“મમ્મી” ૨૦૧૬

26 10 2016

dikri

 

 

 

 

 

***********************************************************************************************************************************************************************…….

“મા” સૌંદર્યનું અપ્રતિમ સર્જન છે.

‘મમ્મી તું ક્યાં છે? જો છ મહિનામાં પાછી તને મળવા આવી ગઈ”. આ વખતે હવે હું પાછી અમેરિકા જવાની નથી. બાળકોના આગ્રહને વશ થઈ ગઈ. વચન આપીને ગઈ હતી’.

‘ હું છ મહિનામાં પાછી આવીશ’. બસ જવાને બે દિવસની વાર હતી અને ભારતથી ફોન આવ્યો ,’મારી મમ્મી ગઈ”.

હવે તો ગણતાં પણ થાકી. બસ બધાને ગયે કેટલાં વર્ષ થયા અને ‘મારે હજુ કેટલાં બાકી છે’ ? મા, તને ખબર છે બાળપણથી ગણિત મારો પ્રિય વિષય હતો. જે મોટા ભાગના વિદ્યાર્થિઓને નહોતો ગમતો. આજે વાર કયો, તિથિ કઈ, કોની વર્ષગાંઠ ક્યારે, ફોન નંબર તું બધું જ મને પૂછતી. મમ્મી તે જમાનામાં કમપ્યુટર ન હતાં. આજે હું હમેશા કહું છું , “સર્જનહારે આપણને સહુને બિલ્ટ ઈન કમપ્યુટર આપ્યું” છે.

મમ્મી શું કહું .તારા ગયા પછી મુંબઈ જવાનું મન થતું નથી. કુદરતની કરામત તો જો, દર વર્ષે કોઈ ને કોઈ બહાને મુંબઈ જવું પડે છે. મમ્મી તારી યાદ ક્યાં અને ક્યારે આવે છે તે કહેવું પણ બેકાર છે. જેમ મારા મત પ્રમાણે ઈશ્વર ક્યાં નથી એ હું શોધું છું.’ તેમ તારી યાદ ક્યારે નથી આવતી એ વિચારવું યા કલ્પવું મુશ્કેલ છે.’

મમ્મી, આજે તારા સંસ્કાર અને ઘડતરને કારણે જીવનમાં ખૂબ સંતોષ છે. આજે પણ મને તારાં ગડી કરેલાં કપડાં, ચકચકિત વાસણો અને ્સ્વદિષ્ટ રસોઈ યાદ આવે છે ત્યારે હૈયું હાથ નથી રહેતું.  મા તારું શિખામણનું એક વાક્ય શિલાલેખની જેમ મારા હ્રદય પર કોતરાઈ ગયું છે.

“બેટા, જીવનમાં વિચાર ઉંચા રાખવા , નજર નીચી રાખવી”.

મમ્મી, તેં હમેશા ખુલ્લા દિલથી બધા બાળકોને પ્રેમ આપ્યો છે. અરે, બાળકો છોડ ભાઈ બહેન તેમજ કાકા અને ફોઈનાં બાળકો પણ તને,’ મમ્મી ‘કહેતાં હતાં. તારી નજરમાં કોઈ પરાયું ન હતું. તું પ્રેમ આપવામાં દિલદાર હતી. સાથે સાથે તારી શ્રીનાથજીની સેવા, ખુબ સુંદર રીતે ભાવથી કરતી હતી. તારો બનાવેલો’પ્રસાદ’ તો આજે પણ સહુના મોઢામાં પાણી લાવે છે.

એક વાત કહું,” મા, તું દરરોજ બપોરે લાલબાવાના મંદીરમાં અને લીલીમાસીને ત્યાં સત્સંગમાં જતી હતી.  ” જો હસતી નહી અમેરિકામાં રહીને , “દર રવીવારે સત્સંગમાં જવાનું ચાલુ કર્યું છે”. શિશાપત્ર પર વિવેચન સાંભળવું ગમે છે.

શ્રીજી બાવા પર લખેલું એક ભજન જણાવું.

” આવો શ્રીનાથજી હ્રદયે બિરાજો, પાડું હું તમને સાદ રે’

આવો, આવો વૈષ્ણવો સંગે મળીને શ્રીજીને કરીએ શણગાર રે”.

મમ્મી હવે આ હાથ શ્રીનાથજીનાં હાથમાં સોંપ્યો છે. જન્મ ધર્યો ત્યારથી તેમના પર દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તું જ્યાં હોય ત્યાં શ્રીજીની સેવામાં રહેજે. તારાં બધાં બાલકો પર અમી છાંટણા કરજે.

આમ તો તું રોજ યાદ આવે છે. આજના દિવસે તારો અસીમ પ્યાર, તારી અમી ભરેલી આંખડી અને તારાં પ્યાર ભર્યા શબ્દોથી અંતરમાં છલકાઈ ઉઠે છે.

 

Advertisements

Actions

Information

One response

26 10 2016
Bhavana S Patel

Pravina,
Mamma – so beautiful. Speaks our hearts, very beautifully written.
Thanks​

My Best Regards,
Bhavana 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: