આધુનિક ઉપકરણો?****1.

” ઓ મારી માવડી, આ સવાર પડી નથીને તું પાછી મંડી પડી. આ તારી ચા ઠંડી થઈ ગઈ’. નીરા સાંભળે તો ને! હાથમાં સેલ ફોન !

આ રોજની માથાકૂટથી નિલમ કંટાળી હતી. તેની કાંઇ ઉમર થઈ ન હતી. આ તો બે બાળકોને પતિદેવ હમેશા ,’ફટવે’. એટલે આ રસ્તો એણે અપનાવ્યો હતો. નીલ અને નીરા સવારના પહોરથી ‘ટેક્સટ’ કરતા હોય. બન્નેને હાઈસ્કૂલમાં જવાનું મોડું થાય.  રાતના ‘૨’ વાગ્યા સુધી ફોન યા ફેસબુક પર ગુંદરની જેમ ચોંટ્યા હોય. ઉપરથી ‘હુ કેર્સ”ની નીતિ અપનાવે. ત્યાં સુધી તો તેને વાંધો ન હતો. તેની ગાડીની પાછળ બન્ને જણ ગાડી પાર્ક કરે એટલે  બેંકમાં પહોંચવાનું  નિલમને મોડું થાય.

રોજ યાદ અપાવે મારી કાર પાછળ તમે કાર પાર્ક ન કરો. હમેશા  બાળકો બે કાનનો ઉપયોગ કરે.

બેંક મેનેજરે ,સવારના પહોરમાં બેંક સમયસર ખોલવાની , નહિ તો કસ્ટમર્સની લાઈન લાગી જાય.  તેની પોતાની ગાડી ,ફુલ્લી લોડેડ હતી. ફોન ,’એપલનો, બ્રાન્ડ ન્યુ હતો. નિલમ , “ઔરંગઝબ ન હતી બાળકોના જવાબદારી વગરના વર્તનથી થાકી ગઈ હતી. હજુ તો કોલેજ ગયા ન હતા. અમેરિકામાં લાઈસંસ આવે કે તરત બાળકોને ગાડી મળે. ન આપી હોય તો ચાલે. બાપ સર્જન હોય પછી પૂછવું જ શું?

નિરવની ગાડીનું ગરાજ ‘ડીટેચ’ હતું જેને કારણે તેને તકલિફ પડતી નહી. નિલમની તકલિફ સમજવાનો તે પ્રયત્ન કરતો નહી. તેને મન તો તેના બાળકો ‘બેસ્ટ ઈન ધ વર્લડ ‘હતા.

નિલમે વિચાર્યું આ બધાને પાઠ ભણાવવાની જરૂર છે. આખા ઘરમાં બધના ફોન એક કંપનીના હતા. તેણે ટેમ્પરરી સર્વિસ કેન્સલ કરી. તેની પાસે બેંકનો પ્રાઈવેટ ફોન હતો. પતિ પાસે હોસ્પિટલનો ફોન અને બીપર બન્ને હતા. આજે તેણે પોતાની ગાડી કર્બ પર પાર કરી હતી. નિરવ, સવારે ઉઠીને વહેલી સર્જરી હતી એટલે નિલમ સાથે ચા પીને નિકળી ગયો.

નિલમ બાળકોના રૂમમાં જોવા પણ ન ગઈ. એલાર્મ ક્લોકે તેની ફરજ બજાવી. મમ્મી, રોજ ઉઠાડવા આવતી એટલે નીલ અને નીરા ઉઠ્યા નહી. આજે સીધા દોર કરવા હતા. નિલમ તૈયાર થઈને બેંક પર જવા નિકળી ગઈ. હવે બાળકો મોટા હતા એટલે મેઈડ ને સાંજે ‘૫’ વાગ્યા પછી બોલાવતી. જેને કારણે ડીનર પછી બધું કામ પણ તે કરીને જાય.

નિલમે બેંકના ફોનનો નંબર નિરવ સિવાય કોઈને આપ્યો ન હતો. નીલ અને નીરા  આખરે ઉઠ્યા. ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા. તેમણે ૮॥ વાગે ઘર છોડવું પડૅ તો ૯ પહેલાં સ્કૂલમાં પહોંચે. કોમકાસ્ટ વાળા લાઇન ઉપર કામ કરતા હતા, જેને કારણે ‘આઈ પેડ પણ ન ચાલ્યું. ‘વાઈ ફાઈ’ હોય તો કનેક્શન મળેને !.   હવે ‘ટાર્ડી’ મળવાનો ભય હતો. કારણ શું આપવું?

મમ્મીને ફોન કરવા પ્રયત્ન કર્યો, ‘ફોન વૉઝ ડેડ’. પપ્પાને  વૉટ્સ એપ’ પર પેજ’ કર્યા.  નસિબદાર કે એટલો વખત કનેક્શન કામ કરી ગયું. પેજર હતું નર્સિસ સ્ટેશન પર .

‘ ડો. દલાલ ઈઝ ઈન ધ સર્જરી.’ હવે શું ?

મમ્મીની બેંકમાં ફોન કર્યો. બેંકમાં તો આદત હોય, ‘ધિસ ઈઝ નેશન્સ બેંક, લોરા સ્પિકિંગ, કેન યુ હોલ્ડ” ? બસ પછી લોરા બહેન તો દસ મિનિટ સુધી કસ્ટમર્સને અટેન્ડ કરતાં હોય. જ્યારે ફોન લાઈન ઉપર પાછા આવે ત્યારે લાઈન કટ થઈ ગઈ હોય.  સ્માઈલ કરે અને ફોન પાછો મૂકે.

તમને શું લાગે છે,’નીલ અને નીરામાં આટલી ધિરજ હોય ખરી’?

છેવટે એવા નિર્ણય પર આવ્યા કે બન્ને જણા એક ગાડીમાં મમ્મીની બેંક ઉપર જઈએ. નહાયા વગર તો ચાલે નહી. ભૂખ હોય તો બ્રેકફાસ્ટ કરે ને ? ઉપડ્યા ‘નેશન્સ બેંક’ પર.

બેંકમાં આજે કોઈને મોટી ,’બિઝનેસ લોન ‘ જોઈતી હતી. કસ્ટમર મોટો વ્યાપારી હતો. નિલમને બધું કામ કમપ્યુટર પર કરવાનું હતું. કમપ્યુટરની સિસ્ટમ બે મહિના પહેલાં ‘અપ ગ્રેડ’ થઈ હતી. ત્યાર પછી આટલું મોટું કામ આજે પહેલીવાર આવ્યુ હતું. જ્યારે મોટી લગભગ મિલિયન ડોલરની લોનનું કામ કરવાનું હોય તો ખૂબ સાવચેતી રાખવી પડૅ. હવે પેપર વર્ક તો કશું હોય જ નહી. કમપ્યુટર પર બધા કામના ફોર્મ લોડ કરવાના, ભરવાના , પૂછે એટલા બધા સવાલના જવાબ ન આપો તો ‘નેક્સ્ટ પેજ’ના દર્શન જ ન થાય.

નિલમ તેના કામમાં ખૂબ ‘એફિશ્યન્’ટ હતી. જેને કારણે એક વર્ષથી, ‘બ્રાન્ચ મેનેજર’નું પ્રમોશન મેળવ્યું હતું. આમ પણ ભારતિય કામકાજના ચોક્કસ અને હાથના સાફ હોવાને કારણે અમેરિકામાં ખૂબ તરક્કી પામ્યા છે. તેની ઓફિસની બહાર “ડુ નોટ ડિસ્ટ્ર્બનું” બોર્ડ હતું. બે ટેલર હતા, નીલ અને નીરાએ કહ્યું કે અમારે .નિલમને મળવું છે. તેમને પેલું લટકતું બોર્ડ બતાવ્યું. નિલમ શિસ્તની ખૂબ પાકી હતી.

‘હવે શું ‘?

ચાલો પપ્પા પાસે હોસ્પિટલ જઈએ. નીલ અને નીરાને ખબર હતી ,’પેરન્ટસની નોટ્સ’ વગર હાઈસ્કૂલમાં અંદર જવા નહી દે.

પપ્પા સર્જન, ઓપરેશન નાનું હોય તો અડધો કલાક અને સિર્યસ હોય તો બે કલાક. તેમાં જો,’કોમ્પલીકેશન ‘ હોય તો લંબાઈ પણ જાય. ખબર છે ને ‘દુકાળમાં તેરમો મહિનો’. ઓપરેશન ટેબલ પર પેશન્ટ્નું હાર્ટ સ્ટોપ થઈ ગયું હતું. તેને ‘રીવાઈવ’ કરતાં સમય લાગ્યો. પપ્પાને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવવાને અડધો કલાક હતો.

નીલ અને નીરા કાફેટેરિયામાં ડોનટ પિક અપ કરવા ગયા. કાફેટેરિયાનું કેશ રજિસ્ટર ‘આઉટ ઓફ ઓર્ડર ‘ હતું. કેશિયરને પૈસા ગણતા ખૂબ વાર લાગતી હતી. સમય જતો રહ્યો ને પપ્પાને બીજી સર્જરીમાં જવું પડ્યું. બન્ને માથે હાથ મૂકીને બેઠા.

ઓપરેશન થિયેટરની બહાર નર્સિંગ સ્ટેશન પર કહ્યું હતું કે , ‘વી આર ડોક્ટર દલાલ્સ’ ચિલડ્રન’.

નર્સે કહ્યું,’ ધિસ ઈઝ સ્મોલ સર્જરી, હી વિલ બી આઉટ’ ઇન ૨૦ મિનિટ્સ. ‘

બન્ને બહાર બેઠા. પપ્પા બહાર આવ્યા.

‘કેમ શું થયું ?

‘પપ્પા, ફોન ચાલતો નથી. અમે મોડા ઉઠ્યા.  હાઈસ્કૂલમાં પેરન્ટ્સની નોટ્સ નહી લઈ જઈએ તો દાખલ નહી થવા દે.’

ડોક્ટર દલાલના પ્રિન્સિપલ, ફ્રેંડ હતાં.  ડો દલાલે તેમને ટેક્સ્ટ કરીને મેસેજ આપી દીધો. બન્ને જણા લંચ ટાઈમે સ્કૂલમાં પહોંચ્યા.

જોઈને આધુનિકતાના ઉપકરોણોની બલિહારી.

 

 

8 thoughts on “આધુનિક ઉપકરણો?****1.

  1. લાંબે શીદ જાઓ છો? આ ઈમેલ અને બ્લોગિંગના પ્રતાપે તો આપણા જેવાનો ‘ટાઈમ પાસ’નો પ્રોબ્લેમ પતી ગયો. હીરા – મોતી જેવા મિત્રો પણ એના પ્રતાપે જ મળ્યા ને?

    1. “ટાઈમ પાસ ” કરતાં આને ‘મગજની કસરત’ કહેવાય. જેને કારણે ‘અલઝાઈમરથી’ દૂર રહેવાય.
      વિચારોનું વલોણું થાય, મંથન રૂપી માખણ નિકળે.

  2. આ સમયની જ બલિહારી છે. આધુનિક ઉપકરણો ના લાભ પણ છે અને ગેર લાભ પણ છે. બધું એનો ઉપયોગ કરનારની પસંદગી ઉપર આધાર રાખે છે. બધું મર્યાદામાં હોય ત્યાં સુધી સારું. અતિરેક થાય ત્યારે પ્રશ્નો ઉભા થાય .

    આ વાર્તા- લેખમાં લેખિકાએ સરસ અવલોકન રજુ કર્યું છે.

  3. આધુનિક ઉપકરણો ના લાભ પણ છે અને ગેર લાભ પણ છે. બાળક હોય કે યુવાન, મર્યાદામાં વાપરવું, શીખવાડવું પડે. જો ગેઞેટ અપાવીયે, તો આ વિવેક પણ આવશ્યક કે જરુરી છે. સંસ્કૃત શુભાષીત્ કહે છે, अति सर्वत्र वर्जयेत. અતિરેક ઉપાઘિ નોતરે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: