અવસર

eye

 

 

 

 

 

અવસર

 

 

*****************************************************************************************************************************************

પ્રવૃત્તિ સભર જીવનમાં અચાનક સ્થગિતતા આવી જાય ત્યારે,’ શું કરવું ‘ એ પ્રશ્ન સતાવે. જીંદગી હાથ તાળી દઈને ક્યારે સરી જશે એ ખ્યાલ પણ નહી રહે. દરરોજની પ્રવૃત્તિ શું છે, ક્યાં જવાનું છે, શેના ક્લાસ અ છે એ બધું લખીને તૈયાર હોય .

અઠવાડિયામાં એક દિવસ “કુકિંગ ક્લાસ”.

ત્રણ દિવસ ‘એરોબિક્સ’

બે દિવસ’ યોગ” ના ક્લાસ. એક કલાક જમીન પર, એક ક્લાક ખુરશીમાં બેસીને.

તમને ખબર છે ને  મોટાભાગના અમેરિકનોને જમીન પર બેસતાં આવડતું યા  નથી અને ફાવતું નથી. તેમાં હું પાછી આધેડ, ૭૦ની ઉપર. મારા ક્લાસમાં ૫૦થી ૯૦ વર્ષની ઉમરના આવે.

ખાસ આકર્ષણ “મફત”. મારા વહાલાં વાચક મિત્રો અમેરિકામાં ‘સિનયર્સ  કમ્યુનિટિ સેન્ટર્સ’ ચાલે છે. કાઉન્ટીના ખર્ચે. જ્યાં જાતજાતની અને ભાતભાતની પ્રવૃત્તિ ચાલે . ‘બધું મફત’. જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે તેનામાં છુપાયેલી કળાની લહાણી કરવાનું ખૂબ સુંદર સ્થળ. સવારના સાતથી સાંજના સાત સુધી કોઈ પણ જાતની ખટપટ વગર સહુ કોઈ ત્યાં જઈ શકે.  હવે ગયા અઠવાડિયે ‘મોતિયો’ ઉતરાવ્યો. જીંદગી જાણે અવનવા સાજ સજીને નજર સમક્ષ નૃત્ય આદરી રહી !

બસ ફુરસદ આખા દિવસની થઈ ગઈ.  આખો દિવસ સૂવાનું તો ગમે નહી. ગાડી ચલાવવાનું બંધ. ટી.વી. નહી જોવાનો. ભરત ગુંથણ નહી કરવાનું. આંખને કારણે રસોડામાં રજા. અરે મારી પ્રાણપ્યારી ચા પણ નહી પીવાની. ગેસ પાસે ન જવાય. કલ્પના કરો મારી શું હાલત હશે. શાંતિથી વિચાર કરવાનું નક્કી કર્યું. આમ પણ જાત સાથે સારો સંબંધ છે. હવે જરા ગાઢ બન્યો. અંતરમાં ઉતરીને વાઢકાપ કરી. હ્રદયને ફંફોળ્યું. મનને માંજ્યું. વિચારોને વિનવ્યા. બુદ્ધીને બહેકવા ન દીધી. દિલની દિવાલો પર દસ્તક લગાવી દમામ ભેર અંદર દાખલ થઈ. અંતરની આરસી અજવાળી. ચકચકિત બનાવી.

પરિણામ ખૂબ સુંદર આવ્યું. મોતિયાને કારણે દૃષ્ટી નિર્મળ થઈ હતી. તે હવે પવિત્ર બની. કાનમાં કહું સાચી વાત . કોઈને કહેશો નહી. તેમના માન્યમાં નહી આવે. હવે માનવીનું અમ્તર શુધ્ધ થાય તો કાંઈ રૂપ ન વધે. તેના વિચાર નિર્મળ બને. આચરણમાં ફરક પડે.

‘અંતરનું પરિવર્તન કોઈને દેખાશે નહી’. બહારથી તો જે કદરૂપા હોઈએ તેવા દેખાઈએ. ખેર, તેની ચિંતા હવે છોડી દીધી છે. બસ આ નિર્મળ દૃષ્ટી દ્વારા સારું, સ્વચ્છ, સુશોભિત અને સુંદર જોવાની જાત સાથે સંધિ કરી. ડાઘ, ઝાંખપ કે મલિનતા  નજરે પડે તો પણ તેનાથી ચલાયમાન નહી થવાનું. એ તો જીવનની બીજી બાજુ છે કહી આંખ આડા કાન કરવાનાં. સામે વાળી વ્યક્તિમાં પણ કોઈ હિસાબે દોષ નહી જોવાનાં. નજરનો નજારો છે. દુનિયા જેવાં ચશ્મા પહેરીને જોઈએ એવી જણાય.

આમ પણ સાધનામાં બેસવાની આદત છે. આંખ બંધ રાખી બેસવાથી આંખને રાહત મળે. મન અને ચિત્ત શાંત થાય. કોઈ પણ વિચાર આવે કે તરત જ, “શ્રી કૃષ્ણઃ શરણં મમ”. નું રટણ ચાલુ કરવાનું નક્કી કર્યું. સાચે બહુ ગઈ અને થોડી રહી. કાઢ્યા એટલાં કાઢવાનો ઈરાદો પણ નથી. શામાટે બાકી રહેલાં સમયને વેડફી દેવો.

મન અને બુધ્ધીની દલીલબાજી ચાલી.

“હવે કેટલું જીવવાનું ?”

“કાઢ્યા એટલાં ક્યાં કાઢવાના છે”.

‘ આવ્યા ત્યારે પવિત્ર અને નિર્મળ હતાં, જવાના સમયે શામાટે આખી જીંદગીમાં ાઅચરેલાં ખોટાં કર્મોનું પ્રયાશ્ચિત ન કરીએ”.

‘સાચું કહું છું, જાત સાથે ખૂબ વાતો કરી’.

હવે જેમ ઉમર થાય એટલે ‘શરીરના અવયવોની માવજત કરવાની, તેમને બદલવા પડે તો બદલાવવાના અને દેશ નિકાલ કરવો પડે તો તે પણ હસતે હસ્તેકરી દેવાનાં. ગાડીમાં ,એન્જીન’ બદલવાની સગવડ છે. માનવ શરીરમાં ,’એન્જીન’ સિવાય બધું જ બદલી શકાય યા વાઢકાપથી તેનો નિકાલ થઈ શકે. બાકી ‘,એન્જીન ‘બંધ ગાડી બંધ”.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

નિયમિત દવા આંખમાં નાખવાની. આંખ બંધ કરીને બેસવાથી ખૂબ સારું લાગતું. જાત સાથે વાત કરતી. સર્જનહારને વિનંતી કરતી, ‘હે પ્રભુ તારા હાથમાં હાથ છે. ‘ જાત સાથે મૈત્રી ગાઢ કરવાનો લહાવો માણ્યો. ત્યાં બીજી આંખમાં પણ એ જ પ્રશ્ન સતાવી રહ્યો. વળી પાછું આંખના ડોક્ટર પાસે તમે સમજી ગયા ?

************************************************************************************************

2 thoughts on “અવસર

Leave a reply to Mukund Gandhi જવાબ રદ કરો