મને સમજાવશો

3 05 2017

 

 

 

 

 

 

*****************************************************************************************************************************************

કોઈ મને સમજાવશો ? થાકી ગઈ. ઘણા પ્રયત્નો કર્યા, ભેજુ કસ્યું પણ પ્રશ્ન અનઉત્તર રહ્યો. આખરે થયું લાવો તમને પૂછી જોંઉ. દીકરીઓ ઉપર એટલા બધા લેખ લખાય છે કે હવે ગણતરી મૂકી દીધી છે. હા, આપણા ભારતમાં ‘દહેજ’નો ક્રૂર રિવાજ છે. દીકરીઓને દૂધપીતી કરે છે. તમને નથી લાગતું એમાં માતા, જે પોતે પણ સ્ત્રી છે. તેની પણ સંમતિ હોય છે ?

‘હવે જ્યાં વાડ ચિભડાં ગળે ત્યાં દંડ કોને દેવો’ ?

અરે, હમણા વાંચવામાં આવ્યું કે સુરતમાં એક હોસ્પિટલ, જો માતાના પુત્રી આવે તો પૈસા નથી લેવાની. જો બીજી દીકરી આવે તો તેને ૧૦,૦૦૦ રૂપિયા આપશે. આનું નામ કહેવાય સદવર્તન. અભિનંદન હો આવા ડોક્ટરને અને આવી હોસ્પિટલોને.

આ સમાજ બે ધારી તલવાર જેવો છે. આમ જાવ તો પણ વહેરે અને તેમ જાવ તો પણ વહેરે. તેને કારણે ભગવાને આપેલા ભેજાનો ઉપયોગ આવશ્યક બને છે. ફરિયાદ કરવાથી કોઈ વાતનો સુલજાવ નથી થવાનો. દરેક મનુષ્યે પોતાની વિચાર શક્તિનો વિનિમય કરી સફળ ઉત્તર પ્રાપ્ત કરવાનો છે.

ગામડાઓમાં વસતાં અમુક જડ જેવા પ્રતિનિધિઓ સમજવાનો પ્રયત્ન જ કરતા નથી. સમાજના કહેવાતા મોવડીઓ દીકરીઓને શ્રાપ ગણે છે. માત્ર તેમને દોષ શામાટે દેવો? આજના ૨૧મી સદીના આગેવાન ગણાતા શહેરી લોકો પણ દહેજ શબ્દ વાપરતા નથી, પણ માગણી તેના કરતાં પણ ચડિયાતી કરતા હોય છે.

કેટલા ઉમંગથી મા કહી શકે,’ મારી દીકરી ગમે તેટલી મોટી થાય, પણ મારા માટે તો મારી દીકરી જ રહેવાની.’ ત્યારે તે ભૂલી જતી હોય છે કે એક દિવસ તે પણ દીકરી હતી ! હવે કેવી સાસરીમાં સમાઈ ગઈ છે.

જ્યારે કોઈ પણ મા પોતાની દીકરીને પ્રેમથી ચુંબન કરે, બે શબ્દ શિખામણના આપે કે તરત મને પણ મારી મમ્મી યાદ આવી જાય. જેણે દીકરીઓને ખૂબ સુંદર સંસ્કાર આપી ઉછેરી હતી. ક્યારેય પણ તેમને ‘સાપનો ભારો’ માની ન હતી. અરે પરણાવતી વખતે કહે , પસંદ હોય તો જ હા પાડવાની’, સાસરે ગયા પછી ત્યાં સમાવનું. હસતા ખેલતાં પિયર આવવાનું.

‘દીકરી અને મા’ એટલે એક  મગની બે ફાડ” ! જે બનાવીને ભગવાને ધરતી પર સ્વર્ગ ઉતાર્યું છે. માત્ર બાહ્ય રીતે જોઈશું તો આ સંબંધ એટલો પવિત્ર પણ છે. તેમાં સુગંધ ત્યારે ઉમેરાય જ્યારે તે મા સુંદર સંસ્કાર આપી દીકરીનું લાલન પાલન કરે. દીકરીના ઉછેરમાં કાળજીનું સિંચન કરે. માત્ર તેને વહાલ આપવું કે મનગમતી વસ્તુઓનો ખડકેલો કરવો એ યોગ્ય નથી. તેને સુંદર સંસ્કાર આપવા, સત્ય અને અસત્ય વચ્ચે ભેદ પારખવાની શક્તિ બક્ષવી, એ ખૂબ અગત્યનું છે.

માતા સાચો પથ દર્શાવે. નહી કે સાસરે ગયેલી દીકરીને ચડાવી તેના કુટુંબમાં કલેશ ભર્યું વાતાવરણ સર્જે. જે દીકરીના ભલા માટે નથી હોતું. ત્યારે માતા તેની દુશ્મન કરતા પણ બદતર ભાગ ભજવે છે.  અરે ગઈ કાલે એક મિત્ર આવી હતી. ઘણા વખતે આવી હતી. પી.એચડી. કમ્પ્યુટર સાયન્સમાં કર્યું છે.

‘અરે, હું તો બે મહિને એક વાર મારી મમ્મીને ફોન કરું છું’.

મારાથી રહેવાયું નહી, ‘તારા પિતાજી હયાત નથી તો પણ આવું કેમ કરે છે. ;’

‘મારી મા જાણે છે હું સુખી છું.  ‘

‘તને તેનો અવાજ સાંભળવાનું મન નથી થતું’?

‘હા, થાય પણ ફોન કરું ત્યારે અડધો કલાક વાત કરી બધું જાણી લંઉ’.

ત્યારે મને થયું, એવા પણ માબાપછે ,છ મહિના નથી થયાને આવી જાય દીકરીને મળવા. વાત તો જોકે રોજ જ થાય. પણ પેટ ન ભરાય. કેમ જાણે અમેરિકામાં શું ય દુઃખ પડતું હોય’. અરે ભાઈ, દીકરીઓને એમના ઘરમાં શાંતિથી રહેવા દો ને ! તમે યાદ કરોને તમારા માતા અને પિતા કેટલું તમારે ત્યાં આવતા હતાં ? અરે એક જમાનો હતો માતા અને પિતા દીકરીઓના ઘરનું પાણી પણ પિતા નહી. હવે સમય જુદો છે. પુત્ર યા પુત્રી કશો ફરક નથી. માન્ય છે.

આ વાલ કાળાના ધોળાં થયા, કેટલા અનુભવો થયા ગણવાના પણ છોડી દીધાં. રોજ નવા નવા થાય છે. બસ જબાન બંધ અને જીંદગી શાંતિથી જીઓ. હવે આ નવો અનુભવ ખૂબ રોમાંચિત છે.

એક કિસ્સામાં નસિબ જોગે છૂટાછેડા પછી ,બન્ને વ્યક્તિઓએ  ફરી લગ્ન કર્યા ન હતાં. કારણ તેમને એક દીકરી હતી. બન્ને જણા દીકરીને ખૂબ પ્યાર કરતા. એ જ દીકરી જુવાન થઈ ,માતા તથા પિતાને પાછા મેળવી આપવામાં કારણ ભૂત બની. આનાથી ઉત્તમ દૃષ્ટાંત કયું હોઈ શકે? બાળકો નિર્દોષ અને સત્યના આગ્રહી હોય છે. ઉમર સાથે સ્ત્રી અને પુરુષ માત્ર સ્વાર્થમાં આંધળા થઈ જાય છે. ખાસ કરીને દીકરીના માતા અને પિતા. તેમની દીકરી સિવાય બીજું કશું દેખાતું હોતું નથી.

મારી બાજુમાં રહેતી મેઘનાને ત્યાં આખા કુટુંબમા કોઈને ત્યાં દીકરી ન હતી. મેઘનાને પણ બે પુત્રો પછી પતિના આગ્રહને કારણે ત્રીજુ સંતાન જ્યારે પુત્રી આવી ત્યારે ઘરમાં દીવા પ્રગટાવી તેનું સ્વાગત કર્યું. મેઘનાને બે દિયર અને તેને પણ ભાઈ બધાને ત્યાં બાળકોમાં પુત્ર રત્ન હતાં. દીકરી તેમને ત્યાં લાખોમાં એક હતી.

કોઈ તેને કુંવરી કહે, તો કોઈ ગુડિયા, કોઈએ સોનબાઈ નામ પાડ્યું તો કોઈએ સ્નેહ. મેઘના અને માનસે, મમ્મી અને પપ્પાની સંમતિથી દીકરીનું નામ ‘મહેક’ પાડ્યું. જેના પનોતા પગલા પડવાથી ઘરમાં મહેક પ્રસરી રહી. ખુશી રેલાઈ રહી. મહેક હતી પણ એવી મીઠી. સર્જનહારે તેને ખુબ શાંતિથી ઘડી હતી. દરેકનું મન મોહી લે તેવી. ઘરમાં ,અરે આખા કુટુંબમાં સહુની લાડકી.

મેઘના ખૂબ તકેદારી રાખતી કે બહુ લાડકોડમાં દીકરી બેકાબૂ ન બની જાય. જૂની કહેવતો કે,’ દીકરી તો સાપનો ભારો’ અને ‘દીકરી તો પારકી થાપણ’ એવી કોઈ વાત તેમને જચતી નહી. દીકરી તો હૈયાનો હાર હતી. માના દિલની ધડકન અને બાપની આંખનો તારો હતી. મહેક સર્વગુણ સંપન્ન હતી. સંસરના વૃક્ષની  શાખ જેવી મહેક આંગણામાં લહેરાતી.  તેની મીઠી વાણી સહુનું દિલ જીતતી.  દાદા અને દાદીની દુલારી અને નાના તેમજ નાનીની નજાકત. બન્ને ભાઇઓની નાની બહેન મહેક, હમેશા મઘમઘતી હોય.

મહેકનું બાળપણ તો લાડ પ્યારમાં હાથતાળી દઈને જતું રહ્યું. હવે તો શાળામાં ભણવાનું અને ઈતર પ્રવૃત્તિઓમાં ઉલઝી ગઈ. ઘણી બધી કળાઓમાં પારંગત બની. વર્ષોના વહાણાણ વાયા. મેઘના ભણિગણીને પરવારી. તેને બનવું હતું ડોક્ટર.

ભણતા ભણતા તેને વિવેક સાથે પ્રેમ થઈ ગયો. વિવેક માતા અને પિતાનો એકનો એક દીકરો હતો. તેના માતા અને પિતાને ખબર પડીકે ,’મહેક’ સાત ખોટની દીકરી છે, ઉપરથી ડોક્ટર. કોને ખબર કેટલી તુંડ મિજાજી હશે? તેમણે વિવેકને ચેતવ્યો. પ્રેમીને કદાપિ ચેતવવા નહી. તેમના આંખ, કાન અને વિચારવાની શક્તિ બધા પર ગોદરેજના તાળા લાગેલાં હોય. જેની ચાવી આજ સુધી કોઈ બનાવી શ્કયું નથી.

આખરે લગ્ન થયા. ખૂબ ધામધુમથી લગ્ન પતાવી વિવેક અને મહેક જીવનમાં સ્થાયી થયા. શરૂઆતના દિવસો તો હસીખુશીમાં પસાર થયા. વિવેકના મમ્મી બહુ મહેક સાથે બોલતા નહી. તેમને થતું ક્યારે મારું અપમાન કરી બેસશે. તેના કરતાં થોડું અંતર રાખવું સારું. વિવેક સમજતો પણ બોલતો કાંઇ નહી. તેને મહેક પર સંપૂર્ણ વિશ્વાસ હતો. મહેક ખૂબ હોંશિયાર હતી. મેઘના પાસેથી સુંદર સંસ્કાર પામેલી હતી. લાડકોડમાં ઉછરેલી મ્હોં ફાટ ન હતી. વિવેકના મમ્મી  મહેકનો ખૂબ આદર કરતાં.

મહેકને લાગતું ,મમ્મી તેની સાથે દિલ ખોલીને નથી બોલતાં.

તેણે વિવેકને પૂછ્યું. વિવેકે તેને સત્ય વાત જણાવી.

મહેકને મુંઝવણ થઈ. તેને લાગ્યું મમ્મીની વાત સાચી છે. ધીરે ધીરે તેણે પ્રેમ પૂર્વક મમ્મીનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો. ભણેલી ગણેલી હોંશિયાર હતી. વિવેકના દિલ પર રાજ કરતી હતી. પોતાની માતા પાસેથી કુશળતા તેને વરી હતી. જેમ ભણવામાં પોતાની કાબેલિયત પુરવાર કરી હતી તેમ ઘર સંસારમાં સફળતાને વરવાની ઠાની હતી.કોઈની દખલબાજી ચલાવે તેવી ન હતી. અરે વિવેકને જણાવ્યું , ‘તારા મમ્મી અને પપ્પાના દિલ પર રાજ કરીશ’.

વિવેક પોતાના પ્યાર પર મુસ્તાક હતો. તેને મહેક પર ગળા સુધી વિશ્વાસ હતો. આખરે,’ ઘીના ઠામમાં ઘી પડ્યું’. મહેકની મહેક કુટુંબમાં ચારેકોર પ્રસરી રહી. વિવેકની માતાએ કબૂલ કર્યું .મહેકને માટે જે ધાર્યું હતું તે સત્યથી છેટુ હતું.

મહેકે પણ પુરવાર કર્યું , ઘર સંસાર કોઈના કહ્યાથી ન ચલાવાય. જેમ ‘ગોર મહારાજ પરણાવી આપે, સંસાર તો તમારે ચલાવવો પડૅ’. ડાહીમાની દીકરી સલાહ નહી, પોતાની સરળતા અને કાબેલિયતથી જીંદગી જીતી ગઈ. પતિનો અનહદ પ્યાર અને વિશ્વાસ આ બધાના મૂળમાં છે.

છૂટાછેડા લીધીલે દીકરીઓનું પુરાણ તો હજુ ચાલુ નથી કર્યું ફરી કોઈક વાર.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

3 05 2017
Vibhuti Shah

cheer for girls

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: