૨૧**૭**૨૧

8 11 2016

alone

 

 

 

 

 

 

************************************************************************************************************************************************

૨૧ વર્ષ

૭ મહિના

૨૧ દિવસ

આ જીંદગી કેટલી લાંબી છે? તેનો કોઈ અંદાઝ ખરો ? બસ જીવ્યે જવાનું .ભાતભાતના રંગ જીંદગી બતાવે તેને માણવાના. સર્જનહારે આસૃષ્ટિનું સર્જન કર્યું તેની પાછળ હેતુ શું હતો? હજુ સુધી આનો પાર કોઈ પામી શક્યું નથી.  જે પણ તેનો ઉદ્દેશ હોય કોઈ કળી નહી શકે. હા, ગપ્પાં લોકો મારશે. કોઈ ઠોસ સબૂત કે નક્કર વાત કોને ખબર છે?.

આ આંકડા શેનાં છે એ અગત્યનું નથી. કિંતુ આ આંકડા હકિકતને બયાન કરવામાં સફળ થયા છે. છતાં પણ જીવન પથ પર હર કદમ આગળ ધપી રહ્યું છે. રાહમાં ફૂલ આવે , કંટક ચૂ્ભે, ખાડા, ટેકરાં કે નદી પર્વત સઘળું પાર કરવું રહ્યું. જ્યારે રાહ સમથળ હોય ત્યારે અથવા તો વિપરિત હોય ત્યારે દરેક કદમ ઉઠાવ્યા પછી સરખું મૂકવાનો પ્રયાસ જારી છે.

થાક લાગે તો વિસામો ખાવાનો. જીવન જીવવાનું છે તે નક્કી છે. તેની દરેક પળનો સદ ઉપયોગ કરવાનો. બની શકે તો મદદ રૂપ બનવાનું. કોઈ સમજે યા ન સમજે પૂર્વાગ્રહ ત્યજવાનાં.

ઘડિયાળની ટિક ટિક ચાલે છે, સંભળાય છે જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે !

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: