મોચીના જૂતા

16 04 2017

 

 

 

 

 

 

 

 

**************************************************************************************************************************************************

ઘણા વર્ષો થયા, ભારત આવું ત્યારે ચપ્પલ બને ત્યાં સુધી ત્યાંથી નથી લેતી. તમને એમ થશે આ બહેન તો એક્દમ અમેરિકન થઈ ગયા. રક્ષા કાયમ વિચાર કરે આ વખતે તો લઈશ જ ! તેને વર્ષોથી પ્રાર્થના સમાજ પરની દુકાન ગમતી નામ જે.જે એન્ડ સન્સ. બાટાના બુટ પણ લેવાનું કાયમ નક્કી. ક્યારેય અમેરિકાથી નાઈકી કે રિબૉક નહી લાવવાના. પાછાં આવતા ત્યાં મૂકીને આવવાના જેથી કોઈને આપી દેવાય.

ભારતના ચપ્પલ એક નજાકતતા. દુકાનમાંથી નિકળ્યા પછી કોઈ જવાબદારી દુકાનવાળાની નહી.  જે.જે.ની વાત ન કરાય. તેના ચપ્પલ બહુ મજબૂત. ઉપાધિ ક્યાં નડે, ઉંચી એડીના ન મળે. હવે રક્ષા માંડ પાંચ ફૂટને એક ઈંચ.

તેને એડી વગર ન ચાલે. સરસ ચપ્પલ લે ,અંહી આવ્યા પછી ઘરમાં પહેરે. આ વખતે તે હાર્કેનસ રોડ ગઈ. લોકો ત્યાંના ચપ્પલ બહુ વખાણતાં. દુકાન પણ સુંદર. ભાવ તબલા તોડ.  ( ખૂબ મોંઘા) વાલકેશ્વર, નેપયન્સી રોડ, ગાર્ડન પર રહેતા લોકો ત્યાં આવે. રક્ષા પણ ક્યાં કમ હતી. અંહીના લોકોની જેમ બે નંબરના પૈસા ન હતા !

ચપ્પલની સજાવટ અને વિવિધતા જોઈને ખુશ થઈ ગઈ. લગ્નમાં જવું હતું. વળી પાછા તેમની પાસે ઉંચી એડીના પણ હતાં.

‘રચિત આ ચપ્પલ લઉં?’

એમાં મને શું પૂછે છે?’

‘કેમ આવું બોલે છે. સાડી તારી પસંદગીની લીધી. દાગીનો ઉભે ઉભ ખરીદ્યો. તો પછી ચપ્પલ માટે તને પૂછ્યું તેમાં શું ગુન્હો કર્યો’?

રક્ષા એવા ટોનમાં બોલી કે રચિત હસી પડ્યો. તેણે પોતાની પસંદગી બતાવી. રક્ષાને રચિતની પસંદગી વધારે ગમી.

હસીને બોલી, ‘યાર તારી આંખો તિક્ષ્ણ છે.

રચિત પણ ક્યાં કમ હતો. ‘હજુ આટલા બધા વર્ષો પછી પણ તને શંકાછે’?

રક્ષા ,રચિતનો ઈશારો સમજી ગઈ. રચિત હમેશા કહેતો, ‘તને પસંદ કરીને હું ખૂબ ખુશ છું. તું ખરેખર મારી અર્ધાંગિની બનીને રહી છે’.

રક્ષા શરમાઈ ગઈ. ચાલો આપણી વાત આડેપાટે ચડી ગઈ.

દુકાનવાળાને પૈસા આપી નિકળ્યા. ખાત્રી માટે તેને પૂછ્યું, ‘ભાઈ આ ચપ્પલ ચાલશે તો ખરાને . લગ્નમાં પહેરવાના છે’. ‘હું મનમાં બોલી ગપ્પા ન મારો ભાઈ.’ મને ખબર છે, માલ તકલાદી હોય છે. પણ પૈસા, સ્થળ અને ચપ્પ્લ જોઈને ચૂપ રહી.

‘અરે, બહેન તમે પાછા આવતે વર્ષે આવશો ત્યારે બીજી બે જોડી અંહીથી લઈ જશો.’

લગન લોનાવાલા હતાં. બધા ગાડીમાં બેસી ત્યાં પહોંચ્યા. સ્થળ અને ઋતુ  બન્ને આહલાદક હતાં. લગનમાં મહાલવાની મજા આવી. કેમ ન આવે . તેની ભત્રીજી પરણતી હતી. બન્ને પક્ષ જોરદાર હતા. ડાંડિયા,રાસ, મહેંદી, કોકટેઈલ ,વિધિ અને અંતે રિસેપ્શન.

મારી ભાભી અને બહેનને ચપ્પલ ખૂબ ગમ્યા. ધીમે રહીને હું બોલી, ‘રચિતની પસંદગીના છે.’

રક્ષા તૈયાર થઈને નિકળી ચપ્પલથી માંડીને બધું રચિતની પસંદગીનું હતું. ખૂબ સુંદર લાગતી હતી. રિસેપ્શનમાં રાખેલો સરસ કાર્યક્રમ જોયો. અંતે બધા જમવાનું લેવા ઉઠ્યા. શું લેવું ને શું ન લેવું તેની વિમાસણમાં બધા વિભાગમાં ફરતા હતાં ત્યાં–

પગની ચપ્પલ ટૂટી  ગઈ. રક્ષા તો એક મિનિટ કાપો તો લોહી ન નિકળે એવા હાલમાં હતી. રચિતે રક્ષાનું મુખ જોયું. સમજી ગયો છતાં પૂછ્યું,

‘શું થયું’?

‘મારી ચપ્પલ ટૂટી ગઈ. ‘

‘અરે, મારી પસંદગીની ‘પેલા મોચીના જૂતા’ વાળાની દુકાનની ?’

‘તને મજાક સૂઝે છે. મારી હાલત કફોડી થઈ ગઈ. ‘

‘લે, મારો હાથ પકડીને ચાલ. પેલી ખુરશીમાં બેસીને કોઈ ઉપાય શોધીએ.’

રચિતે હાથ લંબાવ્યો. ચપ્પલ એડી વાળી હતી એટલે મેં તરત પકડી લીધો. આ ચપ્પલને તો પાછળ પટ્ટી પણ ન હોય. એક ડગલું ચાલવું મારા માટે મુશ્કેલ થઈ ગયું. બધા જમવામાં મશગુલ હતાં એટલે કોઈનું ધ્યાન બહુ મારા તરફ ન ગયું. રચિત ઠાવઅા થવાનો પ્રયત્ન કરતો હતો પણ તેના મોઢા પરનું છુપું હાસ્ય મારાથી છાનું ન રહ્યું. હું ઉકળી ઉઠી.

‘તને મજાક લાગે છે’.

‘મેં ક્યાં તને એવું કહ્યું’.

‘ના રે ના તારા આખા મોઢા પર હસ્યની સુરખીઓ આંટા મારે છે એ મને દેખાય છે.’

‘અરે, હું વિચારું છું હોટલ સુધી આપણે જશું કેવી રીતે, તને વાંધો ન હોય તો ઉચકી લઉં’.

‘રચિત હવે હું રડી પડીશ’.

‘જો સાંભળ આ ટેબલ પર નેપકિન છે. તારા ચંપલ અને પગ સાથે બાંધી દંઉ. પછી ધીરે ધીરે આપણે હોટલમાં આપણી રૂમ  પર જઈએ. ત્યાં તારી પાસે ભલે મેચિંગ ચપ્પલ નથી પણ સારા છે. તું બદલી લેજે.’ હાલ તો છેવટે એવા થયા કે ચપ્પલ હાથમાં લઈને તૈમૂર લંગની જેમ ચાલતી ચાલતી રૂમ પર પહોંચી.

હાથમાં જૂતું લઈ લે એમ રચિતે પહેલેથી જ કહ્યું હતું.  વાત માન્યા વગર બીજો કોઈ ઈલાજ ન હતો. નેપકિન તો બાંધ્યો પણ પગ ઉપાડવામાં ખૂબ તકલિફ પડતી હતી. માંડ માંડ રૂમ પર ગયા અને ચપ્પલ બદલીને પાછા આવ્યા. બીજે દિવસે પાછાં મુંબઈ આવી સવારના પહોરમાં ‘મોચીના જૂતા’ની દુકાનમાં પહોંચી ગઈ.

જૂતાની રામાયણ ઘણીવાર સાંભળી હતી. અરે મારી નાની બહેન ઉતાવળમાં ગાડીમાં બેસી ગઈ. પગમાં સ્લિપર પહેર્યા હતા.  પૂનાથી મુંબઈ પહોંચ્યા ત્યારે ખબર પડી. રાતના પાર્ટીમાં જવાનું હતું. પહેલું કામ જૂતા ખરીદવા ગયા. પાર્ટીમાં સ્લિપર પહેરીને ન જવાય.

ધડામ કરતાં તેના જૂતા કાઉન્ટર પર મૂક્યા. નસિબજોગે દુકાનનો માલિક હાજર હતો. તેના મુખ પર કોઈ ફરક ન દેખાયો.

‘આનું શું કરું’?

ઠંડા કલેજે બોલ્યો, ‘બીજા લઈ લો’.

‘હવે તમારી દુકાનમાંથી હું કશું ન લઉં’.

એણે મને સામે લખેલા પાટિયા પર વાંચવા કહ્યું .  ‘કોઈ પણ વસ્તુ પાછી લેવામાં નહી આવે. બદલવામાં આવશે.’

આવા માણસ જોડે શું માથાજીક કરવી. સારમાં ના સ્લિપર લીધા. ઉપરથી ૨૦૦ રૂપિયાનો ચાંદલો થયો. ચપ્પલ હતા, ૧૫૦૦ના સ્લિપર ૧૭૦૦.

છે ને મુંબઈની બલિહારી. હવે તો સમ ખાધાં જે. જે એન્ડ સન્સ સિવાય ક્યાંયથી ચપ્પલ લેવા નહી.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

16 04 2017
chaman

સરસ.

17 04 2017
Bhavana

Pravina, Mochina Juta. Very nice!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: