ઠેર ના ઠેર

15 02 2017

move

 

 

 

 

 

 

*******************************************************************************************************************************************

આ પ્રથા હિંદુસ્તાનમાં સદીઓથી ચાલી આવી છે.  ભલેને માનવી ચંદ્ર પર જાય કે મંગળ પર પણ આપણે ,’મિંયાની દોટ મસ્જીદ સુધી’ તેમાં માનવાવાળા. શું કામ નવી પ્રથા અપનાવીએ.  રાજકારણ તો આ દોટમાં મોખરાનું સ્થાન ધરાવે છે.  જવાહરલાલની દીકરી ઈંદીરા ગાંધી, બાપની ગાદી પર બેઠી. તેના પછી તેનો દીકરો. ઈટાલિયન ‘વેઈટ્રેસ’ સોનિયા એક હથ્થુ રાજ ચલાવે છે.  હવે તેનો દીકરો, “પપ્પુ” વિચારે છે. તેને તો દિવસે તારા દેખાય છે. કારણ રાતે દારૂ ઢીચીને ક્યાય સૂતો હશે. પેલી પ્રિયંકા પણ પતિદેવ સંગે શમણામાં રાચે છે.  આજે ૨૧મી સદીમાં આ આપણી પ્રગતિ છે ?  ‘આપણે હજુ પણ ઠેરના ઠેર.’

પેલા મોટા ગાદી પતિ ‘મહારાજો’ના દીકરા હવે બાપની ગાદી સંભાળે છે. આ કેવો સરસ વગર પૈસાનો ધંધો છે ! આપણા દેશની અંધશ્રદ્ધાળુ જનતા તેમને ભક્તિભાવથી સાંભળી પોતાના માટે સ્વર્ગે જવાની સીડીને પામવાની કોશિશ કરી રહી છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓને તડીપાર કર્યા. આપણી પ્રજાએ મહારાજાઓ સર્જ્યા ! તેમના વૈભવની શું વાત કરવી. અનાસક્તિ ભોળા લોકોને શિખવી પોતે આસક્તિમાં રાચવું. ‘આપણે હજુ પણ ઠેરના ઠેર.’

સ્વપનામાં પણ નહી વિચાર્યું હોય કે ડોક્ટરનો દીકરો ડોક્ટર અને વકીલનો દીકરો વકીલ. એમણે ભાણવું પડે છે. પોતાની લાયકાત પૂરવાર કરવી પડે છે. એમ કાંઈ બાપની ગાદી મળવી સહેલી નથી. મહેનત, પ્રયત્ન અને લાયકાત વગર તૈયાર થાળીએ જમવા બેસવું એ શોભાસ્પદ નથી. ‘આપણે હજુ પણ ઠેરના ઠેર.’

પાયલટનો દીકરો શિખ્યા વગર પ્લેન ઉડાડી શકે?

માસ્તરનો દીકરો ભણ્યા વગર કોઈને શિક્ષણ આપી શકે?

અરે કારિગરોના દીકરા બાપ પાસેથી કારિગરી શીખી પછી તેમના ધંધામાં ઝંપલાવે છે. સોનીનો દિકરો સોનાર બને. મોચીનો દીકરો સોનીની જેમ ઘરેણાં ન બનાવી શકે. હા કોઈ હોશિયાર સોની પાસે રહી કળા શીખે તો વાત અલગ છે. ‘આપણે હજુ પણ ઠેરના ઠેર.’

ભારતની જનતા ખૂબ ભાગ્યશાળી છે ,આજે આપણને શ્રી નરેન્દ્ર મોદીજી જેવા વડા પ્રધાન મળ્યા. વર્ષો પછી એવી વ્યક્તિના હાથમાં સુકાન છે કે જેમને હૈયે દેશ હિતની ભાવના છે. જેઓ મન મૂકીને દેશને માટે પ્રવૃત્ત બન્યા છે.

તાજા ખબર છે. ભારતથી હમણાં જ આવી, અઠવાડિયા પહેલાં.  અનુભવ યા કોઈ પણ જાતના રસ વગર બાપની ગાદી પર બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એક વાત તો કહેવી પડશે, આપણામાં સત્ય સામે ઉભા રહેવાની તાકાત નથી. કહેવાય છે ભારતમાં જે લોકો ભણેલા છે, સત્ય જાણે છે, તાકાતવર છે તેઓ અવાજ નથી ઉઠાવતાં.

” જેમ ચાલે છે તેમ ચાલવા દોને, આપણું શું જાય છે”.  આવી મનોવૃત્તિથી વસતાં લોકોને શું કહેવું ?  ‘આપણે હજુ પણ ઠેરના ઠેર.’

દીકરીને બાપની કોઈ પ્રવૃત્તિમાં રસ નહી. અરે . ભલું જો પોતાનો ઘર સંસાર સરળતાથી ચલાવી શકે. હા, અમેરિકાનું   શિક્ષણ અને સારી સરકારી નોકરી. બાળકો ખૂબ હોશિયાર. પતિદેવ સાથે એવું જ ચાલે. પણ ઘરમાં ‘કંસાર ચોળીને’ ખાય તેથી વાંધો ન આવ્યો. ભલેને આખી દુનિયા ચાંદ પર જવાની વાતો કરે. આપણે તો આપણા કોચલામાં ખુશ છીએ. આપણે હજુ પણ ઠેરના ઠેર.

હવે માબાપની ઉમર થઈ હતી. આમ તો ૮૦ની અંદરના. પણ દોડધામ એવી કરે જાણે ૬૦ના ન હોય. રૂવાબ પણ ઘણો. હા, પ્રવૃત્તિ કરીને જાતને વ્યસ્ત રાખે. શરીર શું કહે છે અને શું માગે છે તે સાંભળવું ખૂબ જરૂરી છે. સમાજામાં માન મરતબો જળવાય. સ્વભાવ ,એવો કે હમેશા બીજાને મદદ કરવા તત્પર રહે. એ પિતા બિમાર થયા. અને નાની એવી માંદગી ભોગવી વિદાય થયા.

હવે તેમની ચાલતી સંસ્થામાં વર્ષોથી સાથ આપનાર વ્યક્તિ નિકળી ગયા. જ્યાં આદર નહી, કામ પ્રત્યેની વફાદારીનો અહેસાસ નહી એવું જાણવા મળ્યું એટલે માન ભેર વિદાય થયા. નવા નિશાળિયા અને મદદ કર્તા બધા હોદ્દેદારો બની ગયા. દીકરીને કક્કો પણ આવડતો ન હતો એના હાથમાં લગામ સોંપી. કારણ તો કહે કે એના બાપે સંસ્થા શરૂ કરી હતી. ભારતમાં આવું બધું સવ સામાન્ય છે. આટલી બધી પ્રજા, માણસ મરે કે જીવે કોને પડી છે. કોણ શું કરે છે.

ઘણી વખત એમ થાય છે. “જેમ ચાલે છે તેમ ચાલવા દો”. તમને ન ફાવે તો તમારો માર્ગ બદલી નાખો. બાકી જો એક અક્ષર પણ બોલ્યા તો તમારું આવી બન્યું.  માત્ર પૂછવામાં આવે તો પ્રત્યુત્તર આપવો તે પણ ખપ પૂરતાં શબ્દોમાં.

ભારતમાં ચાલતી આ પ્રથાએ મારું ચિત્ત ડહોળી કાઢ્યું. ‘થયું આપણે હજુ પણ ઠેરના ઠેર’,—————-

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 02 2017
Mukund Gandhi

ભારતના રાજકારણ વિષે મંથન કરીને હૈયાવરાળ કાઢવી એ જ ઉપચાર આપણી પાસે છે.
ધન્યવાદ.
મુકુંદ
Show original message

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: