સાદ સુણાય

7 04 2017

 

 

 

 

 

 

ચૈત્ર સુદ ૧૧ ,

*****************************************************************

કૃષ્ણને  મંદીર આરતી થાયને ઘંટના નાદ સુણાય

ફ્લેટમાં રહેનારના ઘરમાં  ટી.વી. સિરિયલ જોવાય

મંદીરની આરતી ટાણે રે

સિરિયલની ભભક ટાણે રે

ભીખલો બારણે ડોકાય

*

આરતી ટાણે ઝાલર વાગે સિરિયલમાં રકઝક થાય

સર્જનહાર તું જાણે, લોક શાને આટલું રિઝાય

મગજ મારું ડહોળાય

ચિત્તની શાંતિ હણાય

ભીખલાનો હાથ જો ને લંબાય

*

દર્શન કરતાં ભકતજનોનો જીવ પ્રસાદમાં પરોવાય

ટી.વી. સિરિયલ જોતાં સાસુ, વહુના પેંતરા રચાય

કહેવી પીડા કોને રે

મૌન પાળવું મારે રે

ભીખાનો સાદ ધીરો સુણાય

*

રાંધ્યું ધાન તરછોડી શેઠ શેઠાણી હોટલમાં ખાવા જાય

રાંધવાનું ના ગમે તેથી બારમાં જલસા કરવા જાય

અછતની કોઈ દી ચિંતા ના

ભૂખ્યા પેટે કોઈ દી સૂતાના

ભીખલાની પીડા કેમ સમજાય

*

ઘરમાં માંદી માવડીને નાની બહેનીની જર્જરિત કાયા

બાપ રળી લાવે દાડિયુ તોય કોઈનું પેટ ના ભરાય

સાદ સુણી વહારે ધાજો રે

ખાવાનું દઈ પુણ્ય કમાજો રે

ભીખલાના આશિષ પામજો રે

નહી તો ?

મંદીરની આરતી ટાણે કાનો

આંસુડા સારતો જણાય

ટી.વી. સિરિયલમાં હીરો હીરોઈન છૂટાછેડા કાજે

કોર્ટના ધક્કા ખાય,  કાળા કોટવાળો હરખાય

મારા મનને લગીરે ના સમજાય !

કેમ કોઈને પેલો સાદના સુણાય ?

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

7 04 2017
સુરેશ

વાહ! મજા આવી ગઈ.
હવે એક કામ કરો. શાંતિથી એક એક કડી ગાઈ જુઓ , અને જ્યાં લય ટૂટતો હોય, ત્યાં શબ્દ કે વાક્ય રચના બદલી મઠારો.
‘હાસ્ય દરબાર’ પર વાંચનારા ઝૂમી ઊઠશે.

9 04 2017
રમણિક પટેલ

સુંદર રચના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: