મોઢું ધોવા ન જઈશ

3 02 2017

go

 

 

 

 

 

 

 

*********************************************************************************************************************************************

લીના વિચારી રહી, મનને ફંફોળતી હતી. આયનાની સામે ઉભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી. તેને ખબર હતી આયનો જુઠું નહી બોલે.

“લાવણ્ય, અમેરિકાથી આવ્યો છે. એક વખત પરણ્યો હતો. છૂટાછેડા શું કામ થયા એની માથાઝીક કરવાનો સમય નથી.  મારી મમ્મીને ત્રણ દીકરીઓ છે. પિતાની આવક બાંધી છે. સત્યવાદી હરિશ્ચંદ્રને જોવા હોય તો, મારા પિતા ચંદ્રકાંતને મળવું. જો હું પરણીને અમેરિકા જાંઉ તો નાની બન્ને બહેનોનો રસ્તો પણ મોકળો થઈ જાય.  મારા દાદા અને દાદીને અમારે ભાઈ નથી તેનું ખૂબ દુખ હતું. શું મારી મોટી બહેન તરિકે ફરજ નથી બનતી કે મારા પિતાનો બોજો હળવો કરું ?

બાંધી આવકમાં ઘર ચલાવતાં કોઈ ચાંદનીથી શીખે. ત્રેવડ ત્રીજો ભાઈ છે. ચંદ્રકાંત તેના પર વારી જતો. ત્રણેય દીકરીઓને ખૂબ માવજત અને કાળજીથી ઉછેરી હતી. નાની તો એવી ચબરાક, દાદાના ખોળામાં બેસે અને કહે, ” હેં દાદા, હું જો છોકરો હોત, તો કઇ રીતે જુદી હોત’?

‘તું તો મારો રશ્મી છે, ખબર છે રશ્મી છોકરો પણ હોય અને છોકરી પણ હોઈ શકે.” કહી પ્રેમથી ગળે વળગાડતાં.

‘જો હવે બોલ્યાં છો કે મારા પપ્પાને દીકરો નથી તો તમારા ખોળામાં નહી બેસું’. કહી ડીંગો બતાવી ભાગી જતી.

લાવણ્ય પરણીને છ મહિનામાં છૂટો થઈ ગયો હતો. લકી સાથે પરણ્યો તે એક ઈત્તફાક હતો. અમેરિકામાં મોટો થયેલો લાવણ્ય હોંશિયાર જરૂર હતો. જ્યારે લકી, ભારતમાં મોટી થઈ અમેરિકા ભણવા આવી હતી. બન્ને એક જ યુનિવર્સિટીમાં સાથે ભણતાં હતામ. સીધો સાદો લાવણ્ય, લકીની ઉસ્તાદીમાં ફસાઈ ગયો. લકી ખૂબ સુંદર હતી. તેનું રૂપ, તેનું હાસ્ય ભલભલા મુનિવરને ચળાવે એવું હતું. લાવણ્યે જ્યારે તેના માતા અને પિતા પાસે લગ્નનો પ્ર્સ્તાવ મૂક્યો ત્યારે લાવણ્યની મમ્મીને લાગ્યું ,’દીકરો મારો ઉતાવળ કરે છે’. લકીના દબાણ પાસે લાવણ્યનું કશું ચાલ્યું નહી. એકલો બેઠો હોય યારે વિચાર કરતો, “લાવણ્ય તું ઉતાવળ તો નથી કરતો ને”?

લકીએ, લાવણ્યમાં શું ભાળ્યું એ કહેવું મુશ્કેલ હતું. અમેરિકામાં વર્ષોથી રહેતો હતો. એક બહેન હતી પણ જે પરણીને લંડન રહેતી હતી. લાવણ્યને કોલેજ કાળ દરમ્યાન મિત્રતા ઘણાં સાથે થઈ હતી. લકીની વાત કાંઈ જુદી હતી. બસ છ મહિનામાં બન્નેનું ભણતર પણ પુરું થવાનું હતું. કોઈ પણ છોકરી અથવા સ્ત્રીના મગજમાં શું ચાલે છે, એ કળવું મુશ્કેલ છે. પ્રયત્ન કરવાથી નિષ્ફળતા મળશે એમાં શંકાને સ્થાન નથી.

‘ચાલને હવે પરણી જઈએ’.

‘ઉતાવળ શું છે’?

‘આમ મિલન પછી જુદાઈ ખૂબ સતાવે છે’.

‘તું કહેતી હોય તો જુદો અપાર્ટમેન્ટ લઈએ’.

‘ના, બાબા ના લગ્ન પહેલાં’?

‘એટલે તો કહું છું લગ્ન કર્યા હોય તો પછી, તું અને હું, હું અને તું.’

લકીએ પોતાના મમ્મી અને પપ્પાને મુંબઈથી બોલાવ્યાં. તે અંહી મામાને ત્યાં રહેતી હતી. આખો દિવસ કૉલેજમાં હોય અને શનિ અથવા રવી મિત્રો સાથે.  પોતાની દીકરીના અવગુણ કોઈ માતા અને પિતાને દેખાતાં નથી હોતાં. એમાંય આ ૨૧મી સદીમાં ? મોઢું જ ખોલવાનું નહી. તેમાંય પરદેશમાં એકલી રહેતી દીકરીને કશુંજ કહેવાય નહી. જો કે આજકાલ ભારતમાં પણ માતા અને પિતા બાળકોને કશું કહી શકતા નથી. લકીની જીદ પાસે બધાંએ નમવું પડ્યું.

લગ્ન લેવાયાં. બહેન અને જીજુ લંડનથી આવ્યા. લાવણ્યની બહેન લોપા ભાભી, જોઈને ખુશ થઈ ગઈ.

અરે વાહ, મારા ભાઈ તારી પસંદને દાદ દેવી પડશે’.

સર્જનહારે સ્ત્રી અને પુરૂષની પ્રકૃતિ અલગ બનાવી છે. તેઓ સરળ અને ખટપટ વગરના હોય અને સ્ત્રીઓને વાતનું વતેસર કરતાં આવડે. બન્નેમાં અપવાદ હોઈ શકે. લકી લગ્ન પહેલાં જે લાવણ્યના પ્રેમમા મશગુલ હતી તે હવે વાતે વાતે લાવણ્યમાં ખામીઓ જોતી થઈ ગઈ.

‘અરે, તે આજે કપડાં લોન્ડ્રી બાસ્કેટમાં ન નાખ્યા.’

‘દાઢી કર્યા પછી આખું સીન્ક કેટલું ગંદુ કર્યું તે’ .

લકી કામની મહા આળસુ. પોતાનું માંડ માંડ કરતી હોય ત્યાં પતિદેવનું કેમ કરે?

‘તને શું વાંધો છે, દર અઠવાડીયે મેઈડ આવે છે તે સાફ કરશે.’

સાવ નજીવી બાબતોમાં ઝઘડો થતો અને પછી તેમાંથી સરજાતું મહાભારત.

આજે કોને ખબર કેમ લાવણ્યએ બધું ચોખું ચટાક કરી નાખ્યું. તેને મન હતું આ શનિ અને રવી બન્ને જણા ડ્રાઈવ ઉપર જાય. સાન એન્ટોનિયોના રિવર વૉક પર હિલ્ટનમાં રૂમ બુક કરાવ્યો હતો. લકીને સરપ્રાઈઝ આપવા માગતો હતો.

લકી ઉઠી, બ્રેકફાસ્ટ લઈને કહે, આજે મારી ફ્રેન્ડ ઈન્ડિયાથી આવી છે તેને મળવા જવાનો પ્લાન છે.

બસ થઈ રહ્યું. લાવણ્યએ તેને પોતાનો પ્લાન જણાવ્યો. લકી એકની બે ન થઈ.

‘તે મને પૂછ્યું હતં’?

‘અરે, આ તો સરપ્રાઈઝ હતું તારા માટે’.

તારી ફ્રેન્ડને રવીવારે સાંજે પાછા આવતા લઈ આવશું, એવું હશે તો હું મન્ડે ઓફ લઈશ. ‘

લકી માની નહી અને પછી આદત પ્રમાણે થયું મહાભારત. લાવણ્યને ખૂબ ખરાબ લાગ્યું. તેને થયું લકીને પરણવામાં ઉતાવળ તો નથી કરીને. લકી તો ફ્રેન્ડને લેવા જતી રહી. બન્ને જણા બહાર લંચ ખાઈને પિક્ચર જોવા ઉપડી ગયા. રાતના પાછી આવી ત્યારે ઘરમાં લાવણ્ય ન હતો. તે પોતાના મમ્મી અને પપ્પાને ત્યાં જતો રહ્યો હતો.

રોજના આ ઝઘડાથી તે કંટાળી ગયો હતો.

લકી પણ જીદે ભરાઈ અને બન્ને જણા છૂટા પડ્યા.

આ લાવણ્ય ફરીથી લગ્ન કરવા મુંબઈ આવ્યો હતો. લીનાને તેની મિત્ર મારફત મળ્યો. લીના સાથે તેણે ખુલ્લા દિલે વાત કરી. ખબર નહી કેમ લીનાને લાવણ્યની વાતમાં સચ્ચાઈનો સૂર સંભળાયો. પોતે ૨૪ વર્ષની હતી . લાવણ્ય ૩૦ વર્ષનો જુવાન. લકીથી દાઝેલો લાવણ્ય જરા ચેતીને ચાલ્યો. તેણે લીનાને અમેરિકાની લાઈફ સ્ટાઈલથી વાકેફ કરી.

‘મારી સખી હીના, પણ હ્યુસ્ટનમાં રહે છે. ત્યાંની જીંદગી, કામ અને નોકરી એ મને ડરાવી શકે તેમ નથી. લાવણ્ય, તમે હીનાને નથી ઓળખતાં. હીના, લકીને ઓળખે છે. તેના સ્વભાવથી પણ પરિચિત છે. હા, આમા બન્ને પક્ષે તટસ્થ રીતે વિચાર કરવો જરૂરી છે. તમારી વાતમાં સચ્ચાઈનો રણકો મને સંભળાય છે.

લાવણ્યને લીના ગમી હતી. તેની બોલવાની આકર્ષક ઢબ અને આત્મવિશ્વાસ આંખે ઉડીને વળગે તેવા હતાં. લીનાએ સમજીને કદમ ઉઠાવ્યું.  પાછળ બે નાની બહેનોનું ભવિષ્ય પણ સુધરવાનું હતું. પિતાની બાંધી આવકમાં તેમનો બોજો હળવો કરવાનો ઈરાદો તરવરતો હતો.

દાદાને, પોતે દીકરો નથી પણ દીકરા તરીકેની ફરજ અદા કરવામાં પાછી નહી પડે તે જણાવ્યું. ‘દાદા હું સરખી રીતે ગોઠવાઈ જાંઉ પછી બન્ને બહેનોને ત્યાં બોલાવીશ.’

દાદાએ આશિર્વાદ આપ્યા, ‘બેટા સહુ પ્રથમ તારી ફરજ બને છે કે લાવણ્યને સુખ આપજે. તેના માતા અને પિતાને દીકરી બનીને ચાહજે.’ તારી બન્ને બહેનો પણ તેમનું નસિબ લઈને આવી છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે.

લાવણ્ય ખરેખર હોનહાર છે. તેના નસિબમાં જે હતું એ તારે તેને વિસરાવવામાં મદદ કરવાની છે.’

“તું સુખી થજે”.

દાદા મનમાં બબડી રહ્યા, ‘આ મારો સવાયો દીકરો છે.’

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: