૧૨મી ડિસેમ્બર, નાથદ્વારામાં (૨૦૧૬)

17 01 2017

 

***********************************************************************************************************

આ કાનમાં કોનો મધુરોઅવાજ સંભળાયો.

શ્રીનાથજી કાનમાં આવીને બોલ્યા, ‘અરે તું પાછી આવી, છેક અમેરિકાથી’?nathji

‘શ્રીજી બાવા ‘,તમેતો મારા સર્વસ્વ છો. ભારત આવું અને જો શક્ય બને તો તમારા દર્શને આવવાનું હું કેમ ટાળું ?’

પ્રભુ મંદ મંદ મુસ્કુરાયા અને બોલ્યા,  ‘તને જોઈને મને આનંદ થાય છે,’

‘હે પ્રભુ, તમે મારી ઠેકડી શાને ઉડાડો છો. તમારા દર્શને તો રોજના લાખો ભક્ત આવે છે. તમારી ઝાંખી કરી નયનો તૃપ્ત કરે છે. હું તો પામર જીવ છું. તમને કેવી રીતે યાદ હોય કે હું પણ તમારી એક સીધી સાદી ભક્ત છું. મારી આંખડી તમ દર્શનની પ્યાસી છે’.

‘ જો, હવે તને ખાનગી વાત કહું. તું મારી પાસે આવે છે, માત્ર દર્શનની અભિલાષા લઈને. મને ખબર છે તને મારામાં અપૂર્વ શ્રદ્ધા છે. તું ઉઠતા જાગતાં, સૂતા માત્ર મારું સ્મરણ કરે છે’.

‘હે, પ્રભુ દીન દયાળા તમે તો અંતર્યામી છો. આ હાથ હવે તમારા હાથમાં સોંપ્યો છે’.

‘અરે, એટલે જ તો આટલી બધી ભીડમાં , તું કેટલી બધી બટકી હોવા છતાં તને ઓળખી કાઢી. સાચું બોલજે તું  બે વખત મંગળામાં  આરતિના દર્શન કરવા આવી હતી’?

‘હે, મારા અંતર્યામી તમે તો બધો ખ્યાલ રાખો છો. ‘

‘હા, પ્રભુ બે વાર આરતિમાં તમારું વદન નિહાળવાનો લહાવો માણ્યો હતો.’

‘અરે, પણ તે વખતે તું કાંઈ ગણગણતી હતી, મને અવાજમાં સંભળાયું ન હતું’.

‘ભલે ને વાગે ઝાપટ શ્રીજી , બદન હિલોળા ખાય.

શ્રીજી લાગો રળિયામણા, હો શ્રીજી દીસો સોહામણા’.

‘હા, મને તે ખૂબ ગમ્યું. મારા ભક્તો ગીર્દીમાં હિલોળા ખાતા હોય, પેલો ચંદ્રો બધાને  ઝાપટ મારતો હોય. તેને હું રોજ કહું છું ,ભાઈલા મારા ભક્તોને હળવે હળવે મારજે. ‘.

શ્રીજી તે પણ શું કરે?’

”હા, મને ખબર છે, જે ભક્તો ખૂબ સેવામાં પૈસા આપે પછી આગળ હોય ત્યાંથી ખસતા જ નથી’.

‘શ્રીજી, તેમને સંતોષ થતો નથી ને એટલે’.

‘પણ મારા પ્રિય ભક્તો, બીજા વૈષ્ણવોનો પણ ખ્યાલ કરવો જોઈએ કે નહી. તેમને પણ તમારા જેવી તાલાવેલી હોય છે’.

‘શ્રીજી ,ધક્કાની વાત હમણાં બાજુએ મૂકીએ પણ તમને ખબર છે, આ બધા ઝાપટીઆ અને ઉંચા હોદ્દાવાળા પૈસા લઈ સહુને પાસ આપે છે. આગળ દર્શન કરાવવા માટે જવા દે છે.’

‘બોલ હું શું કરું? હું તો ભક્તોની વહારે ધાંઉ, તેમની મનોકામના પૂરી કરું, આરતિ થાય ત્યારે સહુના દર્શન કરું કે આવા ગોટાળાઓને અવેરું.’

‘તને એક વાત કરું ,આ ઘોડાપૂર ઉમટે છે એ જોઈ મને ડર લાગે છે. જ તને પેલા મા દેખાય છે ,બિચારા ભીડમાં ભીંસાય છે. પેલું નાનું બાળક ચીસો પાડીને રડે છે. પેલી બાળાનો દુપટ્ટો જો તો ક્યાં ભરાયો છે. જરા ધીમા ખમો ને, હું ક્યાંય ભાગી જવાનો નથી’.

‘હા, શ્રીજીબાવા તમારી વાત સાચી છે. મને પણ આ ભીડમાં ગભરામણ થાય છે. પણ તમને વૈષ્ણવ ભક્તો અનહદ પ્રેમ કરે છે’.

‘હું મુખ્યાજીને પ્રેરણા કરીશ દર્શન વધારે સમય ચાલુ રાખશે. તમે જરા ધીરા પડો. મને આ બધી બેહુદગી જોઈ અંતરમાં દર્દ થાય છે.’તમારું પાગલપણું જોઈ મારા અંતરમાં ટીસ ઉઠે છે. થાય છે મંદીર છોડીને નાસી જાંઉં.’

‘હેં પ્રભુ આપની ધરાવેલી સામગ્રી પ્રસાદ રૂપે ખૂબ ગમે છે’.

‘વત્સ પ્રસાદનો કણીકો હોય. કેટલા ઠોર અને કેવડું ચકતું આ બધી કચકચ મને પસંદ નથી’.

‘હે, શ્રીજીબાવા મને માફ કરશો. મને પણ આ બધી કડાકૂટમાં રસ નથી. મને તો બસ તમારું સ્મરણ કાયમ રહે તેવી આશા છે. સદા તમારું સાન્નિધ્ય પ્રાપ્ત થાય. તમને ફરી ફરીની અરજી કરું છું. પ્રભુ આ હાથ તમારા હાથમાં  સોંપ્યો છે. તમે તારો. તમે આ ભવસાગર પાર ઉતારો. બસ બીજી કોઈ અભિલાષા નથી’.

‘શ્રીજી આ અવતાર એળે ન જાય તેવી આરજુ છે’.

દોડીને તમને મળવા આવી. તમે મને ઓળખી એ મારા અહોભાગ્ય. શ્રીજી બસ આ દાસીને શરણે સ્વીકારજો.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

18 01 2017
વિશ્વદીપ બારડ

્શ્રદ્ધાની જ્યોત પ્ર્કટાવતી વાત ગમી.સુંદર

18 01 2017
pravina

thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: