યાર, હું શું કરું?

6 03 2017

sick

********************************************************************************************************************************************************

‘અરે, મમ્મી પાછી તું ભૂલી ગઈ’?

‘કઈ વાત’.

‘ઓ માય ગોડ, મોમ જલ્દી કર ૩ વાગે રેશમાને લેવા જવાનું છે’.

‘હા, બેટા હું નિકળું છું. તું ફોન કર ડ્રાઈવર ગાડી બહાર કાઢે’.

‘મમ્મી, મેં એને કહ્યું છે. એ નીચે તારી રાહ જુએ છે’.

‘સારું બેટા’.

ખાલી ગાડી રેશમાને લેવા જાય તે કોઈને પસંદ ન હતું. મારી યાદ શક્તિ પર પૂળો મૂકો. કહી બબડતી બબડતી હું ગાડીમાં બેઠી. મનમાં થયું રેશમાને કહીશ બેટા નાની ભુલી ગઈ હતી.  એ મારી ડાહી દીકરી છે. કાંઈ નહી નાની, કહી ગળે વળગશે.

આજે રહી રહીને થાય છે. મારી પાસે એવી કોઈ શક્તિ નથી જેને કારણે આવા સંજોગમાંથી ‘હું’ હેમખેમ પાર ઉતરી શકું. આ એવી પરિસ્થિતિ છે જ્યાં કુદરતના હાથ પણ હેઠા પડે છે. બસ હવે મારે માત્ર મોં બંધ રાખવાનું. અરે, તે પણ મારા હાથમાં નથી. સંયમ સખણો રહેતો નથી. બુદ્ધિ બહેર મારી ગઈ છે. વિચાર શક્તિ વેગળી થઈને તમાશો જુએ છે.

“હું શું કરું” ?

એમ ન માનશો કે મારું જીવન જીવતી નથી. બે ટંક ભોજન જોઈએ છે. મનભાવતું હોય તો મન મૂકીને ઝાપટું પણ છું. મસાલેદાર ચાની ચૂસકી માણું છું. સમજી ગયાને ખાવા પીવામાં કોઈ તકલિફ નથી. દિવસનો એ તો સમય છે જ્યારે મને લાગે છે કે હું તંદુરસ્ત છું. જન્મ્યા ત્યારથી શ્વાસ લઈએ છીએ અને પેટને પોષીએ  છીએ પણ એ કોઠી ક્યારેય ભરાતી નથી.   જ્યારે જોઈએ ત્યારે ભાડું માગે છે.

છેલ્લા ચાર મહિનાથી યાદ શક્તિ દગો આપી રહી છે. બાળકો કહે છે,”તું સાંભળતી નથી”?

“મને યાદ રહેતું નથી” . ઘણી વખત કહે મા ,’તું સાચું કહે છે ને’ ?

“અરે, બેટા મને જુઠ્ઠું બોલવાનું શું પ્રયોજન છે ? ”

ખેર જવા દો બાળકોની વાત, જુવાની છે, મનગમતું કાર્ય ક્ષેત્ર છે. સુખી પરિવાર છે. તેમને ગળે બુઝર્ગ માની વાત ન ઉતરે. નાના નાના દિવસ ભરના કાર્ય પણ સરળતા પૂર્વક પાર નથી ઉતારી શકતી.

ગાડીની ચાવી ક્યાં મૂકી?

ઘર બંધ કર્યું કે નહી?

ગેસ પર મૂકેલી ખિચડીનો ગેસ બંધ કર્યો કે નહી?

હવે આવી પાગલપણા જેવી વાતો કોને કહેવા જવી. ભરવા બેઠી હોંઉ તો લાલ રંગના ફૂલને લીલા ધાગાથી ભરું અને લીલું પાન લાલા રંગથી. ગાડી લઈને નિકળી હોંઉ મંદીરે જવા અને આવી ઉભી રહું  દીકરાને ત્યાં. ફોન કર્યા વગર ન જવાય તેથી ગાડી પાછી વાળી ઘરે પહોંચી જાંઉ. મારે ખ્યાલ રાખવો જોઈએ ,’હું શું કરવા માંગુ છું’.

યાદ રહે તો ને ? આનો અર્થ એ જ છે કે ઉમર સાથે યાદ શક્તિને સંબંધ છે. જેનો ઈલાજ ધીરા પડો. સાચવીને કામ કરો. જીદગી ડરીને ન જીવાય. હા, જીંદગીનું દરેક ડગલું સાચવીને ભરવું. જો તેમ નહી કરીએ તો ખૂબ ભારે કિમત ચૂકવવી પડશે.  તમારા પોતાના શરીરને અને કુટુંબીજનોને.

પહેલાં નિયમિત યોગના વર્ગ ચલાવતી હતી. હજુ ચલાવવાની કોશિશ કરું છું . વર્ગમાં એક વાક્ય બે વાર બોલાઈ જાય તો બધા મારી સામું જોઈ રહે.એકનું એક આસન બે વાર થઈ જાય. હવે તો વર્ગમાં બધા સમજી ગયા છે, ‘મારામાં કંઈક બિમારી છે”.

શબ્દો , હૈયે હોય અને હોઠે ન આવે. ભલું થજો મારી એક સહેલીનું જે મારું અધુંરું વાક્ય પુરું કરવામાં સહાય કરે છે. હમેશા મારી સામે જોઈને કહેશે, વાંધો નહી તારું કાર્ય ચાલુ રાખ. ઈશ્વરની કૃપાથી મિત્રમંડળ સમજુ છે. જેને કારણે જીંદગી ભારણ રૂપ નથી લાગતી.

આ મન હમેશા ગડમથલમાં હોય છે.’જે હું કરી રહી છું તે બરાબર છે ને ? કોઈ પણ કાર્ય પુરું કર્યા પછી આંખ બંધ કરી ઈશ્વરને સમરી તેની સહાયની યાચના કરું છું. મારો વહાલો સંદેશો આપી મારી આંતરડી ઠારે છે. આપણે શુ ખૂબ સારી રીતે જાણીએ છીએ, એકલા આવ્યા હતાં એકલા જવાના. સહુથી પહેલું વસ્ત્ર હતું ઝભલું , જેને આજ દિન સુધી કોઈ પણ દરજીએ ખિસું મૂક્યું ન હ્તું. અંતિમ વસ્ત્ર છે, ખાપણ જેને ખિસું નથી.

આયના સામે ઉભી રહી પ્રશ્ન પુછું છું, ‘શું હું એની એ છું?’ હા અરીસો અસત્ય ન ઉચ્ચારે. હસીને કહે છે, મોઢાની ભૂગોળ બદલાઈ ગઈ છે. અંદરનો જીવડો હજુ એવો ને એવો છે.

આ પરિસ્થિતિમાંથી ઉગરવાના બધા પ્રયત્નો ચાલુ છે. કોઈ પણ જાતની ફરિયાદ હોય તેની નિષ્ણાંત તબીબો પાસે જઈને તપાસ કરાવું છું. કઈ દવાથી શરીર અને મગજને નુક્શાન થાય છે ,એ દવા લેવાની બંધ કરવાની તેમની સલાહ સ્વીકારું છું.

જો તેઓ મોટા મોટાં દર્દના નામ આપે ત્યારે જવાબ સાંભળવાની મારી તૈયારી નથી. ‘ખેર, જે છું તે છું. જીવન યાત્રા સમાપ્ત ન થાય ત્યાં સુધી મુસાફરી જારી રહેશે. આશા છે મારું મિત્ર મંડળ, આપ સહુ અને કુટુંબીઓ ,જેવી છું તેવી સ્વિકારશે’.

આજે અચાનક ડોક્ટરના દવાખાનાની બહાર આવીને ઉભી રહી. વિચારી રહી ક્યાં જઈ રહી હતી. અંહી શું કામ આવી ? અચાનક લાગ્યું મને સખત ભૂખ લાગી છે. ટેક્સીમાં બેઠી અને મેટ્રોમાં ચાલતું અંગ્રેજી સિનેમા જોવા બેસી ગઈ. સમોસા અને મેંગોલાની મોજ માણી રહી !


ક્રિયાઓ

Information

2 responses

8 03 2017
Raksha Patel

આધેડ વયની મનોવ્યથા ખુબ સરસ રીતે કલમથી કાગળ પર ઉતારી!

16 03 2017
Ami Gandhi

“કાઈ નહી, પન્ના ફી”.😍🤗. Love you

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: