વિક્રમ સંવત, ૨૦૭૩

31 10 2016

વિક્રમ સંવત ૨૦૭૩

 

 

new

 

 

 

 

*****************************************************************************************************************************

આખરે દિવાળીના તહેવારની ઉજવણીનો અંત આવ્યો. દિવાળી, બેસતું નવું વર્ષ અને અંતે ભાઈબીજ. જો કે આ વર્ષે ‘હલોવીન’ પણ સાથે આવ્યું એટલે ખુશી બમણી થઈ. તમને સવાલ થશે કેમ ? મારા પ્રિય પતિ દેવનો જન્મ દિવસ. આંખ સમક્ષ એ જુવાનીના દિવસો ઉપસી આવ્યા. બાળકો “ટ્રીક ઔર ટ્રીટ” કરીને આવે એટલે ઘરની બહાર બધી ચોકલેટ બહાર  મૂકીને સહકુટુંબ મેક્સિકન ખાવા ઉપડી જઈએ.

હવે તો આવું સ્વપનું પણ નથી આવતું. વર્ષોના વહાણાં વાયા. કિંતુ જનારની પાછળ જવાતું હોત તો? એ પ્રશ્ન કાયમ મનમાં ઘુમરાય છે.

ત્યાં, ગ્રાન્ડ મૉમ, કમ વિથ મી. કહીને નાની દીકરી આવી. (નાના દીકરાની નાની દીકરી. ગુડિયા રાની) અંધારું હતું એટલે તેની સાથે નિકળી. ઘરે, ઘરે જઈને કેન્ડી એકઠી કરી. મને ખબર હતી. આમાંથી પાંચ જ તેને રાખવા મળવાની છે. બાકીની બધી ‘મેઈડ’ને તેના બાળકો માટે આપવાનો સુંદર રિવાજ મારી નાની વહુએ પહેલેથી રાખ્યો હતો.

‘ગ્રાન્ડ મોમ” કેન યુ કીપ ફાઈવ કેન્ડી એન્ડ ગિવ ઈટ ટુ મી’. નાની એવા ભાવ સાથે બોલી કે મારાથી તેને ના ન પડાઈ.

‘વન કન્ડીશન”.

‘વોટ ગ્રાન્ડ મોમ’.

‘યુ એન્ડ દીદી વિલ   શેર’. આઈ વિલ ટેક સિક્સ,’.

‘સો વી બોથ હવે થ્રી ઈચ’ ‘રાઈટ ગ્રાન્ડ મોમ’.

નાની ગણતરી મનમાં સુંદર રીતે કરી શકતી હતી.

મને ગુજરાતી લખતી હોંઉ ત્યારે અંગ્રેજી વચમાં નથી ગમતું. શું કરું, દીકરાની દીકરઈઓ કે દીકરાઓ કોઈ ગુજરાતી બોલતું નથી. ઠીક છે વાત આડાપાટે નથી ચડાવવી. ચોકલેટ તો લાવીને ઘરમાં ઢગલો વાળ્યો. આ વખતે થયું ચાલને જીવ ટ્રીક અને ટ્રીટ દ્વારા આવેલી બધી વસ્તુઓ લઈને ‘ફિફ્થ વોર્ડ’માં જઈ ત્યાંના બાળકોને આપી ખુશ કરું.

બીજે દિવસે બન્ને દીકરીઓ તો સ્કૂલે ગઈ. હું પણ ગાડી લઈને નિકળી પડી. ચોકલેટો સાથે થોડો શાળાનો સામાન પણ વેચાતો લીધો. નાના બાળકો જે વહેલાં છૂટીને આવી જાય તેમને પ્રેમથી બધું આપ્યું. મનમાં થતું શામાટે નાના બાળકોને પ્રેમ તેમજ જોઈતી વસ્તુઓ નહી મળી શકતી હોય. તેમના માતા પિતા પાસે પૂરતાં પૈસા ન હોય એટલે શું કરે.

ઘરે જઈને મારી બન્ને દીકરીઓને એ બાળકોની પરિસ્થિતિનું વર્ણન કર્યું.

મોટી મારી પાસે આવીને કહે, ‘ગ્રાન્ડ મોમ’ આ વખતે મારી બર્થડે પર જે પણ ગિફ્ટ આવશે તેમાંથી એક રાખીને બધી આપણે સાથે એ બાળકોને આપવા જઈશું. નાની તો ખૂબ ચબરાક, ગ્રાન્ડ મોમ ‘ તું જે પૈસા આપે છે ને તેમાંથી એમના માટે કપડાં લાવીને આપીશું.

નિર્દોષ બાળકોના મનની વાત માર હ્રદયને અડી ગઈ.

આશા છે આ નવું વર્ષ આપણે સહુ અલગ રીતે ગુજારીએ.  બને તો નોંધ લખીએ જેથી આવતે વર્ષે વળી પાછાં દિવાળી પર મળીએ ત્યારે જોઈને આનંદ થાય. આમ પ્રગતિના સોપાન એક પછી એક ચડીશું તો જીવન જીવ્યાનો આનંદ ચોક્કસ મળશે.

મિત્રો નૂતન વર્ષના અભિનંદન .

*****

આટલું પૂરતું નથી. આજે ૩૧ ઑક્ટોબર, આપણા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ. ઈતિહાસમાં જો ચાણક્ય પછી  કોઈ બુદ્ધિમાન વ્યક્તિ ગણાતી હોય તો તે છે ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ.

****

એનાથી એક ડગલું આગળ, આ જીવનભર જો એક પુરૂષને દિલથી ચાહ્યો હોય તો તે છે “અવિનાશ. ” મારા બાળકોના પિતા અને મારા પતિ. તેમની પણ આજે વર્ષગાંઠ છે.તેમની યાદમાં ,

” ફુલવાડી સિંચિત થઈ ફળ ફુલથી ઉભરાઈ

માળી વિણ બગિયાની હું મહેક માણું છું”.

તેમની યાદમાં બાકીનું આયુષ્ય પુરું કરવાની તમન્ના.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

31 10 2016
Hansa

We are glad to see that you are enjoying
Happy memories!

31 10 2016
Navin Banker

પ્રવિણાબહેન,
નૂતન વર્ષાભિનંદન. આમ તો , તમે જાણો છો તેમ, મેં તમને ‘બહેન’ જ માન્યા છે અને આપણી વચ્ચે સદભાવનો સંબંધ વર્ષોથી છે. વચ્ચે થોડા સમયથી , મહાગ્રંથ ના ગાળામાં, કંઇક મતભેદ થયેલો અને આપણો સંપર્ક તૂટી ગયેલો. હવે એ સમય વહી ગયો છે. અને પેલા મતભેદ ને આપણે મનભેદ થવા દીધો નથી એ તો આપણે મંદીરમાં મળીએ ત્યારે જેશ્રીકૃષ્ણ કરીએ છીએ એના પરથી તમે સમજી ગયા હશો.
ઘણાં વખત પછી, મેં તમારી ઇ-મેઇલ ખોલી, વાંચી.
તમારી ગ્રાન્ડ ડોટર્સની વાતો અને અવિનાશભાઇની યાદોની વાતોએ મારા મનને ભીંજવી દીધું. અવિનાશભાઇનો ફોટો કોઇવાર સ્કેન કરીને મોકલશો.
તમારા લખાણોમાં તમારા કુટુંબીજનો અને ખાસ તો પતિ પ્રત્યેના પ્રેમની વાતો હોય છે એ તમે કેટલું ઉમદા હ્રદય ધરાવો છો એ દેખાઇ આવે છે.
મારા મનમાં કોઇ કટૂતા રહી નથી. આઇ ઓલ્વેઝ રીસ્પેક્ટ યુ. જ્યારે પણ મળીએ ત્યારે, પ્રેમથી અને દિલથી ‘જય શ્રી કૃષ્ણ’ કરીએ.
નવીન બેન્કર

3 11 2016
Raksha V Patel

નવા વર્ષની શુભ કામના!
બસ આવા જ વિચારોથી જીવનને રસમય રાખજે!

રક્ષા

8 11 2016
Bhavana S. Patel

Pravina,
New year artcle is very nice. Did not know Avinashbhai ni Bdy is on this day! Enjoyed it. Can see your love for the family and your husband to this day. 🙂 So true ” gayela ni pachal javatu nathi but sweet memories keeps us going in life.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: