પુનિતા કે પનોતી

28 01 2017

પુનિતા કે પનોતી

why

 

 

 

 

 

********************************************************************************************************************************************

પુનિતાએ જ્યારે ધડાકો કર્યો કે ,” મા અને પપ્પા હું લગ્ન કરવા તૈયાર છું”.  બન્ને જણા એકબીજાની સામે જોઈ વિચારમાં પડી ગયા. પારો પોતાની દીકરીને નખશિખ ઓળખતી હતી. પુનિતા ૨૫ વર્ષની હતી. પોતાની જીંદગીના નિર્ણય કરી શકે તે તબક્કામાં હતી. મૌન સેવ્યું અને તેની મરજી મુજબ આચરણ કર્યું.

છતાં પારો આજે  ઉંડા વિચારમાં બેઠી હતી. તેને ખ્યાલ ન રહ્યો કે ક્યાં તેની ગણતરી ખોટી પડી. પુનિતાના લગ્ન ધામધૂમથી ઉજવી તેને લાગ્યું હતું કે હવે તે પરવારી ગઈ. ત્યાંજ તેની ભૂલ હતી. દીકરીએ તો કહ્યું મારે લગ્ન કરવા છે. ‘ અમે બન્ને એ સંમત થઈને કરાવી આપ્યા. લગ્ન પ્રસંગે કોઈ કમી રહેવા દીધી ન હતી.’ પુનિતા પોતાના પ્રથમ પ્યારમાં ગળાડૂબ હતી.

પારો પોતાની જાતને પૂછી રહી,  ‘શું તું નહોતી જાણતી કે તારી દીકરી ખૂબ સ્વતંત્ર મિજાજની છે. તેને બધું પોતાની રીતે જ જોઈએ. પુનિતા વળી બે ચોપડી બીજી બધી છોકરીઓ કરતાં વધારે ભણી હતી. સાતમા આસમાને તેના દિમાગનો પારો રહેતો.’

પ્રેમ થાય ત્યારે આ બધી વસ્તુનું ભાન રહેતું નથી. પ્રેમની એ તો તાકાત છે. થાય પછી બાકી બધું ગૌણ બની જાય. એમાંય પહેલો પ્રેમ, એ રોમાંચ, માનવી બધું વિસરી જાય. પ્યારનો નશો ચડે ત્યારે સમજવાની કે સમજાવવાની બન્ને કેડી વિસરાઈ જાય છે. પ્રેમનું સામ્રાજ્ય એવું ફેલાયું હતું કે કોઈ બીજો વિચાર પ્રવેશ પામી શકે તે સંભવ ન હતું.

‘પારો, તું તો જાણતી હતી, તારા દીકરીનો સ્વભાવ. તને કેમ ન સુજ્યું કે આ બધી વાતોની ચોખવટ કરી લંઉ ? પવનને પુનિતાના સ્વભાવની આછી વાત કરું.’

પવન ખૂબ સોહામણો ઘરરખ્ખુ જુવાન હતો. દેખાવડો અને ભણેલો ગણેલો. અરે, અમેરિકા જઈ આવી માસ્ટર્સ પણ કર્યું હતું. સુખી કુટુંબ, માતા અને પિતાનો લાડકવાયો. તે જાણતો હતો, આજના આધુનિક સમયમાં ઘર સાચવે તેવી છોકરી મળવી મુશ્કેલ છે. તેથી લગ્ન પહેલાં માતા અને પિતાને સમજાવી જુદું ઘર પણ લીધું હતું. માતા દીકરાને જાણતી હતી. તેના સુખે સુખી રહેવાની તેની તમન્ના હતી.

છતાં પણ જ્યારે લગ્ન પછી એક મહિનામાં  પુનિતાએ છૂટાછેડા લેવાનો પોતાનો વિચાર જણાવ્યો, ત્યારે માતા પારો ખૂબ દુઃખી થઈ. કઈ રીતે પોતાના મનને મનાવે. કોને ખબર આજે તેને પુનિતા કરતાં પવનનો વિચાર વધારે સતાવતો હતો. પવન માતા પિતાનો લાડકવાયો, પુનિતાને ખુશ રાખવા લગ્ન પહેલાં સરસ મજાનું ઘર લીધું , સોયથી સળી સુધી બધું પુનિતાએ પોતાની મરજી પ્રમાણે ઘરમાં વસાવ્યું. તેની સજાવટ આંખને ઉડીને વળગે તેવી હતી.

લગ્ન પહેલાં પવન ઘરે આવતો. તેની સાલસતા સહુને આકર્ષતી. તેનો નિર્મળ પ્રેમ પારો જોઈ શક્તી. પુનિતાના પપ્પા એકવાર, બોલ્યા હતા,  “આશા રાખું, અમારી પુનિતા તમારી ઈજ્જત કરે અને ઘર સંભાળીને રહે”. કોને ખબર કેમ તેમને થતું ,’પવનના પ્યારમાં કદાચ પુનિતાનો સ્વભાવ થોડો નરમ પડે’.

પુનિતાના પપ્પા એ જ્યારે જાણ્યું કે તેમની દીકરી પવન સાથે લગ્ન કરવા માગે છે ત્યારે ચકિત થઈ ગયા હતાં. તેમની ઉદ્દંડ દીકરી, આવા સાલસ સ્વભાવના પુનિતના પ્યારમાં મગ્ન થઈ તેની સાથે લગ્ન કરવા માગે છે. મનમાં આનંદ સાથે એક અજુગતો વિચાર ઝબકી ગયો, ” શું પાવન, પુનિતાનો સ્વભાવ સહી સકશે? પોતે પિતા હોવા છતાં કાંઇ કરી શકતા ન હતા. પુનિતાના સ્વભાવથી પૂરેપૂરા વાકેફ હતા”.

પુનિતાનો ગરમ મિજાજ ઘરમાં તેમજ બહેનપણીઓમાં જાહેર હતો. તેને કારણે તેને કોઈ ખાસ સહેલી હતી પણ નહી. દર બે મહિને તેની સાથે કોઈ બીજી છોકરી ફરતી દેખાય. તેના પિતા ખૂબ સુખી હતાં. ઘરમા નોકર ચાકર, મહારાજ, ડ્રાઈવર બધા હતાં. તેમની સાથે પણ ઉદ્ધતાઈથી વાતો કરતી હોય. એક માત્ર ભણવામાં બુદ્ધી ચાલતી તેથી સારા ક્રમાંક લાવતી. જીંદગીમાં બે ચોપડી ઓછું ભણયા હોય તો ચાલે પણ સામાન્ય વર્તણુક સભ્યતાથી ભરપૂર  હોવી જોઈએ. પુનિતાનો દેખાવ જુવાનોને આકર્ષિત કરે તેવો હતો.

પુનિતા જ્યારે પવનને  મળી ત્યારે થોડો દિમાગમાં પાવર છવાયો હતો. પવને આંખ આડા કાન કર્યા. તેને પુનિતા બધી રીતે અનૂકુળ લાગી. પુનિતાનો આ પ્રથમ પ્યાર હતો. પ્યારની મદહોશતા ચાખી, એના સમગ્ર અસ્તિત્વમાં ચેતનાએ સંચાર કર્યો. પ્યારમાં ડૂબેલી પુનિતા બીજી બધી વાતો વિસરી ગઈ. લગ્નની ખરીદી, રોજ નવી રેસ્ટૉરન્ટમાં, પાર્ટી જાણે પરી કથા હોય તેમ તેને લાગતું. પોતાની જાતને સિન્ડ્રેલા સાથે સરખાવતી. પવન જાણે તેનો ‘પ્રિન્સ ચાર્મિંગ’ હોય તેવું લાગ્યું. પ્યારની મદહોશતામાં પવન, પુનિતાના દિમાગી વલણને ગણકારતો નહી.

જીવનની વાસ્તવિકતાનો તેને કોઈ અંદાઝ ન હતો. લગ્ન ખૂબ ધુમધામથી થયા . પાંચેક દિવસ પવનના મમ્મી અને પપ્પા સાથે રહી. મહેમાનોથી ઉભરાતાં ઘરમાં તે ખૂબ માનપાન પામી. તેને થયું આ માહોલ આખી જીંદગી રહેશે. વાસ્તવિકતા વિષે પુનિતાને જરા પણ અંદાઝ ન હતો. બધા આમંત્રિત મહેમાનો વિદાય થયા

ત્યાર પછી બન્ને પ્રેમી પંખિડા પેરિસ જવા ઉપડી ગયા.   પુનિતા બહેન તો જાણે સ્વર્ગમાં વિહરતા હોય  તેમ લાગ્યું.  હનીમુન પરથી  પાછાં આવ્યા અને પોતાના ઘરમાં પહોંચી ગયા.

પેરિસમાં પણ પુનિતાના સ્વભાવના ચમકારા પવનને દેખાયા. તેને સ્વપને પણ ખ્યાલ નહતો કે પુનિતા સ્વચ્છંદ છે. સ્વતંત્રતા તો ૨૧મી સદીમાં સહુને ગળથુથીમાં મળી છે.  હજુ તો હનીમુન પરથી આવ્યા, ઘરમાં પગ મૂકતાની સાથે,

‘પવન, તારા બૂટ અંદર મૂક’. પુનિતાએ પોતાનું પોત પ્રકાશ્યું.

‘ડાર્લિંગ, આપણે ઘરમાં નોકર બધી સગવડો સાચવવા રાખ્યો છે. મોહન હમણા મૂકી દેશે.’

અરે, મોહનને બીજા, મારા કામ હોય કે નહી ? તારાથી આટલું નહી થાય ‘

પહેલો દિવસ હતો પવન કાંઈ બોલ્યો નહી. કચવાતે મને ઉભો થયો અને બૂટ મૂક્યા.

પવને હસવામાં વાત કાઢી. આજે કામ પર જવાનું ન હતું. તેને થયું  જમીને જરા આરામથી આજનો દિવસ હળવાશ માણીએ.

‘ત્યાં તો, પવન બેગ ખાલી કર’.

અત્યારે મારે આરામ કરવોછે. તું પણ આવ, કાલથી નોકરી ચાલુ થશે. ‘

‘અરે, આવું ઘર ગંદુ હોય ત્યાં તને આરામ કરવાનું સુજે છે’ ?

પવન તો ચકિત થઈ ગયો. પવન મોઢું ખોલે એ પહેલાં પુનિતા વાગબાણ ચલાવે. પવન મુંઝાયો. તેને ખબર ન પડી. પેરિસમાં પણ થોડાઘણાં અનુભવ થયા હતાં. હવે આ રોજના અને સવારે ઉઠે ત્યારથી ! પવને ધીરજ રાખી. એક મહિનામાં તો એ ત્રાહીમામ થઈ ગયો. પુનિતાને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા.

પુનિતાની મમ્મીને ત્યાં આવું બધું ચાલતું હતું. નોકરોને પુનિતાનો મિજાજ સાચવવા માટે મ્હોં માગ્યો પગાર મળતો.  જેને કારણે નોકરો તેની હાજરીમાં પડ્યો બોલ ઝિલતા હતાં.  તેમની લાડકવાઈ દીકરીનો રૂઆબ સહન કરવા માટે. તેમને ખબર હતી હવે આ સુધરવાની નથી. બચપનથી જીદ્દી હતી. મા અને બાપ હારી થાકીને બધું ચલાવતા હતાં. હશે, કહીને મન મનાવતા.

જ્યારે મહિનામાં પુનિતાએ ઘરે આવી બોંબ ફોડ્યો ત્યારે પારોને નવાઈ ન લાગી.  આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે એ જાણતી હતી. પણ આટલા ટુંક સમયમાં તેની કલ્પના નહતી.

‘હા, બોલ બેટા શું થયું’? કહીને પુનિતાને વહાલથી આવકારી.

ધુંધવાયેલી પુનિતાએ વગર વિચાર્યે બેફામ બોલવા માંડ્યું. અટકી જ્યારે તેને પાણી પીવાની જરૂરત લાગી. સારું થયું પપ્પા ઘરે હતા નહી.

‘બેટા તને જે યોગ્ય લાગે તે કરજે. તું સમજું છે. પવન પણ ખૂબ સાલસ અને પ્રેમાળ છે.’ પવન માટે બે સારા શબ્દ બોલવાનું મમ્મી ન રોકી શકી.

છેલ્લું વાક્ય પુનિતાને કાંટાની જેમ ચૂભ્યું.’ શું પ્રેમાળ છે.  મારું કાંઈ સાંભળતો નથી. બસ પોતાની મરજી મુજબ વર્તન કરે છે’.

લગ્ન પહેલાં પવનના પ્યારમાં મસ્ત પુનિતા અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પવન વિષે બેફામ બોલતી હતી. પારોએ મૌન રાખ્યું નહિતર તે એટમ બોંબની જેમ ફાટત.

પારો કાંઈ બોલી નહી. તેને તો પવનની હાલત પર તરસ આવી.

પુનિતાના પિતા ઓફિસથી આવ્યા. પારોના મુખ પરના ભાવ વાંચવામાં સફળ થયા. એક પણ અક્ષર બોલ્યા વગર સવારનું છાપુ વાંચવા બેઠા.

તેઓ જાણતા હતાં કે કશું બોલ્યે વળવાનું નથી. પવન છૂટ્યો એવી ભાવના પળભર થઈ આવી.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

28 01 2017
Chhaya Sachdev

God bless

Sent from my iPhone

29 01 2017
Raksha v. Patel

ઘણી સરસ વાર્તા! છેલ્લા વાક્યે વાર્તાએ એકદમ વળાંક લીધો.
કદાચ ‘છૂટ્યો’ શીર્ષક આપી લઘુકથા બની જાત.

રક્ષા પટેલ

1 02 2017
Bhavana Patel

Very nice. Pavan is free!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: