તરશો, વહેતા રહેશો કે ડૂબશો

26 02 2017

swim

 

 

 

 

 

************************************************************************************************************************************************

તમારે પસંદ કરવાનું છે. આ સંસારમાં આવી તો ગયા. તમે કહેશો, ‘અમે ક્યાં અમારી મરજીથી આવ્યા છીએ’?

અરે ભાઈ આ જગે,’ કોણ પોતાની મરજીથી આવું છે. એ જેટલું સાચું છે એટલું જ કોણ પોતાની મરજીથી જવાનું છે” એ પણ સત્ય છે. કળિયુગમાં, સતયુગમાં કે પછી દ્વાપરયુગમાં આ સનાતન સત્ય છે.

ખેર, હવે આવી તો ગયા. બાળપણ ખેલકૂદમાં માણ્યું, જુવાની, જવાની છતાં ભરપૂર જીવ્યા. હવે? ખરું તો હવે વિચારવાનું છે. જો કે આ પ્રશ્ન પર બચપનથી જ થોડો થોડો વિચાર કરવો એ યોગ્ય ગણાશે.

હજુ મોડું નથી થયું. સંસાર અસાર છે એ સત્ય જો સમજ્યા હો તો બેસી જાવ વિચાર કરવા અને પછી અમલ કરવા મચી પડો. ક્યાં, ક્યારે આપણું અંતિમ સ્ટેશન આવશે તેની ખબર નથી.

સંસારમાં તરવું કોને કહેશો. આમાં દરેક પોતાની માન્યતા પ્રમાણે અર્થ તારવી શકે. વિદ્યાર્થીકાળમાં શિક્ષા મેળવી તેનો સદઉપયોગ કર્યો હોય તો સંસાર તરી જવાય. જુવાનીમાં ઉદ્યમ દ્વારા સારા પૈસા અને સુંદર કુટુંબ પામ્યા હોઈએ. ઢળતી ઉમરે બાળકો પર બોજ ન બનતાં તેમના માટે ઉદાહરણ પુરું પાડી શકીએ. આપણી સાથે થોડાં બીજા વ્યક્તિઓ હોય તેમને પણ સહાય રૂપ બન્યા હોઈએ. તો લાગે છે આપણે તરી ગયા. તરી જવું આસાન છે. માત્ર દૃઢ મનોબળ અને પુરૂષાર્થ જોઈએ.

જેમ ફરે તે ચરે તેમ જીવનમાં જેને તરતા આવડે તેના જીવનમાં સમતા આવે. તેનું જીવન હર્યુ ભર્યું બને . આપણે જાણીએ છીએ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે, જે આપણે યોગ્યતાને કારણે પામ્યા છીએ તો પછી તેનો સદઉપયોગ કેમ ન કરવો?   જીવન મંગલમય કેમ ન બનાવવું? ક્ષણભંગુર આ જીવનમાં ઉલ્લાસ અને આનંદની નદી વહાવવી. હર પળ જીવનને મન ભરી માણવું.

તરવૈયા જાણતા હોય છે સાગરમાં તરવાની મઝા. જીવન સાગર તરીને પાર કરી તેને ધન્ય બનાવવું.બાકી જળ પર યા રેતી પર લખેલું નામ જેટલું ટકે એટલી આપણા અસ્તિત્વની યાદ ટકશે. કંઈક આવ્યા કંઈક આવશે, નામ તારું ભુંસાઈ જશે.

ચાલો ત્યારે તપાસીએ પાસું વહેવાનું. બસ આવ્યા એટલે જવાના. જીવનમાં કોઈ ધ્યેય નહી કશું કરવાની તમન્ના નહી. બાપદાદા પૈસા મૂકીને ગયા હોય તો બેફામ બનીને વાપરવાના. કોઈ પણ રીતે કાર્યમા યા  જીવનમાં કશું જ હાંસિલ કરવાની ખેવના નહી. સમાજની તો વાત છોડો ઘરગૃહસ્થીમાં પણ કશું ઉકાળ્યું નહી. ખાધું, પીધું અને મોજ કરી. કદાચ એમ પણ કહી શકાય, જો એ અતિશયોક્તિ નહી ગણાય. જેમ જાનવરને ભગવાને માત્ર ઈંદ્રિયોમાં વ્યસ્ત રાખ્યા છે. તેમ આપણે પણ ઈંદ્રિયોના સુખમાં રચ્યા પચ્યા રહ્યા.

વહેવું આસાન છે. જેમાં કોઈ પરિશ્રમ નહી. દીશાની એંધાણી નહી. યંત્રવત જીવન જીવવાનું. સવાર થાય ને સાંજ પડે, બસ એજ જીવનની ઘટમાળ. વહેતા રહેવું એ ગુન્હો નથી. મારા મત પ્રમાણે એ જીવન જીવવાની કળા પણ નથી. બાકી તરવામાં જે મઝા છે એ પ્રવાહમાં તણાવામાં નથી. શું ગાંધીબાપુ, કનૈયાલાલ મુનશી, વલ્લભભાઇ પટેલ કે પન્નાલાલ પટેલ વહીને નામ કમાયા કે તરીને. બધામાં એ શક્તિ ન હોઈ શકે. પ્રયત્ન કરવામાં ગુમવવાનું કશું નથી. જીવનમાં શીખીને કોઈ વીરલાજ આવ્યા હોય બાકી સફળતાની ટોચે પહોંચનારે ઉદ્યમ કરવો પડે તે વાત સત્ય છે.

ડૂબતાને તો ભગવાન પણ બચાવી ન શકે ! જેનામાં ન તરવાની હામ હોય કે ન વહેવાની આવડત, ડૂબે નહી તો બીજું શું થાય?  આ જાતની જીંદગી જીવવી ખૂબ ભારે થઈ જાય. ઘણી વખત વ્યક્તિને દોષ આપવો તેના કરતાં સંજોગો માનવીને એવા બનાવી દેવામાં ભાગ ભજવે છે. અપના હાથ જગન્નાથ. મધ દરિયે ડૂબતાને બચાવવા નસિબ સારા હોય તો કોઈ મળે. બાકી તરતાં ન આવડતું હોય તો ડૂબ્યા વગર છૂટકો નથી. આ ભવસાગરમાં  કર્મો દ્વારા ડૂબતાં જોવા ઘણા મળશે. આપણને સહુને ખબર છે, કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી.

સંજોગોને પણ સો ટકા દોષ આપવો યોગ્ય નથી. સંજોગોનોની સામે તરીને સફળતાને વરવામાં જીવનની મહેક છે. આ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. જીવન તરી જવું, તેમાં વહેવું કે ડૂબી જવું એ આપણે નક્કી કરવાનું છે..

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: