૨૬મી જાન્યુઆરી, ૨૦૧૭

26 01 2017

 

 

bharat

 

 

 

 

 

*********************************************************************************************************************

 

हम बुलबुले है उसकी वो गुलसितां हमारा

૨૬  જન્યુઆરી, ૧૯૫૦ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. અંગ્રેજોનું રાજ્ય ફગાવી સંપૂર્ણ પણે ભારતિય બન્યો. આજે  ગૌરવપૂર્વક “૬૮”મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રોમાંચિત અનુભવ કરાવે છે. આપણા દેશે કેટલી હાડમારી ભોગવી, કેટલાં બલિદાન આપ્યા, આપણી પ્રજાએ પોતાનો સાથ અને સહકાર આપ્યો. આ આપણી દેશભક્તિનો હાજરા હજૂર પુરાવો છે.

ધર્મના નામે પ્રવર્તતી ‘સુનામી’ના આપણે સહુ ભોગ બન્યા છીએ. આતંકવાદના ઓળા ઉતરી દેશને બરબાદ કરવા તુલ્યું છે, તેને પણ આપણે સહ્યા છે.   પાકિસ્તાનની અવળચંડાઈના જડબેસલાક જવાબો આપી તેમને પાઠ ભણાવ્યા છે.

જવાહરલાલના વંશજોએ જાણે ભારત તેમના બાપદાદાની મિલકત હોય એમ સમજી  વારસામાં મળ્યું હોય તેવું વલણ દર્શાવ્યું.  આજે છેલ્લા ત્રણ વર્ષથી આપણા સહુના ચાહિતા વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નેજા હેઠળ સુંદર પ્રગતિ સાધી રહ્યું છે. ભારતની આઝાદી પછી ૬૫ વર્ષમાં થયેલી તેની બરબાદીનો સૂરજ અસ્ત પામ્યો છે.  પૂર્વ દિશાથી ઉગેલો નૂતન સૂરજ પશ્ચિમમાં લાલી ફેલાવી ફરી આવવાનું વચન આપી અસ્ત થાય છે.

જ્યારે દેશના વડા તન, ધન અને મનથી મચી પડ્યા હોય ત્યારે આમ જનતાની ફરજ બને છે તે અભિયાનમાં જોડાઈ તેમને સાથ  અને સહકાર આપવો. લાંચ રૂશ્વતની બદી બને તેટલી ઓછી કરવી. ભારતની આમ જનતાનો સહકાર છે. નજરો દ્વારા નિહાળ્યો છે, અનુભવ્યો છે.  સારા નસિબે અમેરિકા રહેવા છતાં ભારત દર વર્ષે જવાનો લહાવો મળે છે. ટ્રેન, બસ અને ટેક્સીની મુસાફરી દ્વારા ્સામાન્ય માનવીને મળવાનો અનેરો આનંદ માણું છું.

તાજો અનેભવ. મુંબઈથી સાંતાક્રુઝ ટેક્સીમાં જઈ રહી હતી. મુખ પર સ્મિત રેલાવી ટેક્સીમાં બેઠી. ટેક્સીનો ડ્રાઈવર વાત કરવા આતુર હતો.

આપકો માલુમ હૈ ,’યે ગીતા જયંતિકા મહિના ચલ રહા હૈ’?

ભારત જાંઉ ત્યારે આ બધું યાદ રહેતું નથી.

‘ભૈયા, મૈં ભૂલ ગઈ’.

‘કલ મૈં હરે કૃષ્ણ મંદિરમેં ગયા થા, ૨૦ ગીતા લે કે આયા’. આપ એક રખીએ કહી મને એક આપી.

ભૈયા મેરે પાસ ૨૫ ગીતા હૈ ‘.

તેને આશ્ચર્ય થયું. ‘જો ભી મેરે ઘર આતા હૈ , અગર ઉસકે પાસ ‘ગીતા’ ન હો તો મૈ દેતી હું’. કહી તેની ગીતા પાછી આપી સાથે ૧૦૦ રૂની નોટ.

તેને જાણી આનંદ થયો.

‘ભૈયા મોદીજીકે રાજમેં આપકો કૈસા લગતા હૈ’?

‘હમ લોગ બહોત ખુશ હૈ. બહોત અચ્છા કામ કર રહે હૈ’.

‘સચ ‘!

‘અપને દેશમેં ઐસે નેતાકી જરૂરત થી.’

વાતોમાં ક્યારે સાંતાક્રુઝ આવી ગયું ખબર પણ ન પડી.

આવા તો અનેક અનુભવ ટ્રેન અને બસમાં પણ થયા.

આજના પ્રજાસત્તાક દિવસની સહુને શુભેચ્છા. આપણો દેશ પ્રગતિના સોપાન સર કરે. એક ભારતિય હોવાને નાતે ‘મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ’.

શ્રી નરેન્દ્ર મોદીને સાથ અને સહકાર આપી પ્રગતિના પગથિયા સડસડાટ ચડીએ.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: