ત્યાં. સરકારી નોકરોને ત્યાં.’ તુમાખી અને બેઈમાની’ એક સિક્કાની બે બાજુ  એવા લોકોને ત્યાં થઈ ગઈ છે.

શિખા મારા દીકરાની દીકરી છે. એ જ્યારે મુંબઈ આવે ત્યારે પાકું ગુજરાતી બોલે. વળી પાછાં દક્ષિણ ભારતના બેંગ્લોરમાં જઈએ એટલે હતી ત્યાંની ત્યાં. મુંબઈમાં તેને તો આ ધાર કાઢવાવાળાને જોવાની મજા આવી ગઈ. ઘરમાં હતાં તેટલાં બધા ચપ્પુ અને કાતર વીણી લાવી. એના દાદાની, મૂછ કાપવાની કાતર પણ લાવી.  બારણે ઉભેલાં આંગતુકને તો  થયું ચાલો આજે તડાકો પડશે.

શિખા તો બધાં ચપ્પુ અને કાતર નવા જેવાં જોઈ ખુશ થઈ ગઈ. મારી પાસે આવી. ‘દાદી, જો તો ખરી “. મારું દિલ ધબકારો ચૂકી ગયું બધાં એટલાં ધારદાર હતાં કે મારી ઢીંગલીને વાગી ન જાય’. પ્રેમથી વાતમાં ને વાતમાં બધાં તેના હાથમાંથી સરકાવી લીધાં અને ઉંચે કબાટમાં મૂક્યા જ્યાં તેનો હાથ ન પહોંચે. કાકાને બેસાડી ચા અને નાસ્તો આપ્યા. ૨૦૦ રૂ. આપ્યા. તેમની આંખમાં ચમક આવી ગઈ. તેમના મુખ પર ચમક જોઈ મારું હૈયું ઠર્યું.

આપણા દેશની સામાન્ય પ્રજામાં  હજુ માણસાઈ ધબકે છે.

‘આભાર બહેન, પેલાં ઝુંપડપટ્ટીમાં હું આજે લોકોને ધાર, મફત કાઢી આપીશ’.

‘મહેનતથી રોટલો રળતો એ વયોવૃદ્ધ માનવ, તેનું સુંદર અને સરળ વાક્ય અંતરને સ્પર્શી ગયું. શિખા તો ધાર કાઢવાળાને જોઈ આનંદ મેળવી રહી હતી. કોને ખબર હું કેવા ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ ભાન પણ ન રહ્યું. આ જીવનમાં કેટલાંય સંબંધ બાંધ્યા, કેટલા બુઠ્ઠા થઈ ગયા, કેટલાં તિક્ષ્ણ થયા અને કેટલાં પતંગની માફક કપાઈ ગયા. કોઈ ગણતરી નથી. જો ક્ર એવી ગણતરી રાખવી પણ નથી. જેમ જીવનમાં અનુભવ અને ઉમરથી વધીએ છીએ તેમ આ બધી વસ્તુઓ ગૌણ બનતી જાય છે . સમુદ્રમાં ભરતી ઓટ આવે તેવું જીવનમાં પણ બને.

અમુક સંબંધો જે જીવનના અંત સુધી છૂટતાં નથી તેમની માવજત કરવી જરૂરી છે. તેમાં પણ સ્થિતિસ્થાપકતા જળવાય તે જોવું. સંબંધનો બંધ ટૂટી ન જાય તેને માટે સજાગ રહેવું. બુઠ્ઠા થયા હોય તો વિવેકની મદદ વડે તેની ધાર કાઢવી. બસ તે કામચલાઉ પણ રહે તેવી સજાગતા વાપરવી.

જેમ ૧૦૦ યા ૨૦૦ રૂપિયામાં ધાર નિકળીને કામ ચાલ્યું તેવું અંહી નહી બને. વિવેક, સંયમ ,સમઝણ અને પ્રેમને ચાકડે તેમને ચડાવવા પડશે. જીવનમાં ડગલેને પગલે તેનો ઈસ્તેમાલ પણ કરવો પડશે. એક વિચાર મનમાં ઝબકી ગયો. સંબંધો કાંઈ નિર્જીવ ચપ્પુ અને કાતર જેવા થોડાં છે.  ઘણાં તો જન્મ સાથે સંકળાયેલા છે. જે અનુભવોને ચાકડે ચડી, સંજોગોની ભઠ્ઠીમાં તપીને પાકા ઘડાંની જેમ તૈયાર થયા ઃએ. પણ હા, એ ઘડો પણ હથોડી વાગે કે હાથમાંથી પડી જાય ત્યારે ફૂટી જાય તેમ સંબંધોમાં પણ કોઈ વાર તિરાડ પડે યા બટકી જાય. ખેર, તેનું નામ જીંદગી છે. સ્વિકારે છૂટકો કરવાનો.

ચપ્પુની ધાર કાઢવાવાળો તો જતો રહ્યો. શિખા આનંદના અતિરેકમાં પેટ ભર જમીને મારા ખોળામાં સૂઈ ગઈ. જીવનની ધાર તેજીલી કરવાના વિચારોમાં હું ગરકાવ થઈ ગઈ.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

20 10 2016
Mahendra Shah

Good!

Mahendra Shah
Artist/ Cartoonist

21 10 2016
સુરેશ

સંબંધોને ધાર કાઢી તરોતાજા કરવાની આ વાત ગમી. કદાચ … ઈ-સંબંધો, સોશિયલ મિડિયાના એકવીસમી સદીયા જમાનામાં વધારે જરૂરી પણ લાગી.

21 10 2016
Raksha Patel

VERY THOUGHTFUL ARTICLE!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: