ચોરસિયુ====

14 01 2017

kite

 

 

 

 

 

 

*********************************************************************************************************************

રંગો અંદરથી ગભરાયેલો રહેતો. માને જો કાંઈ પણ કહેવા જાય તો બે લાફા ખાવાની તૈયારી રાખવાની, તે જાણતો હતો. પિતાને જો કાંઈ કહેવું હોય કે માગવું હોય તો નીચી મુંડી કરી ઉભો રહેતો. નાનો ભાઈ નસિબદાર હતો કશું સમઝે નહી. આવતી કાલે ઉતરાણ હતી. નસિબ સારાં કે શનિવાર હતો. શાળામાં રજા હતી. બધાં મિત્રો અગાસી પર જઈ ઉંધિયું અને જલેબીની મોજ માણવાના હતાં. નહી નાનો નહી મોટો એવો રંગો બાર વર્ષનું તરવરાટ ભર્યું બાળક પિતા પાસે કેવી રીતે પતંગ અને માંજાના પૈસા માગે? એક જોડકણું બનાવી ગુનગુનાવા લાગ્યો.

ચાર ખૂણાનું ચોરસિયું આભમાં ઉડતું જણાય

ડાબે જાય જમણે જાય વા્યરા સંગે લહેરાય

રંગાને શુક્રવાર સાંજથી આ બે પંક્તિ ગાતો પિતાએ સાંભળ્યો. આવી કટોકટીના હાલમાં પણ તેમનું મુખ મલકી ઉઠ્યું. બન્ને બાળકો તેમના હતાં. પત્નીની જીદ પાસે હારી ગયા હતાં. કઈ રીતે તેને સમજાવવી તેની મીઠી મુંઝવણ હતી. સ્ત્રી હઠની આગળ બધાં હથિયાર હેઠાં પડે ! રંગો શાળાએથી આવી ગયો હતો.  પિતા તેમનું માથું દુખતું હતું એટલે ઓફિસ બંધ કરી ,દવા લઈ ઘરે આવ્યા હતાં. નાનકાને શાળાએથી મમ્મી લઈને આવવાની હતી.

‘રંગા અંહી આવ’.

રંગાને સમઝ ન પડી, એકીટશે પિતાની સમક્ષ જોઈ રહ્યો.

‘અરે, બેટા તને બોલાવું છું. લે આ સો રૂપિયા કાલે ઉતરાણ છે, માંજો અને પતંગ લાવવા માટે.’

રંગાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. ગભરાતો પિતાની પાસે આવી ઉભો રહ્યો.

‘હા, લે બેટા શામાટે ગભરાય છે’?

‘મમ્મી’?

‘તે તને નહી વઢે, હું છું ને’.

પિતાના હાથમાંથી છીનવી ભાગ્યો. તેને થયું પિતા વિચાર બદલે એ પહેલાં દોડીને નીચે ,નામદેવની દુકાનેથી બધું ખરીદી લાવું. રોજ શાળાએથી આવતાં તેમની દુકાન પાસે દસ મિનિટ ઉભો રહેતો અને રંગબેરંગી પતંગો જોતો. તેને ખબર હતી પૈસાની તેના ઘરમાં કોઈ કમી નથી. છતાં માતા અને પિતા શામાટે ઝઘડે છે. તે હમેશા ડર્યો ડર્યો રહેતો. રાતના સમયે મંગાને વળગી સૂઈ જતો.

રોમા શાળામાં  તેની બાજુમાં બેસતી. તેને મમ્મી અને પપ્પા સાથે ગાડીમાં શાળાએ મૂકવા આવતાં. ત્યારે એ દિવા સ્વપનામાં ખોવાઈ જતો. તેને હમેશા ડ્રાઈવર ગનુ શાળામાં છોડવા આવતો. આજે એ બધું ભૂલી હરખાતો પતંગ અને માંજો લઈને આવતો હતો, ત્યાં લિફ્ટમાં મમ્મી મળી. રંગાનું મુખ સફેદ પૂણી જેવું થઈ ગયું. ઘરમાં આવતાંની સાથે મમ્મીએ એક જોરદાર તમાચો માર્યો.

‘પૈસાની ચોરી કરી આ બધું લાવ્યો”?

રંગો એવો ભયભીત હતો કે જવાબ આપવાને બદલે તેનું પેન્ટ ભીનું થઈ ગયું. પૂતળાની માફક ઉભો રહી ગયો. અવાજ સાંભળીને પિતાજી રૂમમાંથી બહાર આવ્યા. બીજો લાફો પડે તે પહેલાં રંગાની વહારે ધાયા.

‘મેં તેને પૈસા આપ્યા હતા’.

મમ્મીનો હાથ હવામાં સ્થિર થઈ ગયો. સીધી નાનાને લઈ પોતાના રૂમમાં જતી રહી. કાંઈ પણ બોલવાના હોશ તેનામાં ન હતાં.

ગભરાયેલો રંગો પતંગની કિન્ના બાંધવી કે શું કરવું તેની ગડમથલમાં  હતો. પિતાએ વહાલથી કહ્યું, ‘જા બેટા કપડાં બદલી આવ . હું તને કિન્ના બાંધવામાં મદદ કરીશ’.

રંગો, નાનું બાળક બધું ભૂલી બાથરૂમમાં જઈ કપડાં બદલીને આવ્યો. કુમળા છોડ જેવા બાળક પર અત્યાચાર થાય તો પણ તેઓ ફરીને ખીલી ઉઠે. આ તો મોટાં થયાને એટલે હમેશા કાગનો વાઘ કરવાની માનવમાં આવડત હોય છે.

ઈર્ષ્યા, વેર, ઝેર , અદેખાઈ, ઉધ્ધતાઈ અને અહંકાર માનવના હ્રદયમાં પ્રવેશી જીવનને ખોખલું બનાવે છે. સમઝણ, ઉદારતા, સંતોષ અને સહનશીલતા પાછાં પગે દિલમાંથી વિદાય લે છે. જીવનને રળિયામણું બનાવવાને બદલે તેમાં ઝેર પ્રસરાવે છે. જ્યારે આંખ ખૂલે ત્યારે મોડું થઈ જાય છે. જેટલું જલ્દી સમજીએ તેમાં સહુનું ભલું છે. નાના બાળકો ક્યારે મોટાં થઈ ઉડી જશે તેનો વિચાર નથી કરતાં.

મંગાને લઈને મમ્મી રાતના બહાર જ ન આવી. રંગો પપ્પા સાથે સવારની તૈયારીમાં પડ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતા હતાં.  પપ્પાએ ફ્રીજમાંથી બ્રેડ કાઢી સરસ મજાની ‘ગ્રીલ ચીઝ સેન્ડવિચ’ બનાવી. ચોકલેટ મિલ્કનો મોટો ગ્લાસ પણ પીધો.

રંગાના મિત્રની મમ્મી સવારથી અગાસી પર આવી હતી. રંગા સાથે પપ્પા આવ્યા. પપ્પા આજે રંગાને થતો આનંદ જોઈ ખૂબ ખુશ થયા.  રંગો ખરેખર પતંગ  ચગાવવામાં અને પેચ કાપવામાં ખૂબ હોંશિયાર સાબિત થયો. તેને ક્યારે માંજાની ઢીલ છોડવી અને ક્યારે માંજો ખેંચી પેચ કાપવો તેનું ભાન હતું. પપ્પાને ખૂબ નવાઈ લાગી આવડો અંગુઠા જેવડો દીકરો આટલો બધો હોંશિયાર છે.

તેમનું મન ચગડોળે ચડ્યું. આવા સુંદર બે  દીકરા છે. શામાટે ઘરમાંથી કલહ વિદાય થતો નથી. કોઈ પણ કારણ સર  વિખવાદ ઉભો થાય તો એક જણે નમતું મૂકવું પડૅ. પ્યાર હોય ત્યાં કશું અસંભવ નથી. પતિ અને પત્નીની વચ્ચે જો ‘અહં’ ટકરાય તો જીવન અસહ્ય બની જાય. શિક્ષણની લાજ જાય. વિદ્યા બદનામ થાય. મારે હવે સમજીને ચાલવું પડશે, બે બાળકોની માતા, મારી પત્ની હું તેને ખરા હ્રદયથી ચાહું છું . એ વર્તન દ્વારા પૂરવાર કરવું પડશે.

કોને ખબર અંતરની શુદ્ધ ભાવના મંગાની મમ્મી સુધી પહોંચી ગઈ. મંગાને લઈને અગાસી પર આવી. રંગાનું ધ્યાન ન હતું. મારા હાથમાં ફિરકી હતી ,ધીરેથી લઈ લીધી. મંગો મને સોંપીને તેણે રંગાને મદદ કરી. રંગાનો પતંગ સડસડાટ આકાશમાં ઉંચે ચડતો હતો. મા ખુશ થઈ.

અચાનક,’ પપ્પા ફિરકીમાં માંજો છે કે ખલાસ થઈ ગયો.’ કહી રંગાએ પાછળ જોયું. મમ્મીને જોઈ તેના હાથમાંથી પતંગની દોરી સરકી ગઈ. મુખ પર હાસ્યની રેખા અંકિત થઈ ગઈ.

ચોરસિયું ઝુમી ઉઠ્યું અને ગોથા ખાવા લાગ્યું.

Advertisements

Actions

Information

3 responses

14 01 2017
vijayshah

શામાટે ઘરમાંથી કલહ વિદાય થતો નથી. કોઈ પણ કારણ સર વિખવાદ ઉભો થાય તો એક જણે નમતું મૂકવું પડૅ. પ્યાર હોય ત્યાં કશું અસંભવ નથી. પતિ અને પત્નીની વચ્ચે જો ‘અહં’ ટકરાય તો જીવન અસહ્ય બની જાય. શિક્ષણની લાજ જાય. વિદ્યા બદનામ થાય. મારે હવે સમજીને ચાલવું પડશે, બે બાળકોની માતા, મારી પત્ની હું તેને ખરા હ્રદયથી ચાહું છું . એ વર્તન દ્વારા પૂરવાર કરવું પડશે.-vaah saras vaat

15 01 2017
pravina Kadakia

Thanks a lot.
pravinash

15 01 2017
Mukund Gandhi

Welcomew Back.
Happy Makar Sankranti !
Good story.

Mukund

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: