“મા” ૨૦૧૭ HAPPY MOTHER’S DAY

12 05 2017

 

 

 

 

 

 

 

*******************************************************************************************************************************************************

મા તારા કેટલા રૂપ જોયા. તું, હર રૂપમાં નિખરી હતી. તારા અવનવા રૂપ આંખને અને દિલને મનભાવન હતાં.  એ તું જ હતી ,”મા” , જેણે નવ મહિના ગર્ભમાં રાખી જતન કર્યું. ભલેને તારા પર અત્યાચાર કર્યો પણ તેં ઉફ ન કર્યું, ઉપરથી પેટ ઉપર હાથ ફેરવી તું ગણગણતી,’ તું અંદર હેમખેમ છે ને ? ‘બેટા તને કોઈ અગવડ તો નથી પડતી ને? બસ હવે બહુ દિવસ બાકી નથી’.

અરે અધુરામાં પુરું બહાર આ પૃથ્વી પર ડગ માંડતા પહેલાં તને કેટલી પીડા આપી!  એ પીડા નો અહેસાસ મને ત્યારે થયો હતો, જ્યારે  તારી આ દીકરી, ‘ માતા બની હતી”.  મા, માતૃ દિવસને ટાણે તારી યાદ રોજ કરતાં વધારે ઝડપથી આવે. જાણે પેલો સાગર ,પૂનમનો ચાંદ જોઈ પાગલ બને ,બસ એવા જ હાલ કંઈક મારા થાય.

મને યાદ છે, જાણે અજાણે મેં તને ઘણીવાર દુભવી હતી. પણ તું, હું જ્યારે અમેરિકાથી દોડી આવું, ‘આવી મારી સોનબાઈ’. કહી મને ગળે લગાડતી. તારા પ્રેમથી છલકાતાં શબ્દો આજે પણ કાનમાં ગુંજે છે. મા, ભારત જવાના પ્રસંગો તો દર વર્ષે આવે છે પણ તારા વગર બધું સુનું સુનું લાગે છે.

તારી વાણીમાંથી જે સનાતન સત્ય નિતરતું હતું તે આજે વાગોળું છું. ક્યાં એ દિવસો અને ક્યાં આજની મારી પરિસ્થિતિ. તારું પીઠબળ આજે મને જીવન સદમાર્ગે ગુજારવામાં પ્રવૃત્ત કરી રહ્યું છે. મા તારા સાથે ગુજારેલા અંતિમ વર્ષો એ મારા જીવનનું યાદગાર ભાથું બની રહ્યું છે.

આજે મારે તને એક વાત કહેવી છે. તું જ્યાં હશે ત્યાંથી આ વાત વાંચીને તને ગર્વ થશે. તું ઉચ્ચારી ઉઠીશ, “આવું તો મારી દીકરી જ કરી શકે’. તને જે મારા પર અપૂર્વ વિશ્વાસ હતો તેને કાબિલ બનવા મારા પ્રયત્નો જારી છે. બસ તું જ્યાં હોય ત્યાંથી અમી વરસાવતી રહેજે.

મા ૬૩ વર્ષની ઉમરે, ભારત આવી, એક વર્ષ કોલેજની હોસ્ટેલમાં રહી અને “યોગ”ની કોલેજમાંથી સ્નાતક થઈને બહાર આવી. મા ત્યારે તારી આ  દીકરીને ત્રણ પૌત્ર અને  બે પૌત્રી હતાં. બોલ તું ખુશ થઈ કે નહી ?

જો વધારે પડતું તને કહીશ તો તું કહેશે , બેટા, બસ કર હું તને ઓળખું છું’.

તારી દીકરીના દંડવત પ્રણામ

ઠાકોરજીની સેવામાં મસ્ત રહેજે .

અરે બા, તમને ભૂલી નથી ગઈ. તમે ભલે થોડા વર્ષ સાથે હતાં. જે સમય સાથે ગાળ્યો હતો તે આજ દિવસ સુધી જીદગીમાં અકબંધ છે. બા, તમારા સહુથી નાના પુત્રએ ભલે થોડાં વર્ષો સુખ આપ્યું, પણ આજે તે વાગોળતાં આનંદ અનુભવું છું.

‘ઓ પવિના , તું આવી,’ તમારા શબ્દોની એ મિઠાશ આજે ૪૫ વર્ષ પાછળ લઈ જાય છે. બા, તમારા નાનકા, ‘બચુએ’ જીવનમાં ખૂબ સુખ આપ્યું હતું. બે સુંદર બાળકોથી ઘર કલ્લોલતું હતું. આજે તો એ બન્ને  દીકરાઓ પણ ૪૦ વટાવી ચૂક્યા છે. બા આજના સુંદર દિવસે તમને લાખો પ્રણામ. બા આજે આપણા કુટુંબમાંથી કોઈ હયાત નથી. તમારી યાદે આજે આંખોના ખૂણા જરા ભીના થયા છે. એક દિવસ આ દેહ પણ તમે જ્યાં વાસ કરો છો ત્યાં તમને મળવા આવી જશે. જ્યાં સુધી આ જગે હરું ફરું છું ત્યાં સુધી તમને યાદોની માળા જરૂર પહેરાવીશ.બા, તમારી સહુથી નાની પુત્ર વધુના પ્રણમ.

***********

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 05 2017
Smita

Hi Pravina,
You expressed your feelings for your Mom very nicely….Smita

13 05 2017
Suresh Jani

Suresh Jani

🙏

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: