શુભારંભ, ૧લી જુલાઈ ૨૦૧૭

1 07 2017

દેશ છોડી ગયો પરદેશ, ભાષાનો વાટ્યો ભાંગરો

ડોલરનો દિમાગે તોખાર તો શાનો દેશો વારસો

***********************************

વારસો શાનો આપશો? ધનનો, સંસ્કારનો, સદવિચારોનો કે પછી આડા અવળા ધંધા કરી કમાયેલી પુંજીનો ? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. જીવનમાં ક્યારેક આપણે મેળવ્યો હશે યા ક્યારેક આપવાનો સમય આવશે. ખૂબ વિચાર માગી લે તેવી આ વાત છે.

આજે પિતાજીનું લખેલું “વિલ” વંચાવાનું હતું. કુટુંબના સહુ ભેગા મળીને બેઠા હતાં. દરેકને ખબર હતી બચપનમાં હાલત કેવી હતી અને આજે કેવી છે. બધા જ બાળકો પરણેલા હતાં. આમ જોવા જઈએ તો સહુ સુખી પણ હતાં. પિતાજીની મિલકતમાંથી વારસો મળે કે નહી તેની કોઈને ચિંતા ન હતી. છાતાં સહુના મુખ પર આતુરતા જણાતી હતી. સહુથી મોટા દીકરાના બે દીકરા અને દીકરી સહુ પરણીને ઠરી ઠામ થઈ ગયા હતાં. વચલો અમેરિકા રહે તો હતો. બન્ને બહેનો નાની હતી. એક મુંબઈમાં પાર્લા રહે અને બીજી લંડન. મમ્મીના ગયા પછી પિતાજી હમેશા મોટાની સાથે રહેતા.

મોટી વહુ દિલની સારી, લાગણી પણ ઘણી બતાવે. કાયમ, તેને એકલીને જ અમને  રાખવા પડે તે તેના વર્તનમાં  કોઈવાર  જણાઈ આવે.  છતાં પણ દિલથી પ્રેમ કરે. પિતાજી એવા સજ્જન કે મુખેથી એક અક્ષર ન બોલે. મમ્મીના ગયા પછી તો તેમણે મૌનવ્રત પાળવાનું નક્કી કર્યું હતું. હા, કે ના,માં  માત્ર દશ શેરી હલાવે. જ્યારે પિતાજીની તબિયત બગડી હતી ત્યારે હોસ્પિટલમાં ૨૪ કલાકના નર્સ અને વોર્ડબોય રાખ્યા હતાં. માતા અને પિતાના સુંદર સંસ્કાર અને ઉછેરને કારણે બધા બાળકોનું જિવન વ્યવસ્થિત હતું. એક વાક્ય એમના દિલમાં કોતરાયેલું હતું.

” પૈસો સુખનું સાધન નથી’.

સુખ માનવને કુટુંબમાંથી, સહુની સાથે મિઠાશથી અને સંતોષ દ્વારા પ્રાપ્ત થાય છે. અનિતિનો પૈસો સાધન સામગ્રી આપશે પણ તેનું પરિણામ કદાચ મનગમતું ન પણ હોય. બાળકો તરફથી સંતોષ ન હોય. સ્વાસ્થ્યમાં ગરબડ હોય. કે પછી સંસારમાં રસ કસ ઉડી ગયા હોય.

બચપનમાં એક વાક્ય શીરાની જેમ ઉતરી ગયું હતું. ” સંતોષી નર સદા સુખી’. આ વાક્ય મારા મમ્મી અને પપ્પાએ જીવનમાં પચાવેલું હતું એવું   નાની પાર્લામાં રહેતી પમી માનતી. લંડન વાળા અને અમેરિકાવાળા ભાઈ બહેન સારી વિદ્યા પામ્યા હોવાથી તરક્કી કરી ગયા હતા. મુંબઈવાળો મોટોભાઈ બાળકો ઠેકાણે પડી ગયા પછી પોતાને મનગમતી પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો. હું સહુથી નાની, પાર્લામાં રહેતી. બાળકો સુંદર રીતે ઉછેરતી. જરૂરત પડ્યે પતિને તેના ધંધામાં મદદ કરતી. પોતાનું કામ જાતે કરવામાં કદી નાનમ ન લાગતી. પતિ મારા પર જાન છિડક્તા. મને યાદ નથી ક્યારેય ધંધામાંથી છૂટીને બહાર ગયા હોય. પહેલા ઘરે આવે, જમી કરીને અમે સાથે બહાર નિકળીએ. બાળકોની પ્રગતિ ખૂબ સંતોષકારક હતી. તેમના મિત્રો પણ સંસ્કારી હતા.

ચાલો વાત કરવાની હતી પિતાજીના “વિલ”ની. તે પહેલાં અમે બધા ભાઈ અને બહેન વિષે થોડો પરિચય આપ્યો. ઈર્ષ્યા અમને કરતા આવડતી નહી.  પિતાજી ગયાનો અફસોસ સહુને હતો. કુટુંબને જોડતી આખરી કડી નંદવાઈ ગઈ. ખેર, સહુને એ રસ્તે વહેલા કે મોડા જવાનું છે. પિતાજીન મિત્ર વકીલકાકા આવ્યા. તેમના હાથમાં વિલ હતું. અમે સહુ બેઠા. મોટાભાભીએ સહુ માટે ચા અને નાસ્તો બનાવ્યા હતાં, તેને ન્યાય આપી રહ્યા. કેવું સદભાગ્ય પિતાજીનું કે તેમના અંતિમ દર્શન કરવા અમે ચારેય ભાઈ બહેન આવી પહોંચ્યા હતાં.

‘ભાભી તમે હવે નવરા થયા હો તો આવો અને બેસો. બાકીનું બધું કામકાજ ગણપત સંભાળી લેશે. ગણપત અમારે ત્યાં લગભગ ૪૦ વર્ષથી હતો. નાનો છોકરો હતો ૧૬ વર્ષનો કામે વળગ્યો ત્યારે. પછી તો મમ્મીએ તેના લગ્ન કરાવી આપ્યા. મુંબઈમાં જ એક ખોલી અપાવી જેને કારણે તે પરિવારનું સાન્નિધ્ય અને સુખ માણી શકે. તેના બાલકોને ભણાવવામાં તેમજ સ્થાયી કરવામાં સહાય કરી. તેને અમારા બાળકો ગણપત કાકા કહીને બોલાવતાં. અમે તો તેના હાથ નીચે ઉછર્યા હતાં.

બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું. વકીલકાકાએ વિલ વાંચવાનું શરુ કર્યું.

‘મારા વહાલા બાળકો , આજે મારી હસ્તી નથી. તમારી મમ્મી અને પપ્પાના સુનહરા સંસારની નિશાનીઓ સઘળી એકઠી થઈ છે.  તમે બધા ખૂબ ધન કમાયા છો. તમારા ઉછેરમાં મમ્મીએ જાન રેડ્યો હતો. શિક્ષણ સારું પામો તેના માટે સદા તમને સાચો માર્ગ ચિંધ્યો હતો. પોતાની ઈચ્છાઓને ક્યારેય મહત્વ આપ્યું ન હતું. તેના પરિણામ રૂપે આજે તમે સહુ સુખી છો.

તમે બન્ને પરદેશવાળા ખૂબ સુખી છો. નાની પમી અને મોટો બન્ને ભારતમાં શાંતીથી જીવે છે. પમી ના બાળકો નાના છે. તેમેને નાનાનું બહુ સુખ પ્રાપ્ત થયું નથી. નાનાનું વહાલ પામવાને સમય ન મળ્યો. બાળકો નાનાને યાદ રાખજો. હા, હજુ તમારા દાદા અને દાદી છે. તેઓ પણ હવે તમને બમણો પ્યાર આપશે. જેથી નાના યાદ ન આવે.

બાળકો તમારી માતાના અને પિતાના સંસ્કાર દિપાવજો.

બધા ભાઈ અને બહેન સંપીને રહેજો. યાદ રહે ડાંગે માર્યા પાણી અળગા ન થાય. જરૂરત વખતે ભાઈ બહેન એક બીજાને સહારો દેજો.

બાળકોને ઉત્તમ શિક્ષણ અને સારા સંસ્કારની મૂડી આપજો. જે તેમને જીવનભર ખર્ચી માટૅ ચાલશે.

મારા મરણ પાછળ કોઈ શોક મનાવશો નહી. ઉત્સવ મણાવજો. આવા સૂંદર પરિવાર ખાતર.

હવે રહી આ તિજોરીની ચાવી. જે ખોલશો એટલે રહસ્ય છતું થશે.  જે સાવ ખાલી છે. બાળકો તમારી પાછળ અને તમારી જરૂરિયતો પર સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. મરણ પણ એવું આવ્યું કે તમારે કોઈએ ઘસાવું ન પડ્યું. તમારી માની ચાર બંગડી  છે, દરેકને એક એક આપશો. (બે વહુ અને બે દીકરી). મોટી વહુને મારા ગળાની ચેન. આખી જીંદગી ‘બાપની’ જેમ મારી સેવા કરી હતી.

પમીના બાળકો માટે ૧૦,૦૦૦ રૂની સી.ડી. છે.

જો તમને સહુને નારાજી સાંપડી હોય તો તમારા બુઢા બાપને વિસરી જજો.

મોટો દીકરો ઉભો થયો, પિતાજીની તસ્વિર પર તાજા ગુલાબનો હાર પહેરાવ્યો.  માતાની તસ્વિરને પણ આજે હાર પહેરાવી તેની સમક્ષ અગરબત્તી જલાવી ઘીનો દીવો કર્યો.

તમારા જેવા માતા અને પિતા પામી અમે સહુ ધન્ય થઈ ગયા. તમારી યાદની દીવી સદા અમારા દિલમાં જલતો રહેશે. આનાથી સુંદર બીજો વારસો શું હોઈ શકે ?

સહુએ સાથે મળી પ્રાર્થના કરી. નવા મહિનાની સાથે નવી જીંદગીનો શુભારંભ——

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

2 07 2017
Suresh Jani

Good one. 

શુરેશ જાની

3 07 2017
Rajul Kaushik

સરસ વાત .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: