દિવાળીની મંગલ કામના, ૨૦૧૬

28 10 2016

 

 

 

 

diva

 

 

 

 

દિવાળી ૨૦૧૬

*****************************************************************************************************************************************

કેટલી દિવાળી જોઈ? ન ગણીએ તો પણ ભૂલી ન શકાય. ઉંઘમાં પણ આ સવાલનો જવાબ ક્યારેય ખોટો નહી હોય. બસ દિવાળી આવી અને ગઈ. કાંઈ પ્રાપ્ત કર્યું ખરું. કે પછી આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા. બાળપણમાં દિવાળિ ઉજવતાં ત્યારે ફટાકડા, નવા કપડાં, મસ્ત મઝાનું ખાવાનું અને સહુને પગે લાગીને પૈસા મેળવવાના. આનંદ અને ઉમંગ સઘળે જણાતા. બાળપણની અલ્લડતા સાથે એ બધું બંધબેસતું હતું.

હવે સમયના ચક્ર સાથે, જીંદગીની મંઝિલ તય કરતાં દીવાળી વિષેના ખ્યાલ સદંતર બદલાઈ ગયા. ઉમર વધી, જુવાની હાથતાળી દઈને નિકળી ગઈ. અરે હવે તો બાળકો ભરજુવાનીમાં પ્રવેશી ગયા. પૌત્ર અને પૌત્રીઓથી ઘરનું આંગણું કિલબિલાટ કરી રહ્યું છે.

નથી લાગતું દિવાળી વિષે, અનોખી નવીન નજરે જોઈએ અને વિચારીએ ! “હું”, હવે ગૌણ થઈ ગયો. ખરું પૂછો તો તેનું નામોમિશાન ભુંસાઈ ગયું. જીવન તરફની દૃષ્ટિ અર્થપૂર્ણ બની. બીજાને માટે, કુટુંબને માટે, સમાજને માટે કંઈ કરી છૂટવાની ભાવના પાંગરી રહી. હા, દિવાળીનો આનંદ જરૂર થાય. બાળકો ફટાકડા ફોડે તે જોવાનો લહાવો લુંટીએ.  કોઈ બાળકના પિતા ફટાકડા લાવી શકે તેવી સ્થિતિમાં ન હોય તો તેને ફટાકડા અપાવી આનંદ અનુભવીએ. આપણી અગલબગલ વસતાં લોકોને મિઠાઈ અને કપડાં આપી તેમની દિવાળી સુધારીએ.

દિવાળીના દિવસોમાં થોડી અંતર ખોજ કરીને ્જોઈએ કે દર વર્ષે આપણે પ્રગતિ તરફ થોડા આગળ વધીએ છીએ કે પછી ‘ઠેર ના ઠેર’. વાણી અને વર્તનમાં શાલિનતા. બીજા ના દોષો જોવાની વૃત્તિ પર લગામ ! દર વખતે પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ આવે ત્યારે ‘લમણે હાથ મૂકી બેસી જવું. હવે છોડો આ બધું. બહુ થયું. હોંશે હોંશે દિવાળીનો મંગલ તહેવાર ઉજવીએ. ઘરમાં તિમિર હટાવવા દીવાને પ્રગટાવીએ. ‘અંતરના તિમિર હટાવવા નાનીશી   દીવી દિલમાં  જલાવીએ’.

ચારે તરફ ફેલાતી મંગલતાની મહેક માણીએ. કુટુંબમાં પ્રેમ છૂટે હાથે સહુને આપીએ.  દિવાળી મંગલ અને આનંદમય તહેવાર છે. આપણે તે જોવાને ભાગ્યશાળી બન્યા તેને માટે સર્જનહાર નો આભાર માનીએ.

દિવાળી રે દિવાળી તું કેવી નખરાળી

તારા આગમને લોકો કરે મનમાની

 

કેટલી આવીને કેટલી ગઈ દિવાળી

દીવડાંની હાર સંગે સજાવી રંગોળી

 

મનની મુરાદ પૂરજે હોંશભેર સહુની

ગરીબ તવંગરનો ભેદ હૈયે ન ધરની

 

નવા વર્ષની શુભ કામના વરસાવજે

તારા બાળને પ્રગતિના રાહે સરાવજે

 

હજુ તો ગયે વર્ષે આખું આંગણું અને ઘર દિવાળીના દીવડાથી શણગાર્યું હતું. જ્ઞાનના દીપ જલાવ્યા અને પ્રકાશ રેલાવ્યો. અજ્ઞાનના દીપ તિમિર સંગે ઓગાળ્યા. તેમને ફરી ન પ્રગટાવવાની કસમ ખાધી. મનોમન નક્કી કર્યું દર દિવાળીએ એક ડગ આગળ ધપવું. વળી પાછી એ કસમ તાજી કરી. ઈર્ષ્યા  અને દ્વેષને દેશવટો આપ્યો. પ્યાર સહુને આપી ખુશ થવું.

અંહી અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેમને કાજે અંહીથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય ! આપણા વડાપ્રધાનને સાથ આપી તેમનો રાહ થોડો સરળ બનાવીએ. કુટુંબમાં પ્યાર અને સહકારની ભાવનાને મજબૂત કરીએ. મોટેરાંઓ દિલ સાફ રાખી સહુને પ્રેમ પૂર્વક આવકારે.

દેશની રક્ષાને કાજે ખુવાર થયેલાં “જવાનો”નાં કુટુંબીઓ,બાળકો . પત્ની, માતા તથા પિતાને યાદ કરી આપણાથી બનતી સહાય કરી તેમને દિવાળીના ઉમંગમાં શામિલ કરીએ.

દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય. દીવડાં તિમિર નાશક છે. તેમાં પ્યારનું તેલ પૂરી સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ શકે મોટેરાં દિલની ઉદારતા દર્શાવે.

દિવાળીનો પર્વ ખૂબ આનંદમય છે. ગત વર્ષનું સરવૈયું કાઢી જમા અને ઉધાર પાસાને નિરખીએ ! ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે સજાગ બનીએ. લક્ષ્મીનું ઉપા્ર્જન સનમાર્ગે હશે તો કુટુંબમાં સુખ અને શાંતિ રેલાશે. દિવાળીના પર્વ નિમિત્તે જરૂરથી  કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ. નૂતન વર્ષ સહુનું લાભદાયી નિવડે. સહુને નવા વર્ષના અભિનંદન.

નાનપણના એ દિવસો યાદ આવે છે. કેવું નિખાલસ જીવન.ઘરમા કે મનમા ક્યાંય કચરો નહી. ખાવું ,પીવુ અને મોજ માણવી. મન ભરીને ફટાકડા ફોડવા. આજે આ મોંઘવારીના કપરાકાળમા ઉમરની સાથે એ લપાઈ ગયો.  આતંકવાદથી ભરપૂર આ જગમા હવે નિર્મળ આનંદ અંતર્ધ્યાન થઈ ગયો છે.  માનવ તો સ્વાર્થ સભર ત્યારે પણ હતો. કિંતુ પરોપકારની ભાવના કદી કદી ડોકિયા કરી જતી. કદાચ સંરક્ષિત બાળમાનસ એ બધું પારખી ન શકતું. માત્ર આવી ને મળતા સુખમા મહાલવાની મોજ માણતું. હવે તો એ દિવસો, સ્વપનો, તમન્ના સઘળું ભૂતકાળમા સરી ગયું. કાળા ગયાને ધોળા આવ્યા. બાળપણ, જુવાની વિતી ગઈ અને શણપણ, પ્રૌઢાવસ્થાએ ઘર કર્યું.

પ્રભુ કૃપાથી હર્યા ભર્યા ઘરમા બાળકોના કલશોરથી દિવાળી અતિ સુંદર રીતે ઉજવાય છે.  ઘર દિવડા , સાથિયા અને હસીખુશીથી ઉભરાય છે.  ગૌરવવંતા બે બાળકો લક્ષ્મી સમાન પુત્રવધુઓ અને ત્રણ પૌત્ર, બે પૌત્રીઓથી ઘરનું આંગણ ચહકે છે.

એક સમય હતો જ્યારે ‘હું અને મારું કુટુંબ’ માં દુનિયા સમાઈ જતી હતી. આજે ‘હું’ તો દબાઈ ગયો છે. કુટુંબ ખુશ છે. શામાટે વિસ્તાર વધારી બીજાને પોતિકા ન ગણવા? બહોત ગઈ ને થોડી રહી. આ જીવન દીપ બુઝાય તે પહેલાં પરમાર્થના કાર્યમાં પ્રવૃત્ત થઈ કોઈની આંતરડી ઠારી પ્રસન્ન  થવું?

દિવાળી સહુનું ભલું કરે. નૂતન વર્ષની સહુને શુભેચ્છા.

*****************

આજની તાજા ખબર

*****************

*દિવાળીના દિવસોમાં આ ટ્રમ્પ અને ક્લિન્ટનના વિવાદે માઝા મૂકી છે .

*બાપ દીકરા વચ્ચેનો વિવાદ , કોણ જીતે કોણ હારે ?

*પતિ અને પત્ની વચ્ચે મીઠો કલહ, કોણ જીતે કોણ શરણે આવે ?

*મા દીકરી વચ્ચે રકઝક ,પરિણામ . માતા કહે તું સાચી.

*ભાઈ, ભાઈ વચ્ચે મનદુખ, મોટો મન મોટું રાખે.

*બહેન, બહેન વચ્ચે હુંસાતુસી, ભૂલો અને ભેટો.

*સાસુ, વહુ વચ્ચે મતભેદ, સાસુનો ડૂબતો સૂરજ , આંખ આડા કાન કરે !

* સગા અને વહાલાંમાં વિચારોનું તુમુલ યુદ્ધ, મૌન ધારણ કરે .

મારા મત પ્રમાણે દિવાળી સુધરી જાય !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

29 10 2016
Vinod R. Patel

સરસ દિવાળી ચિંતન. આપને દિવાળી અને નવું વર્ષ મુબારક હો.

29 10 2016
Lopa Dixit

Thank you Pravinaben
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા………

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.
Regards

29 10 2016
Mukund Gandhi

Inspiring thoughts well described on occasion of Diwali.

Wish you a happy Diwali and Fruitful New Year.

Mukund

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: