ઉપેક્ષા

18 02 2017

 

 

rose

 

 

 

 

 

******************************************************************************************************************************

 

શમા રાહ જોઈ રહી હતી. ક્યારે દીપક આવે અને તેને પ્યારથી આલિંગન આપે. દિવસ તો કામકાજમાં પસાર થઈ જતો હતો. સંધ્યા સમયે જ્યારે ઘરમાં દીવો પ્રગટે પછી તે અશાંત થઈ જતી. દીપકની કાગડોળે રાહ જોતી. બે બાળકો હતા એટલે તેણે નોકરી કરવાનું મુનાસિબ ન માન્યું. બન્ને બાળક પાછળ તેનો સમય પસાર થઈ જતો.

દીપકના મમ્મી ગામડાના અને જૂનવાણી હતાં. માતા તરિકેની વહુની લાગણી સમજવાને અસમર્થ. તેને પોતાને ચાર બાળકો હતાં. શમા મોટા દીકરાની વહુ પણ વર્તન હમેશા ઓરમાયુ. ઘણી વખત આવી સ્ત્રીઓની દયા ખાવી કે તેમને અપમાનિત કરવી એ સમઝણ પણ ન પડે. દીપકના પિતાજીનું વર્તન હમેશા અણછાજતું અને ઉદ્ધત રહેતું. તેનું કારણ શું હતું. એ પૂછવું પણ અયોગ્ય ગણાતું.

સમઝણ એ એવી અણમોલ ચીજ છે કે તેને પામવા હમેશા દરેક જણે સજાગ રહેવું પડે. તેને આપણે સામાન્ય બુદ્ધી પણ કહી શકીએ. જે દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે જોવા મળે. ઘણા એવા કુંઠિત હોય કે જાણવા છતાં બેહુદું વર્તન કરે.

સ્ત્રીને, સ્ત્રી જ અન્યાય કરતી જોવામાં આવી છે. આ સમસ્યાનો હલ શક્ય નથી. ખરું જોતા એવી કોઈ સમસ્યા   નથી જે હલ ન કરી શકાય. ૨૧મી સદીમાં દરેકે પોતાની મેળે તેનો હલ શોધવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આજે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી !   સહુને એમ છે “મને બધું આવડે છે”. જ્યારે સ્ત્રી સાસુના પાત્રમાં હોય ત્યારે ભૂલી જાય છે કે એક દિવસ તે પણ નવવધુ હતી !

‘બાળપણ યાદ આવે ત્યારે આશ્ચર્ય થાય છે. મારા ,માતા અને પિતા કુટુંબમાં, સમાજમાં લોકોના પ્રશ્નોનો નિકાલ લાવતા હતાં. નજરો નજર જોયેલી વાતો છે. કોઈ કહે તો માનવામાં ન આવે’.  શમા વિચારે ચડી ગઈ હતી. ભૂતકાળમાં ભમવાથી કશું મળવાનું નથી તે બરાબર જાણતી હતી. આજે માતા અને પિતા હયાત પણ નથી. આજે પોતાને કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુન, ભિષ્મ કે દ્રોણગુરૂની સહાય વગર એકલા લડવાનું છે. તેને ખબર છે કોઈ  કૃષ્ણ, સારથિ બની તેનો રથ હાંકવા આવનાર નથી.  અરે, તેનો પતિ દીપક પણ તેની પડખે ઉભો રહેવા તૈયાર નથી. આ ધર્મયુદ્ધ ક્યાં સુધી એકલે હાથે લડી શકશે ?

બાળકો સમજુ છે. માતાને સંપૂર્ણ સહકાર આપે છે. ઘરમાં ગમે તેટલું કરવા છતાં ,ઉપેક્ષા ? બારણામાં દીપક આવતો દેખાયો, આજે ‘વેલન્ટાઈન ડે” હતો. તેના હાથમાં સુંદર ફુલોનો ગુલદસ્તો જોઈ હરખાઈ ઉઠી. તેનું બધું દર્દ વિસરી ગઈ. આજે જમવાના ટિફિનમાં બધી દીપકની ભાવતી વાનગીઓ હતી. જમતી વખતે દરેક કોળિએ દીપક, શમાના પ્રેમને માણી રહ્યો હતો. શમાને તે ખૂબ ચાહતો હતો. માત્ર પરદર્શિત કરવામાં કંજૂસ હતો.

તે મનોમન વિચારી રહ્યો, જે શમાએ તેનો સાથ ૨૫ વર્ષથી નિભાવ્યો છે. ઘરમાં વડીલોને સાચવે છે. પોતાના માતા અને પિતાનું અણછાજતું વર્તન સહન કરીને પણ પોતાના પતિને ખુશ રાખવાને સદા તત્પર છે. શામાટે સાંજના ઘરે જાંઉ ત્યારે તેને મીઠા બે બોલ બોલીને કે પ્યાર ભરી નજરથી તેનું અભિવાદન નથી કરતો? દીપક જાણતો હતો, બન્ને બાળકોને ઉછેરવામાં તેણે કોઈ સાથ કે સહકાર આપ્યો ન હતો. જેને કારણે શમાએ પોતાની સુંદર ‘કેરિયર’ને તિલાંજલી આપી હતી.

આજે દીપકની આંખો સમક્ષ શમા સાથેના પ્રથમ મિલનની યાદ તરવરી ઉઠી. કેવી ભોળીભાળી, સુખી કુટુંબની બે ભાઈઓની એકની એક બહેન. દીપકને પરણી, શમા શું પામી? સહુની અવહેલના, ઉપેક્ષા અને અનાદર ! હા, તેને કન્યામાંથી સ્ત્રી બની માતા થવાનો લહાવો મળ્યો. જેની આગળ તે બધું વિસારે પાડી જીવી રહી છે. હા, તે માત્ર જીવી રહી છે. કોઈ ઉમંગ કે આશા વગર. સંતોષ છે કે બન્ને બાળકો ખૂબ હોંશિયાર છે. જે તેની તપસ્યાનું પરિણામ છે. જેમને કારણે તેના જીવનમાં ‘જીવન ધબકે ‘છે.

આજુબાજુનું વાતાવરણ જોઈ આજે તેના દિલની વીણા સૂર છેડી રહ્યા હતાં. કેટલા ઉમંગભેર પરણી એ ઘરમાં શમાને લાવ્યો હતો. શમાએ ક્યારેય કદી અણછાજતી માગણી કરી ન હતી. દીપકને તે ખૂબ ચાહતી હતી. દીપક માત્ર શરીરની માગ પૂરી કરતો. જેને કારણે બે સુંદર પુષ્પો જીવનમાં ખીલ્યા. આજકાલના જુવાનિયાઓ ,’વેલનટાઈન ડે’ ના માનમાં આડેધડ ખરીદી કરી રહ્યા હતાં. જેને કારણે બીજે દિવસે ફુલોનો ગુલદસ્તો તેને થોડો સસ્તો મળ્યો.  આજે તેનું દિલ દિમાગની વાત સાંભળવા તૈયાર ન હતું. શમાનો ચહેરો તેની સામે જોઈ મુસ્કુરાઈ રહ્યો.

દીપકનો હસતો ચહેરો અને હાથમાં સુંદર ગુલાબનો ગુલદસ્તો, શમા હરખાઈ ઉઠી. પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. તેનું હૈયુ હાથ ન રહ્યું. દીપકના પિતા હિંચકા પર ઝુલતા આ દૃશ્યને નિહાળી રહ્યા હતાં. તેની માતા સંધ્યા ટાણે માળા ફેરવતી હતી. પણ જીવ વહુ અને દીકરામાં હતો. દીપકની રગરગમાં શમા ઘુમી રહી હતી.  તેના પ્રેમની હુંફ તે માણી રહ્યો હતો.

ઘરના દ્વારમાં પ્રવેશતા માતા બોલી, ‘આવ્યો બેટા’ .દીપકનો ઉત્સાહ અને ઉમંગ  માનો રૂક્ષ અવાજ સાંભળી ઓસરી ગયા. ફુલોનો ગુલદસ્તો ભલે માના હાથમાં પકડાવ્યો પણ  આંખો તેની શમાને પ્યાર કરવા અને આલિંગન આપવા તરસી રહ્યા હતાં.

ભલું થજો, શું  શમા એ વાંચવામાં સફળ થઈ ?

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: